બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs IRE: આયર્લેન્ડ સામે વર્લ્ડ ચેમ્પિયન ભારતનો 0-2 થી શરમજનક વાઇટવોશ

ક્રિકેટ / IND vs IRE: આયર્લેન્ડ સામે વર્લ્ડ ચેમ્પિયન ભારતનો 0-2 થી શરમજનક વાઇટવોશ

Pravin Joshi

Last Updated: 11:00 PM, 28 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બેલફાસ્ટના સિવિલ સર્વિસ ક્રિકેટ ક્લબ ખાતે રમાયેલી બીજી T20 મેચમાં આયર્લેન્ડે વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમને 1 રનથી હરાવીને ઇતિહાસ રચી દીધો છે. આ જીત સાથે આયર્લેન્ડે 2-0 થી શ્રેણી જીતીને ભારતનું સૂપડું સાફ કર્યું છે.

રવિવારના રોજ બેલફાસ્ટના સિવિલ સર્વિસ ક્રિકેટ ક્લબમાં રમાયેલી બીજી અને અંતિમ T20 મેચમાં ભારતીય ક્રિકેટ ટીમને ભારે નામોશીનો સામનો કરવો પડ્યો છે. હાલની T20 વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ આ રોમાંચક મુકાબલામાં આયર્લેન્ડ સામે માત્ર 1 રનથી હારી ગઈ છે. આ શરમજનક હારની સાથે જ આયર્લેન્ડે 2-0 થી શ્રેણી પોતાના નામે કરીને ક્રિકેટ જગતમાં મોટો ઉલટફેર સર્જ્યો છે. આયર્લેન્ડે ઇતિહાસમાં પહેલીવાર ભારત સામે કોઈ T20 શ્રેણી જીતી છે.

રોમાંચક અંતિમ ઓવર અને બેટિંગ લાઇનઅપ ફ્લોપ

મેચમાં આયર્લેન્ડે ભારતને જીતવા માટે 155 રનનો સામાન્ય લક્ષ્યાંક આપ્યો હતો, પરંતુ ભારતીય ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 153 રન જ બનાવી શકી હતી. ભારતની હારનું મુખ્ય કારણ તેનું કંગાળ બેટિંગ પ્રદર્શન રહ્યું હતું. રનચેઝમાં ભારતે માત્ર 35 રનના સ્કોર પર પોતાની 4 વિકેટ ગુમાવી દીધી હતી. ઓપનર અભિષેક શર્મા અને સંજુ સેમસન શૂન્ય રને આઉટ થયા હતા, જ્યારે કેપ્ટન શ્રેયસ અય્યર માત્ર 10 રન અને ઇશાન કિશન 12 રન બનાવી રનઆઉટ થયો હતો. આ ત્રણેય મુખ્ય બેટ્સમેનોને જય મૂંદરાએ પેવેલિયન ભેગા કર્યા હતા.

ત્યારબાદ તિલક વર્મા અને અક્ષર પટેલે 39 રન ઉમેરીને ઇનિંગ સંભાળી હતી. અક્ષર પટેલ આઉટ થયા બાદ તિલક વર્માએ શિવમ દુબે સાથે 35 રનની ભાગીદારી કરી હતી. તિલક વર્માએ 46 બોલમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 55 રનની લડાયક ઇનિંગ રમી હતી, પરંતુ તેઓ એન ટાઈમે આઉટ થઈ ગયા હતા. અંતિમ ઓવરમાં જીતવા માટે 20 રનની જરૂર હતી, જ્યાં હર્ષિત રાણાએ 21 રન બનાવી આશા જગાડી પણ તે આઉટ થઈ ગયો અને છેલ્લી બોલ પર પ્રિન્સ યાદવે છગ્ગો માર્યો છતાં ભારત 1 રન પાછળ રહી ગયું. આયર્લેન્ડ તરફથી જય મૂંદરા અને મેથ્યુ હોલાર્ડે 3-3 વિકેટ ઝડપી હતી.

આયર્લેન્ડની બેટિંગનું વિશ્લેષણ

આ પહેલા ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી આયર્લેન્ડની ટીમની શરૂઆત પણ ખરાબ રહી હતી. બીજી જ ઓવરમાં હર્ષિત રાણાએ ટિમ ટેક્ટર (5 રન) ને આઉટ કર્યો હતો. ત્યારબાદ અર્શદીપ સિંહે રોસ અડાયર (16 રન) ની વિકેટ લીધી હતી. કેપ્ટન લોર્કન ટકર (15 રન) ને ડેબ્યુટન્ટ પ્રિન્સ યાદવે આઉટ કર્યો ત્યારે ટીમનો સ્કોર 48/3 હતો. અહીંથી બેન્જામિન કેલિટ્ઝ (37 રન) અને હેરી ટેક્ટરે (53 રન) ચોથી વિકેટ માટે 65 રનની મજબૂત ભાગીદારી કરીને ટીમને સંભાળી હતી. શિવમ દુબેએ સતત બે બોલ પર કેલિટ્ઝ અને ગેરેથ ડેલાની (0 રન) ને આઉટ કર્યા હતા. અંતમાં જ્યોર્જ ડોકરેલના 19 રનની મદદથી આયર્લેન્ડે 8 વિકેટે 154 રનનો સન્માનજનક સ્કોર બનાવ્યો હતો. ભારત તરફથી પ્રિન્સ યાદવે 3 વિકેટ, જ્યારે અર્શદીપ અને શિવમ દુબેએ 2-2 વિકેટ લીધી હતી.

આ પણ વાંચોઃ નેશનલ / ખાનગી ટૂર ઓપરેટરો દ્વારા કૈલાશ માનસરોવરની યાત્રા કરતા મુસાફરોને વિદેશ મંત્રાલયે કર્યા સાવધાન, જાહેર કરી એડવાઇઝરી

નવા ખેલાડીઓનું ડેબ્યૂ અને આંકડા

આ મેચમાં ભારતીય ટીમ માટે ઓલરાઉન્ડર સૂર્યાંશ શેડગે અને ફાસ્ટ બોલર પ્રિન્સ યાદવે પોતાનું T20 ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું. જ્યારે વોશિંગ્ટન સુંદર અને પ્રસિદ્ધ ક્રિષ્ના પ્લેઇંગ-11 માંથી બહાર રહ્યા હતા. યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીને ફરી એકવાર બેન્ચ પર બેસવું પડ્યું હતું. આ હાર છતાં, જો ઓવરઓલ આંકડા જોઈએ તો ભારત અને આયર્લેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 10 T20 ઇન્ટરનેશનલ મેચ રમાઈ છે, જેમાંથી ભારતે 8 મેચ જીતી છે અને આયર્લેન્ડે માત્ર 2 મેચમાં જીત મેળવી છે. પરંતુ આ 2026 ની સિરીઝ આયર્લેન્ડ માટે ઐતિહાસિક સાબિત થઈ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

TeamIndia T20Series2026 INDvsIRE
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ