બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / ખાનગી ટૂર ઓપરેટરો દ્વારા કૈલાશ માનસરોવરની યાત્રા કરતા મુસાફરોને વિદેશ મંત્રાલયે કર્યા સાવધાન, જાહેર કરી એડવાઇઝરી
Last Updated: 02:33 PM, 28 June 2026
Kailash Mansarovar Yatra 2026: માનસરોવર યાત્રા પર ખાનગી ટુર ઓપરેટરોના માધ્યમથી જતા લોકોને વિદેશ મંત્રાલયએ ચેતવ્યા છે અને સલાહ આપી છે કે, પુરા દસ્તાવેજો વિના યાત્રા પર નીકળશો નહીં.
ADVERTISEMENT
માનસરોવર યાત્રા પર નીકળેલા આશરે 52 યાત્રાળુઓ નેપાળમાં ફસાયેલા છે અને ચીન જઇ શકતા નથી. વિદેશ મંત્રાલયને તેમની બહાર લાવવા માટે અનેક વિનંતીઓ મળી છે. વિદેશ મંત્રાલયે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે અને માનસરોવરની યાત્રા કરી રહેલા યાત્રાળુઓ માટે એક એડવાઇઝરી જારી કરી છે.
માનસરોવરની યાત્રા કરી રહેલા લોકો માટે એડવાઇઝરી
ADVERTISEMENT
નેપાળમાં ફસાયેલા ભારતીય નાગરિકોને સહાય માટે વિદેશ મંત્રાલયને અનેક અપીલો મળી છે. આ નાગરિકોએ ખાનગી ટુર ઓપરેટરો દ્વારા કૈલાશ માનસરોવર યાત્રા પર મુસાફરી કરી હતી પરંતુ ચીનમાં પ્રવેશવા માટે જરૂરી પરમિટ અને વિઝા હતા નહી. ભારતીય વિદેશ મંત્રાલયે તેની એડવાઇઝરીમાં કહ્યું.
નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે જ્યાં સુધી તેમને બધા જરૂરી મુસાફરી દસ્તાવેજો ન મળે ત્યાં સુધી તેઓ ભારતથી તેમની યાત્રા શરૂ ન કરે.
ADVERTISEMENT
કન્ફર્મ થયેલ દસ્તાવેજો વિના બહાર નીકળવાથી અથવા પછીથી જરૂરી દસ્તાવેજો મેળવવાની આશા રાખવાથી ફસાયાનું જોખમ વધે છે.
યાત્રાળુઓને એ પણ સલાહ આપવામાં આવે છે કે તેઓ ખાતરી કરે કે તેમનો ટુર ઓપરેટર યોગ્ય રીતે નોંધાયેલ અને અધિકૃત છે.
ADVERTISEMENT
નેપાળમાં ફસાયેલા યાત્રાળુઓ ચીની વિઝાની રાહ જોઈ રહ્યા છે
આ દરમિયાન નેપાળમાં ભારતીય દૂતાવાસે ટુર ઓપરેટર, ઓબિલ અધિકારીનો સંપર્ક કર્યો છે, જે આ ગૃપના ઇન્ચાર્જ છે. ટુર ઓપરેટર પાસેથી મળેલી માહિતી અનુસાર નેપાળમાં ફસાયેલા ભારતીય નાગરિકો કાઠમંડુમાં હોટલોમાં રોકાયા છે. તેમના પાસપોર્ટ નવી દિલ્હીમાં ચીની દૂતાવાસમાં જમા કરાવવામાં આવ્યા છે અને તેઓ તેમના વિઝા જારી થવાની રાહ જોઈ રહ્યા છે. ટુર ઓપરેટરે જણાવ્યું છે કે નવી દિલ્હીમાં ચીની દૂતાવાસ દ્વારા થોડા દિવસોમાં વિઝા જારી કરવામાં આવી શકે છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ Monsoon / 146 વર્ષમાં સૌથી સુકો જૂન... 40 ટકા કરતા ઓછો વરસાદ, 5 કારણોને લીધે ચોમાસાએ આપ્યો દગો
ADVERTISEMENT
માનસરોવરનું ધાર્મિક મહત્વ
નોંધનીય છે કે માનસરોવર હિન્દુઓ માટે એક ધાર્મિક અને આધ્યાત્મિક સ્થળ છે. માનસરોવરનું પવિત્ર તળાવ ભગવાન શિવ સાથે સંકળાયેલું છે. એવું માનવામાં આવે છે કે તેના કિનારે સ્નાન કરવાથી અને તેનું પાણી પીવાથી પાપોથી મુક્તિ મળે છે. માનસરોવર તળાવની નજીક સ્થિત કૈલાશ પર્વતને ભગવાન શિવ અને દેવી પાર્વતીનું નિવાસસ્થાન પણ માનવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.