બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / બદ્રીનાથ મંદિરમાં દાન ચોરીના આક્ષેપથી ગરમાવો, અપાયા તપાસના આદેશ

આરોપ / બદ્રીનાથ મંદિરમાં દાન ચોરીના આક્ષેપથી ગરમાવો, અપાયા તપાસના આદેશ

Priykant Shrimali

Last Updated: 02:18 PM, 4 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Badrinath Temple Donation Theft : બદ્રીનાથ મંદિરમાં ચઢાવાની રકમમાં ગેરરીતિના આરોપોથી ચકચાર, BKTCએ તપાસ સમિતિ બનાવી

Badrinath Temple Donation Theft : અયોધ્યા બાદ હવે ઉત્તરાખંડના પ્રસિદ્ધ બદ્રીનાથ મંદિરમાં દાનની રકમમાં ગેરરીતિ થયાના આરોપોને લઈને ચર્ચા જોર પકડી છે. વિગતો મુજબ આ સમગ્ર મામલો સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC)એ તેને ગંભીરતાથી લઈ તપાસ માટે વિશેષ સમિતિની રચના કરી છે.

આવો જાણીએ શું છે સમગ્ર મામલો ?

વિગતો મુજબ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક દાવા મુજબ ભૈરવ સેના સંગઠનના અધ્યક્ષ સંજીવ ખત્રીએ આરોપ લગાવ્યો છે કે, મંદિર સમિતિના અધ્યક્ષ સાથે સંકળાયેલા એક કર્મચારી દ્વારા મંદિરમાં આવેલા દાનમાંથી રકમની ચોરી કરવામાં આવી છે. તેમના જણાવ્યા પ્રમાણે આ ઘટના સવારે અંદાજે 8:00થી 8:30 વાગ્યાની વચ્ચે બની હોવાનું કહેવાય છે. સાથે જ તેમણે તે સમયની CCTV ફૂટેજ જાહેર કરવાની પણ માંગ કરી છે.

જાણો શું કહ્યું BKTCના મુખ્ય કાર્યકારી અધિકારીએ ?

આ મામલે BKTCના મુખ્ય કાર્યકારી અધિકારી સોહન સિંહ રાંઘડે જણાવ્યું કે, ચઢાવાની ગણતરી દરમિયાન ફરજ પર રહેલા કર્મચારીઓ તેમજ આરોપોમાં નામ સામે આવેલા કર્મચારીઓને નોટિસ પાઠવવામાં આવી રહી છે. ઉપરાંત સમગ્ર ઘટનાની સત્યતા જાણવા માટે CCTV ફૂટેજની પણ તપાસ કરવામાં આવશે.

આ તરફ તરફ BKTCના અધ્યક્ષ હેમંત દ્વિવેદીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે. બદ્રીનાથ અને કેદારનાથ ધામમાં દાન તથા ચઢાવાની રકમના કથિત ગેરવહીવટ અંગે સોશિયલ મીડિયા પર ચાલી રહેલા દાવાઓને મંદિર સમિતિએ અત્યંત ગંભીરતાથી લીધા છે. દાનની ગણતરીની પ્રક્રિયામાં સામેલ તમામ કર્મચારીઓ અને અધિકારીઓને કારણ દર્શાવો નોટિસ (શો-કૉઝ નોટિસ) આપવામાં આવી છે.

આ સાથે તેમણે વધુમાં જણાવ્યું કે, સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ માટે તાત્કાલિક અસરથી તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. તપાસ પૂર્ણ થયા બાદ સમિતિ પોતાનો અહેવાલ રજૂ કરશે અને તેને જાહેર પણ કરવામાં આવશે. જો તપાસ દરમિયાન કોઈ વ્યક્તિ દોષિત સાબિત થશે તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો : તાજમહેલમાં છે શિવ મંદિર? હાઈકોર્ટમાં ગુંજ્યો મામલો, આ તારીખે થશે મોટો નિર્ણય!

હેમંત દ્વિવેદીએ સોશિયલ મીડિયા પર ચાલી રહેલા એક અન્ય દાવાનું પણ ખંડન કર્યું. તેમણે જણાવ્યું કે તેમનો કોઈ ખાનગી સચિવ નથી. જે વ્યક્તિને સોશિયલ મીડિયા પર તેમના ખાનગી સહાયક અથવા ખાનગી સચિવ તરીકે દર્શાવવામાં આવી રહ્યો છે, તે વાસ્તવમાં મંદિર સમિતિનો નિયમિત કર્મચારી છે. કરોડો શ્રદ્ધાળુઓની આસ્થા સાથે જોડાયેલા આ અત્યંત સંવેદનશીલ મામલામાં હવે સૌની નજર તપાસ સમિતિના અહેવાલ પર ટકેલી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Badrinath Temple Badrinath Temple Donation Theft BKTC
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ