બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરાને આજે મળશે અત્યાધુનિક 30 ઈ-બસ, સુવિધાઓ જોઈ ચકિત થઈ જશો

ભેટ / વડોદરાને આજે મળશે અત્યાધુનિક 30 ઈ-બસ, સુવિધાઓ જોઈ ચકિત થઈ જશો

Priykant Shrimali

Last Updated: 10:52 AM, 29 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara PM E-Bus : વડોદરાને આજે મળશે પીએમ ઈ-બસ સેવા, જાણો બસની ખાસિયતો અને ભાડા વિશેની તમામ માહિતી એક જ ક્લિકે

Vadodara PM E-Bus : વડોદરાવાસીઓ માટે જાહેર પરિવહન ક્ષેત્રે એક મહત્વપૂર્ણ અને આનંદદાયક શરૂઆત થવા જઈ રહી છે. શહેરમાં ‘PM ઈ-બસ સેવા યોજના’ અંતર્ગત આધુનિક અને પર્યાવરણમિત્ર ઇલેક્ટ્રિક બસ સેવાનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. પ્રથમ તબક્કામાં 30 અત્યાધુનિક એસી ઈ-બસો શહેરના વિવિધ માર્ગો પર દોડતી જોવા મળશે.

આજે થશે સત્તાવાર લોકાર્પણ

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આ નવી ઈ-બસ સેવાનો સત્તાવાર પ્રારંભ કરવામાં આવશે. આ પ્રસંગે વડોદરામાં ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં શહેરના પરિવહન ક્ષેત્ર માટે આ મહત્વપૂર્ણ પહેલને લીલી ઝંડી આપવામાં આવશે.

PM ઈ-બસ યોજના હેઠળ વડોદરાને મળી 250 બસોની મંજૂરી

કેન્દ્ર સરકારની PM ઈ-બસ સેવા યોજના હેઠળ વડોદરા શહેર માટે કુલ 250 ઈલેક્ટ્રિક બસોને મંજૂરી આપવામાં આવી છે. આ સમગ્ર યોજનાને તબક્કાવાર અમલમાં મૂકવામાં આવશે. પ્રથમ તબક્કામાં 30 બસો શહેરમાં આવી પહોંચી છે અને તેમનો ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ થયો છે. આ નવી બસો માત્ર આધુનિક સુવિધાઓથી સજ્જ નથી પરંતુ પ્રદૂષણ ઘટાડવામાં પણ મહત્વની ભૂમિકા ભજવશે. શહેરના વધતા ટ્રાફિક અને પર્યાવરણ સંબંધિત પડકારોને ધ્યાનમાં રાખીને આ યોજના મહત્વપૂર્ણ ગણાઈ રહી છે.

શહેરના મુખ્ય વિસ્તારોને મળશે સીધી કનેક્ટિવિટી

પ્રારંભિક તબક્કામાં ઈ-બસોના રૂટ પણ નક્કી કરવામાં આવ્યા છે જેથી વધુમાં વધુ લોકોને સરળ મુસાફરી મળી શકે.

  • ઉત્તર–દક્ષિણ રૂટ હેઠળ બસો માણેજા, મકરપુરા, સુશેન સર્કલ, લાલબાગ, લક્ષ્મી વિલાસ પેલેસ, નર્મદા ભવન, કાલાઘોડા અને નિઝામપુરા જેવા વિસ્તારોને જોડશે.
  • પૂર્વ–પશ્ચિમ રૂટમાં ગોત્રી સર્કલ, હરિનગર, ચકલી સર્કલ, કાલાઘોડા, સયાજી હોસ્પિટલ, ન્યાયમંદિર, પાણીગેટ અને સયાજીપુરા APMC વિસ્તાર સુધી સેવા આપવામાં આવશે.
  • તે ઉપરાંત કનેક્ટિંગ રૂટ હેઠળ અકોટા વીરાંજલિ પ્રતિમા, શ્રેણિક પાર્ક, દિવાળીપુરા, ઈસ્કોન મંદિર, સંત કબીર સર્કલ, ભાયલી, લક્ષ્મીપુરા અને આગળ પાદરા સુધી મુસાફરોને સેવા મળશે.

મુસાફરો માટે ભાડું રહેશે સામાન્ય બજેટમાં

આ ઈ-બસોમાં મુસાફરી દરેક વર્ગના લોકો માટે સરળ અને પરવડે તેવી રહે તે માટે ભાડાનું પ્રસ્તાવિત માળખું પણ તૈયાર કરવામાં આવ્યું છે. પ્રારંભિક દરખાસ્ત મુજબ ન્યૂનતમ ભાડું ₹5 અને મહત્તમ ભાડું ₹30 રાખવાનો પ્રસ્તાવ છે. જોકે આ દરોને મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભાની અંતિમ મંજૂરી મળ્યા બાદ સત્તાવાર રીતે અમલમાં મૂકવામાં આવશે.

આ પણ વાંચો : મેઘરાજાને મનાવવા મહિલાઓનો અનોખો પ્રયાસ, ઢૂંઢિયા મહારાજની મૂર્તિ બનાવી, ભજન ગાયાં

ઈ-બસ સેવા શરૂ થવાથી શહેરમાં જાહેર પરિવહન વધુ સુવિધાજનક બનશે અને સાથે ગ્રીન એનર્જીને પ્રોત્સાહન મળશે. પ્રદૂષણ ઘટાડવું, ટ્રાફિકનું ભારણ ઓછું કરવું અને આરામદાયક મુસાફરી પૂરી પાડવી આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vadodara Electric Bus Vadodara E Bus Service PM E Bus Scheme
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ