બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:24 PM, 1 July 2026
વૈશ્વિક તેલ બજારમાં એક અત્યંત ચોંકાવનારો ઉલટફેર સામે આવ્યો છે. યુક્રેન દ્વારા રશિયાની અનેક ઓઇલ રિફાઇનરીઓ પર કરવામાં આવેલા વિનાશક ડ્રોન હુમલા બાદ રશિયામાં ઇંધણની ભારે અછત સર્જાઈ છે. આ સંકટ વચ્ચે અહેવાલ મળી રહ્યા છે કે રશિયાએ હવે ભારત પાસેથી પેટ્રોલ આયાત કરવાનું શરૂ કરી દીધું છે. રશિયાના 11 ટાઇમ ઝોનમાં ઇંધણની તીવ્ર અછત વર્તાઈ રહી છે, જેના કારણે ત્યાં રેશનિંગ શરૂ કરવામાં આવ્યું છે, પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો લાગી રહી છે અને પેટ્રોલના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. શિપિંગ ડેટા અનુસાર, ભારતે જૂનમાં રશિયા પાસેથી દૈનિક આશરે 2.7 મિલિયન બેરલ કાચા તેલની આયાત કરી હતી. જૂન મહિનામાં ભારતના કુલ ઓઇલ ઇમ્પોર્ટમાં રશિયન તેલનો હિસ્સો 50% થી વધુ થઈ ગયો હતો, જે મેમાં 36.5% હતો. પરંતુ હવે સ્થિતિ એવી બની છે કે રશિયા પોતે જ ભારત પાસેથી રિફાઇન્ડ ઇંધણ ખરીદી રહ્યું છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી રોયટર્સના જણાવ્યા અનુસાર, રશિયાએ દરિયાઈ માર્ગે ભારત પાસેથી પેટ્રોલ મંગાવવાનું શરૂ કર્યું છે. ક્રેમલિને જણાવ્યું હતું કે રશિયા અન્ય દેશોના સંપર્કમાં છે અને યોગ્ય કિંમતે ઇંધણની આયાત કરવા માટે ચર્ચા કરી રહ્યું છે. સૂત્રોના અહેવાલ મુજબ, ભારતમાંથી ઓછામાં ઓછું 60,000 મેટ્રિક ટન પેટ્રોલ રશિયા જવા માટે રવાના થઈ ચૂક્યું છે. અન્ય એક સૂત્રે પુષ્ટિ કરી છે કે 30,000 થી 40,000 ટનની ક્ષમતા ધરાવતા બે અલગ-અલગ ઓઇલ ટેન્કર ભારતથી રશિયા મોકલવામાં આવ્યા છે. જો કે, ભારતની કઈ રિફાઇનરી કંપની આ ઇંધણ સપ્લાય કરી રહી છે તેની સત્તાવાર વિગતો હજુ જાહેર થઈ નથી.

ADVERTISEMENT
એક ત્રીજા સૂત્રના જણાવ્યા અનુસાર, રશિયા દર મહિને જુદા-જુદા દેશોમાંથી કુલ 400,000 ટન પેટ્રોલ આયાત કરવાનું આયોજન કરી રહ્યું છે. આ પ્લાન હેઠળ રશિયાના પડોશી દેશ બેલારુસે પણ રશિયાને ઇંધણની નિકાસ શરૂ કરી દીધી છે. વાસ્તવમાં, રશિયામાં ઉનાળાની ઋતુમાં ઇંધણની માંગ ખૂબ જ વધી જાય છે, જ્યાં દૈનિક ધોરણે ઓછામાં ઓછું 110,000 ટન પેટ્રોલ વપરાય છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ન બોલનાર લૂંટારુ ચોકલેટથી બોલ્યો! રાજવી પરિવાર લૂંટ કેસમાં ચોંકાવનારો ખુલાસો
ADVERTISEMENT
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કેબિનેટ મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ સાથેની બેઠકમાં સ્વીકાર્યું છે કે યુક્રેનિયન ડ્રોન હુમલાને કારણે દેશની ઓઇલ રિફાઇનરીઓને મોટું નુકસાન થયું છે. આ કારણે કેટલાક વિસ્તારોમાં ઇંધણની કટોકટી ઊભી થઈ છે, પરંતુ તેમણે દાવો કર્યો હતો કે રશિયા આ સંકટનો મક્કમતાથી સામનો કરી રહ્યું છે. આ મુશ્કેલ સમયમાં બેલારુસે રશિયાની મોટી મદદ કરી છે. આંકડા દર્શાવે છે કે બેલારુસે June ના પ્રથમ 15 દિવસમાં રેલવે મારફતે રશિયાને મોકલવામાં આવતી પેટ્રોલ સપ્લાય May મહિનાની સરખામણીએ લગભગ 3 ગણી વધારી દીધી છે, જે હવે 70,000 ટનથી વધુ થઈ ગઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.