ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / ભારતીય શેરબજારમાં આવશે 20% નો મોટો કડાકો? દિગ્ગજ ઇન્વેસ્ટરની ડરામણી આગાહી

બિઝનેસ / ભારતીય શેરબજારમાં આવશે 20% નો મોટો કડાકો? દિગ્ગજ ઇન્વેસ્ટરની ડરામણી આગાહી

Published By: Pravin Joshi

Last Updated: 06:45 PM, 23 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વના જાણીતા અને દિગ્ગજ રોકાણકાર તેમજ પ્રખ્યાત લેખક માર્ક ફેબરે ભારતીય શેરબજારને લઈને એક ચિંતાજનક આગાહી કરી છે. બિઝનેસ સ્ટાન્ડર્ડના અહેવાલ મુજબ, માર્ક ફેબરનું માનવું છે કે આગામી સમયમાં ભારતીય શેરબજારમાં 20% સુધીનો મોટો કડાકો જોવા મળી શકે છે.

ADVERTISEMENT

ભારતીય શેરબજાર અત્યારે તેના રેકોર્ડ સ્તરની આસપાસ ટ્રેડ કરી રહ્યું છે, પરંતુ આ તેજી વચ્ચે વૈશ્વિક બજારના એક ખૂબ જ મોટા ગજાના રોકાણકારની ભવિષ્યવાણીએ દલાલ સ્ટ્રીટમાં ખળભળાટ મચાવી દીધો છે. જાણીતા રોકાણકાર અને લેખક માર્ક ફેબરે જણાવ્યું છે કે ભારતીય શેરબજારમાં આવનારા દિવસોમાં 20% સુધીનો મોટો ઘટાડો જોવા મળી શકે છે. બજારમાં વેચવાલી અને ઘટાડાના સેન્ટિમેન્ટે એન્ટ્રી કરી લીધી છે. માર્ક ફેબરના મતે, આગામી ક્વાર્ટર્સમાં ભારતીય કંપનીઓની કમાણી આશા કરતાં ઓછી રહી શકે છે, જે બજારને નીચે ધકેલશે. વર્તમાન સમયમાં ભારતીય માર્કેટ ઘણું મોંઘું હોવાથી રોકાણકારો માટે નવી ખરીદીની શરૂઆત કરવાનો આ યોગ્ય સમય નથી.

Stock Market Crash

બાર્કલેઝ અને નુવામાના અહેવાલોએ વધારી ચિંતા

માર્ક ફેબરનો આ ચોંકાવનારો અભિપ્રાય એવા સમયે સામે આવ્યો છે જ્યારે વૈશ્વિક બ્રોકરેજ ફર્મ બાર્કલેઝે ગયા અઠવાડિયે જ પોતાના ગ્લોબલ રિપોર્ટમાં ભારતીય શેરબજારને રોકાણકારો દ્વારા 'સૌથી ઓછું પસંદ કરાતું માર્કેટ' ગણાવ્યું હતું. આ સાથે જ ડોમેસ્ટિક બ્રોકરેજ ફર્મ નુવામાએ પણ પોતાના રિપોર્ટમાં ભારતીય શેરબજારને અત્યંત મોંઘું ગણાવ્યું છે. નુવામાના રિપોર્ટ અનુસાર, દેશનું વર્તમાન માર્કેટ કેપ દેશના કુલ જીડીપી ના 130 ગણું થઈ ગયું છે, જ્યારે છેલ્લા 10 વર્ષની સરેરાશ પર નજર કરીએ તો તે જીડીપીના 100 ગણું હોવું જોઈએ. આ આંકડા દર્શાવે છે કે માર્કેટમાં અત્યારે ઓવર-વેલ્યુએશનની સ્થિતિ છે. જો કે, આ નકારાત્મક અહેવાલો વચ્ચે એ પણ યાદ રાખવું જરૂરી છે કે ભારતીય અર્થતંત્ર હજુ પણ વિશ્વની સૌથી ઝડપથી વિકસતી ઇકોનોમીમાંની એક છે.

Stock-Market

ગ્લોબલ લિક્વિડિટીની ધીમી રફતાર

માર્ક ફેબરે બજારના ટેકનિકલ પાસાઓ પર ચર્ચા કરતા જણાવ્યું કે, વર્તમાન પરિસ્થિતિમાં શેરબજારો સંપૂર્ણપણે વૈશ્વિક લિક્વિડિટી (Global Liquidity - બજારમાં નાણાંનો પ્રવાહ) પર નિર્ભર કરે છે. લિક્વિડિટી વધી તો રહી છે, પરંતુ તેની આગળ વધવાની ઝડપ ભૂતકાળની સરખામણીએ ઘણી ધીમી છે. તેઓ ઉમેરે છે કે, 'ઇન્વેસ્ટમેન્ટ બબલ (તેજીનો પરપોટો) કે મંદીના ગાળાને સામાન્ય રીતે ખરીદીની તક તરીકે જોવામાં આવે છે, પરંતુ આજકાલ માર્કેટમાં ખૂબ સસ્તા સ્ટોક શોધવા અત્યંત મુશ્કેલ બની ગયા છે.'

stock Market down

શું કહે છે ભારતીય અર્થતંત્રના વર્તમાન આંકડા?

જો આંકડાકીય વિશ્લેષણ કરવામાં આવે તો જાણવા મળે છે કે નિફ્ટીહાલમાં ફોરવર્ડ અર્નિંગ્સના 19 થી 19.5 ગણા ઊંચા વેલ્યુએશન પર ટ્રેડ કરી રહ્યો છે. કોરોના મહામારી પછી નિફ્ટીમાં આવું મોંઘું વેલ્યુએશન ક્યારેય જોવા મળ્યું નથી. બીજી તરફ, દેશની આર્થિક સ્થિતિ મજબૂત છે. સ્થાનિક અર્થતંત્રે છેલ્લા નાણાકીય વર્ષ દરમિયાન 7.7% ના દરે વૃદ્ધિ (Growth) હાંસલ કરી હતી. જ્યારે March Quarter (માર્ચ ક્વાર્ટર) દરમિયાન ભારતીય ઇકોનોમીનો ગ્રોથ રેટ 7.8% હતો, જે સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ની ધારણા કરતાં ઘણો વધારે હતો.

આ પણ વાંચો : અચાનક આગ લાગે ત્યારે બચવા શું કરવું? જાણો જીવ બચાવવાના મહત્વના ઉપાય

વિદેશી રોકાણકારોએ મોં ફેરવ્યું

ભારતીય બજાર મોંઘું થતાં જ વિદેશી સંસ્થાકીય રોકાણકારોનું બજારમાંથી મોહભંગ થઈ રહ્યો હોય તેવું સ્પષ્ટ દેખાય છે. ડિસેમ્બર 2024 થી અત્યાર સુધીમાં FII દ્વારા ભારતીય શેરબજારમાંથી કુલ 49 Billion ડૉલરની જંગી રકમ પાછી ખેંચી લેવામાં આવી છે. આ વર્ષના શરૂઆતના માત્ર 5 મહિનામાં જ વિદેશી રોકાણકારોએ જેટલી વેચવાલી કરી છે, તેટલી વેચવાલી આખા 2025 ના વર્ષ દરમિયાન થઈ હતી. એટલે કે FII ની પ્રોફિટ બુકિંગની રફતાર બહુ ઝડપથી વધી ગઈ છે, જે માર્ક ફેબરની 20% ના કડાકાની આશંકાને વધુ બળ પૂરું પાડે છે.

(નોંધ: આ અહેવાલમાં પ્રસ્તુત કરાયેલા વિચારો નિષ્ણાતોના અંગત અભિપ્રાયો પર આધારિત છે. આ માહિતીના આધારે શેરોની ખરીદી કે વેચાણ કરવાની કોઈ સીધી સલાહ આપવામાં આવતી નથી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

MarcFaber IndianEconomy StockMarketCrash

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ