ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / બે દિવસમાં 44 ગણો સબસ્ક્રાઇબ, 51 રૂપિયા ચાલી રહ્યો છે GMP

બિઝનેસ / બે દિવસમાં 44 ગણો સબસ્ક્રાઇબ, 51 રૂપિયા ચાલી રહ્યો છે GMP

Published By: Nirav Kumar

Last Updated: 11:12 PM, 24 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અદ્વિત જ્વેલ્સના IPOમાં હજુ પણ દાવ લાગવાનો મોકો છે. આ IPO બે દિવસમાં 44 ગણો સબસ્ક્રાઇબ થયો છે. આ IPO 25 જૂન સુધી સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્લો છે.

ADVERTISEMENT

અદ્વિત જ્વેલ્સના IPO ને પહેલા બે દિવસમાં જોરદાર પ્રતિસાદ મળ્યો છે. આ કંપનીનો IPO પહેલા બે દિવસમાં 44 ગણો સબસ્ક્રાઇબ થયો છે. અદ્વિત જ્વેલ્સના IPO પર દાવ લગાવવા માટે હજુ પણ સમય છે. કંપનીનો IPO 25 જૂન સુધી સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્લો છે. કંપનીના શેર ગ્રે માર્કેટમાં પણ સારું ફીડબેક મળી રહ્યું છે. અદ્વિત જ્વેલ્સના શેર ગ્રે માર્કેટમાં 51 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે. જેમાં આ કંપનીના IPOની સાઈઝ 165 કરોડ રૂપિયા છે.

અદ્વિત જ્વેલ્સના IPO ભાવ પ્રતિ શેર 138 રૂપિયા છે. જેમાં કંપનીના શેર ગ્રે માર્કેટમાં 51 રૂપિયાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. અત્યારે ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) ના આધારે, અદ્વિત જ્વેલ્સના શેર 189 રૂપિયા પર લિસ્ટ થઈ શકે છે. મતલબ કે અદ્વિત જ્વેલ્સ IPO માં ફાળવવામાં આવેલા શેર લિસ્ટિંગના દિવસે 36% થી વધુના વધારાની શક્યતા છે. કંપનીના શેર બુધવાર 1 જુલાઈ 2026 ના રોજ બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ થશે.

vtv hiring 2

પ્રથમ બે દિવસમાં એડ્વિટ જ્વેલ્સનો IPO 44.37 ગણો સબસ્ક્રાઇબ થયો છે. જેમાં રોકાણકારો 25 જૂન સુધી કંપનીના IPO પર પોતાનો દાવ લગાવી શકે છે. પહેલા બે દિવસમાં રિટેલ રોકાણકાર કેટેગરીમાં કંપનીના IPO ને 35.75 ગણું સબ્સ્ક્રિપ્શન મળ્યું છે. આ દરમિયાન નોન-ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર (NII) કેટેગરીને 121.48 ગણું સબ્સ્ક્રિપ્શન મળ્યું છે. એડ્વિટ જ્વેલ્સ IPO માં ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ (QIB) ક્વોટા 1.56 ગણો સબ્સ્ક્રાઇબ થયો છે.

કંપનીના IPO માં સામાન્ય રોકાણકારો ઓછામાં ઓછા 1 લોટ અને વધુમાં વધુ 14 લોટ માટે બોલી લગાવી શકે છે. IPO ના એક લોટમાં 100 શેર હોય છે. મતલબ કે સામાન્ય રોકાણકારોએ એક લોટ માટે 13,800 રૂપિયાનું રોકાણ કરવું પડશે.

વધુ વાંચો : ભારતીય શેરબજારમાં આવશે 20% નો મોટો કડાકો? દિગ્ગજ ઇન્વેસ્ટરની ડરામણી આગાહી

  • શું કરે છે કંપની ?

અદ્વિત જ્વેલ્સ 2019 માં લોન્ચ થઇ હતી. અદ્વિત જ્વેલ્સ જયપુર સ્થિત જ્વેલરી કંપની છે જે હાથથી બનાવેલા સુંદર દાગીનામાં એક્સપર્ટ છે. જેમાં આ કંપની રંભજો બ્રાન્ડ નામ હેઠળ કુંદન, પોલ્કી, હીરા અને સ્ટડેડ જ્વેલરી વેચે છે. કંપનીની પ્રોડક્ટ રેન્જમાં નેકલેસ, ઇયરિંગ્સ, વીંટી, બંગડીઓ અને કસ્ટમાઇઝ્ડ જ્વેલરીનો સમાવેશ થાય છે. અદ્વિત જ્વેલ્સ મુખ્યત્વે B2B મોડેલ પર કામ કરે છે, જે ડીલરો, શોરૂમ અને રિટેલર્સને તેના પ્રોડક્ટ પૂરા પાડે છે.આ સિવાય કંપની B2C ગ્રાહકોને સર્વિસ પણ આપે છે. નાણાકીય વર્ષ 2025 માં કંપનીના આવકમાં B2B સેગમેન્ટે 81.63% ફાળો આપ્યો હતો જ્યારે B2C સેગમેન્ટે કંપનીના આવકમાં 18.37% યોગદાન હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IPO Jewellery Company Advit Jewels

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ