બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:51 PM, 1 July 2026
ભારત સરકાર વૉટ્સએપના નવા લોન્ચ થયેલા 'યુઝરનેમ' ફીચરની સુરક્ષા અને ગોપનીયતાના પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરવાની તૈયારી કરી રહી છે. ગઈકાલે એટલે કે 30 જૂનના રોજ વૉટ્સએપે વૈશ્વિક સ્તરે આ ફીચર લોન્ચ કર્યું છે, જેમાં હાલ માત્ર યુઝરનેમ રિઝર્વ કરવાનો ઓપ્શન આપવામાં આવ્યો છે. જો કે, આ ફીચર ભારતમાં સામાન્ય યુઝર્સ માટે રોલઆઉટ થાય તે પહેલાં જ કેન્દ્ર સરકારે તેની સામે કડક વલણ અપનાવ્યું છે અને વૉટ્સએપની પેરેન્ટ કંપની મેટાને સત્તાવાર નોટિસ પાઠવી દીધી છે.
ADVERTISEMENT
Central Government has issued notice to Meta regarding roll-out of the “usernames” feature on WhatsApp in India.
— ANI (@ANI) July 1, 2026
The notice reads, "...It is felt that the feature may materially increase the incidence of online fraud, phishing, digital arrest scams and impersonation attacks, by… https://t.co/XvNmgoST5G pic.twitter.com/9JkzuVncuR
ADVERTISEMENT
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કેન્દ્ર સરકારે મેટા કંપનીને આ મામલે 3 દિવસની અંદર વિસ્તૃત જવાબ આપવાનો નિર્દેશ કર્યો છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી આ વિષય પર સરકાર અને કંપની વચ્ચે સંપૂર્ણ પરામર્શ અને ચર્ચાની પ્રક્રિયા પૂરી ન થઈ જાય, ત્યાં સુધી વૉટ્સએપનું આ નવું યુઝરનેમ ફીચર ભારતમાં લોન્ચ કરવામાં ન આવે. વૉટ્સએપનું કહેવું છે કે આ ફીચરની મદદથી યુઝર્સ પોતાનો પર્સનલ મોબાઈલ નંબર શેર કર્યા વિના પણ માત્ર યુઝરનેમ આપીને અજાણ્યા લોકો સાથે વાત કરી શકશે, જેનાથી પ્રાઈવસી પહેલા કરતા વધુ મજબૂત બનશે. પરંતુ ભારત સરકાર આ ફીચરના દુરુપયોગને લઈને ભારે ચિંતિત છે.
Government issues notice to Meta regarding roll-out of the “usernames” feature on WhatsApp in India: Sources
— ANI (@ANI) July 1, 2026
Government directs Meta to furnish a detailed explanation on the “usernames” feature within 3 days: Sources
Government directs Meta not to roll out the “usernames”… pic.twitter.com/cnvkeUzvMc
ADVERTISEMENT
સરકારી કચેરીઓના સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર એ સમજવા માંગે છે કે આ ફીચર ક્યાંક સાયબર ગુનેગારો અને સ્કેમર્સ માટે નવી સુવિધા તો નહીં બની જાય ને? વૉટ્સએપનું આ નવું અપડેટ ટેલિગ્રામની જેમ કામ કરે છે. અગાઉ વૉટ્સએપ પર કોઈની સાથે વાત કરવા માટે મોબાઈલ નંબર હોવો અનિવાર્ય હતો, પરંતુ હવે માત્ર યુઝરનેમથી ચેટિંગ થઈ શકશે. સરકારી અધિકારીઓનું માનવું છે કે જો કોઈ વ્યક્તિ અન્ય કોઈ જાણીતી વ્યક્તિ અથવા બ્રાન્ડના નામ જેવું જ ફેક યુઝરનેમ બનાવી લે અથવા પોતાની અસલી ઓળખ છુપાવીને લોકોનો સંપર્ક કરે, તો ઓનલાઈન ઠગાઈના નવા અને જટિલ કિસ્સાઓ સામે આવી શકે છે. અગાઉ ટેલિગ્રામ પર પણ નકલી યુઝરનેમ અને ફેક પ્રોફાઈલ દ્વારા છેતરપિંડીના અનેક કિસ્સા નોંધાઈ ચૂક્યા છે, જેને કારણે સરકાર એક્સ્ટ્રા સાવચેતી રાખી રહી છે. સોશિયલ મીડિયા પર પણ લોકોએ ચિંતા વ્યક્ત કરી છે કે આનાથી સેલિબ્રિટીઝ કે મોટી કંપનીઓના નામે લોકોને ભ્રમિત કરવા સરળ બની જશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
વૉટ્સએપના નવા સીઈઓ કુણાલ શાહે આ ફીચર અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે, તેઓ એવા સમયે વૉટ્સએપમાં જોડાયા છે જ્યારે દુનિયા પહેલાં તેમને પોતાનું યુઝરનેમ મળી ગયું છે. તેમણે યુઝર્સને વહેલી તકે પોતાના યુઝરનેમ રિઝર્વ કરવા માટે પણ અપીલ કરી છે. બીજી તરફ, સુરક્ષાના દાવા કરતા વૉટ્સએપે જણાવ્યું છે કે દરેક યુઝરનેમ સંપૂર્ણપણે યુનિક હશે અને કેટલીક હાઈ-પ્રોફાઈલ વ્યક્તિઓ તથા બ્રાન્ડ્સના નામ પહેલેથી જ પ્રોટેક્ટેડ રાખવામાં આવશે જેથી તેની નકલ ન થઈ શકે. આ ઉપરાંત, કંપની કોઈપણ પ્રકારની પબ્લિક યુઝરનેમ ડિરેક્ટરી પણ બનાવશે નહીં. એટલે કે, સામેવાળી વ્યક્તિનું યુઝરનેમ જો તમને પહેલેથી જ ખબર હશે, તો જ તમે તેની સાથે કનેક્ટ થઈ શકશો. તેમ છતાં, જો તપાસમાં કોઈ મોટી ખામી જણાશે તો મેટા કંપની સામે વધુ કડક કાયદાકીય પગલાં લેવાઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.