ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / 146 વર્ષમાં સૌથી સુકો જૂન... 40 ટકા કરતા ઓછો વરસાદ, 5 કારણોને લીધે ચોમાસાએ આપ્યો દગો

Monsoon / 146 વર્ષમાં સૌથી સુકો જૂન... 40 ટકા કરતા ઓછો વરસાદ, 5 કારણોને લીધે ચોમાસાએ આપ્યો દગો

Published By: Ajitsinh Jadeja

Last Updated: 11:34 AM, 28 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Monsoon: જૂન 2026 ભારતમાં 146 વર્ષોમાં સૌથી સૂકો મહિનો રહ્યો છે. કેરળમાં ચોમાસું સમયસર પહોંચ્યું હતું પરંતુ 15 જૂન પછી રોકાઇ ગયું

ADVERTISEMENT

Monsoon: જૂન 2026 ભારતમાં 146 વર્ષોમાં સૌથી સૂકો મહિનો રહ્યો છે. કેરળમાં ચોમાસું સમયસર પહોંચ્યું હતું પરંતુ 15 જૂન પછી રોકાઇ ગયું, જેના કારણે સમગ્ર દેશમાં 40 ટકા અને મધ્ય ભારતમાં 60 ટકા વરસાદની કમી જોવા મળી. 23 જૂન પછી વરસાદમાં થોડો સુધારો થયો, પરંતુ આખા વર્ષ દરમિયાન વરસાદ સામાન્ય કરતાં ઓછો એટલે કે લગભગ 90 ટકા રહેવાની ધારણા છે.

ભારતમાં ચોમાસું આવી ગયું પરંતુ દેશના મોટા ભાગના ભાગો હજુ પણ વરસાદની રાહ જોઈ રહ્યા છે. જૂન 2026 વીતેલા 146 વર્ષોમાં સૌથી સૂકા મહિનામાંનો એક રહ્યો છે. ચોમાસું 4 જૂને કેરળમાં આવ્યું અને પછી દક્ષિણ, પૂર્વ અને ઉત્તરપૂર્વના મોટાભાગના ભાગોમાં પહોચ્યુ. જોકે 15 જૂન પછી તે અચાનક રોકાઇ ગયું હતું.

લગભગ બે અઠવાડિયા સુધી દેશના મોટા ભાગોમાં 40 ટકાથી ઓછા વરસાદની કમી જોવા મળી. મધ્ય ભારતમાં ખાધ 60 ટકાથી પણ વધુ હતી. હવે કેટલાક વિસ્તારોમાં વરસાદ પાછો ફર્યો છે, પરંતુ જૂન ખાધને પૂર્ણ કરવામાં સમય લાગશે.

હવામાન વિભાગના મતે, ચોમાસું રોકાઇ જવાનું એક કારણ નથી. આ વખતે પાંચ અલગ અલગ સિસ્ટમો વરસાદ સામે એકસાથે કામ કરી રહી હતી.

પહેલું કારણ નબળું એમજેઓ (મેડન જુલિયન ઓસિલેશન) છે. આ વાદળો અને તોફાનોનું એક મોટું મોજું છે જે દર 30 થી 60 દિવસે પૃથ્વીનું ચક્કર લગાવી ગોળ ફરે છે. જ્યારે તે હિંદ મહાસાગર ઉપર ફરે છે, ત્યારે વરસાદ તેજ થાય છે. જૂનમાં તે આગળ વધ્યું અને વરસાદની તીવ્રતા પણ તેની સાથે ચાલી ગઇ.

બીજું કારણ નબળું સોમાલી જેટ છે. આ એક પવન છે જે અરબી સમુદ્ર દ્વારા આફ્રિકાથી ભારતમાં ભેજ લાવે છે. આ વખતે આ પવન ખૂબ નબળો હતો.

ત્રીજું કારણ ઉત્તરપશ્ચિમ ભારત અને પશ્ચિમ એશિયાના રણમાંથી આવતી ગરમ, સૂકી હવા છે. આ પવન મધ્ય ભારત પર ઢાલ તરીકે કામ કર્યુ જેનાથી વાદળો વરસાદમાં ના બદલાઇ શક્યા.

ચોથું કારણ સામાન્ય હિંદ મહાસાગર દ્વિધ્રુવ છે. આ હિંદ મહાસાગરના બે ભાગો વચ્ચે તાપમાનનો તફાવત છે. આ વખતે તે સામાન્ય રહ્યું, જેના કારણે ચોમાસાને જરૂરી મદદ ના મળી.

પાંચમું કારણ બંગાળની ખાડીમાં ઓછા દબાણવાળી સિસ્ટમ્સનો અભાવ છે. આ સિસ્ટમ્સ દેશના આંતરિક ભાગમાં વરસાદ લાવે છે.

અલ નીનો વિશે પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. યુએસ એજન્સી એનઓએએએ જૂનના બીજા અઠવાડિયામાં અલ નીનો જાહેર કર્યો હતો. જોકે હવામાન વિભાગ કહે છે કે જૂનમાં કમીમાં તેની અસર ઓછી હતી. તેની મોટી અસર જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં જોવા મળી શકે છે.

VTV ADD

આ પણ વાંચોઃ નેશનલ / મકાન મળવામાં મોડું થાય તો ગ્રાહક કબજા બાદ પણ બિલ્ડર પાસેથી વળતર લઈ શકે-સુપ્રીમ કોર્ટ

23 જૂનથી વરસાદમાં સુધારો થયો છે. મુંબઈ અને મધ્ય ભારતના કેટલાક ભાગોમાં વરસાદ પાછો ફર્યો છે. જોકે હવામાન વિભાગનો અંદાજ છે કે આ વર્ષે કુલ વરસાદ સામાન્ય કરતાં ઓછો એટલે કે આશરે 90 ટકા હોઈ શકે છે. વૈજ્ઞાનિકો એ પણ ચિંતિત છે કે ગરમ થતી હવા વધુ પાણી જાળવી રાખવામાં ઓછી સક્ષમ છે. આનાથી લાંબા દુષ્કાળ પછી અચાનક ભારે વરસાદનું જોખમ વધી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Monsoon June 2026 Rains Rain

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ