બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગાંધીનગરના સમાચાર / કેન્દ્ર સરકારે ગુજરાતના 17 અધિકારીઓને IAS કેડરમાં નિયુક્તીને આપી મંજૂરી, હવે પોસ્ટિંગ

ગુજરાત / કેન્દ્ર સરકારે ગુજરાતના 17 અધિકારીઓને IAS કેડરમાં નિયુક્તીને આપી મંજૂરી, હવે પોસ્ટિંગ

Kalpesh Kandoria

Last Updated: 04:38 PM, 25 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના વહીવટી તંત્ર માટે મહત્વપૂર્ણ નિર્ણયરૂપે કેન્દ્ર સરકારે રાજ્ય વહીવટી સેવાના 17 અધિકારીઓને IAS કેડરમાં સામેલ કરવાની મંજૂરી આપી છે. વર્ષ 2025ની પસંદગી યાદી હેઠળ થયેલી આ નિમણૂકો બાદ તમામ અધિકારીઓને ટૂંક સમયમાં વિવિધ જગ્યાઓ પર પોસ્ટિંગ આપવામાં આવશે.

ગુજરાત રાજ્યની વહીવટી સેવાના કુલ 17 અધિકારીઓને ભારતીય વહીવહટી સેવામાં બઢતી આપવા બાબતે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે ગુજરાત કેડરના 17 અધિકારીઓની IASમાં નિમણૂંકને આપી મંજૂરી છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2025ની પસંદગી યાદી અંતર્ગત રાજ્ય વહીવટી સેવાના અધિકારીઓને નિમણૂંક આપવામાં આવેલી છે. નવી નિમણૂંક પામેલા અધિકારીઓને ટૂંક સમયમાં જ પોસ્ટિંગ અપાશે.

આ અધિકારીઓને અપાઈ નિમણૂંક

મળતી માહિતી મુજબ નિમણૂંક પામેલા અધિકારીઓમાં આરએન કુછરા, આરપી પટેલ, સીબી ગણાત્રા, સીએ ગાંધી, બીએન પટેલ, એમકે જોશી, એકે જોશી, કેએસ ઝાલા, વીકે જાદવ, ડીકે પટેલ, બીએચ પટેલ, આઈઆર વાળા, એમડી ચૂડાસમા, બીએસ પ્રજાપતિ, વીજી પટેલ, એકે વસતાણી અને પીબી રાઠોડનો સમાવેશ થાય છે.

IAS Nomination Sanctioned

નોટિફિકેશનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ નિયુક્તિઓ ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ કેટલીક વિશેષ નાગરિક અરજીઓના અંતિમ ચુકાદાઓને આધીન રહેશે. એટલે કે, સંબંધિત કેસોના પરિણામ બાદ જરૂરી હોય તો આગળની કાર્યવાહી થઇ શકે છે.

નિમણૂંક મેળવેલા તમામ અધિકારીઓ હાલ પ્રોબેશન પર રહેશે. આ ઉપરાંત તેમની સિનિયોરિટી અને એલોટમેન્ટ વર્ષ નક્કી કરવા માટે ગુજરાત સરકારને જરૂરી દસ્તાવેજો મોકલવા માટેની સૂચના આપવામાં આવેલી છે.

ઉપરોક્ત નિમણૂંક પામેલા તમામ અધિકારીઓને ટૂંક સમયમાં જ પોસ્ટિંક આપવામાં આવશે તેવા પણ અહેવાલ સામે આવી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat IAS Cadre IAS Appointment Gujarat Gujarat Administrative Service Officers
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ