બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / ગાંધીનગરના સમાચાર / ગુજરાતમાં ધોધમાર વરસાદ, 1 નેશનલ હાઈવે સહિત આ 108 રસ્તાઓ થયા બંધ, મુસાફરી કરતા પહેલાં જાણો સમગ્ર અહેવાલ

મેઘમહેર / ગુજરાતમાં ધોધમાર વરસાદ, 1 નેશનલ હાઈવે સહિત આ 108 રસ્તાઓ થયા બંધ, મુસાફરી કરતા પહેલાં જાણો સમગ્ર અહેવાલ

Priykant Shrimali

Last Updated: 12:31 PM, 4 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Rain Road Closed : ભારે વરસાદથી રાજ્યમાં વાહનવ્યવહાર ખોરવાયો, 108 રસ્તા બંધ થતાં જનજીવન પર અસર, અહીં જાણો તમામ માહિતી

Gujarat Rain Road Closed : રાજ્યમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વાહનવ્યવહાર પર વ્યાપક અસર જોવા મળી રહી છે. વરસાદી પરિસ્થિતિને કારણે રાજ્યભરમાં કુલ 108 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે, જેના કારણે મુસાફરો અને સ્થાનિક લોકોને અવરજવર કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

મળતી માહિતી અનુસાર, ભરૂચમાંથી પસાર થતો નેશનલ હાઈવે પણ હાલ બંધ કરવામાં આવ્યો છે. ઉપરાંત, ભારે વરસાદને કારણે જૂનાગઢ જિલ્લામાં ચાર સ્ટેટ હાઈવે પર વાહનવ્યવહાર સ્થગિત કરવામાં આવ્યો છે. જ્યારે ખેડા અને રાજકોટ જિલ્લામાં એક-એક સ્ટેટ હાઈવે પણ બંધ કરવામાં આવ્યો છે.

ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદની મોટી અસર જોવા મળી છે. પંચાયત હસ્તકના કુલ 85 રસ્તાઓ હાલ બંધ છે, જ્યારે અન્ય વિભાગોના 16 રસ્તાઓ પર પણ વાહનવ્યવહાર અટકાવવામાં આવ્યો છે. આ રીતે કુલ બંધ રસ્તાઓની સંખ્યા 108 પર પહોંચી છે. જિલ્લાવાર સ્થિતિ પર નજર કરીએ તો નવસારી જિલ્લામાં સૌથી વધુ 42 પંચાયત હસ્તકના રસ્તાઓ બંધ થયા છે. ત્યારબાદ જૂનાગઢ જિલ્લામાં 24 રસ્તાઓ બંધ હોવાથી સ્થાનિક પરિવહન પર સૌથી વધુ અસર જોવા મળી રહી છે.

આ પણ વાંચો : આજથી આ જિલ્લાઓને ઘમરોળશે વરસાદ, જાણો અંબાલાલ પટેલની આગાહી, હજુ કેટલા દિવસ ભારે?

હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા લોકોને જરૂરી હોય ત્યારે જ મુસાફરી કરવાની સલાહ આપવામાં આવી રહી છે. સાથે જ નીચાણવાળા વિસ્તારો અને પાણી ભરાયેલા માર્ગોથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે. વરસાદની સ્થિતિમાં સુધારો ન થાય ત્યાં સુધી અનેક વિસ્તારોમાં વાહનવ્યવહાર પર અસર યથાવત રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

108 Roads Closed Heavy Rain Gujarat Gujarat Rain
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ