બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / અચાનક આગ લાગે ત્યારે બચવા શું કરવું? જાણો જીવ બચાવવાના મહત્વના ઉપાય

Fire Safety Tips / અચાનક આગ લાગે ત્યારે બચવા શું કરવું? જાણો જીવ બચાવવાના મહત્વના ઉપાય

Ajitsinh Jadeja

Last Updated: 10:47 PM, 22 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Fire Incident : દેશમાં વસ્તી સાથે ખાસ કરીને શહેરોમાં બહુમાળી ઇમારતોની સંખ્યા પણ વધી રહી છે. છેલ્લા એક મહિનામાં દેશભરમાં ગરમી વધતા આગની ઘટનાઓમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે.

3 જુન 2026ના દિલ્હીના માલવીય નગર હોટલ આગ લાગી જેમાં 21 લોકોના મોત થયા હતા આ ઘટનાને લોકો હજુ ભુલ્યા નથી ત્યા આજે 22 જુન 2026ના લખનઉમાં એક બે માળની ઇમારતમાં આગ લાગી જેમાં 15 લોકોના જીવ ગયા છે. આખરે આ આગની ઘટનાઓ કેમ વધી રહી છે તેમજ આગ લાગે ત્યારે આપણે તાત્કાલીક બચાવ માટે શું કરવું જોઇએ તે અંગે જાણીશું.

didha_-_2026-06-03T165550.029.width-800

ઘટના 1

સ્થળઃ દિલ્હી માલવીય નગર હોટલમાં આગ

તારીખઃ 3 જુન 2026

દેશની રાજધાની દિલ્હીના વ્યસ્ત અને રહેણાંક વિસ્તાર ગણાતા માલવીય નગરમાંથી હૃદય હચમચાવી દેતી એક મોટી દુર્ઘટના સામે આવી હતી. અહીં આવેલી 'ફ્લોરિશ સ્ટે' હોટલમાં સવારે અચાનક ભયાનક આગ ફાટી નીકળી હતી. આ ભીષણ અગ્નિકાંડમાં 21 નિર્દોષ લોકોના કરૂણ મોત નીપજ્યા છે. આગથી બચવા માટે અનેક દેશી અને વિદેશી પ્રવાસીઓએ બારીઓ અને ચોથા માળેથી નીચે છલાંગ લગાવી હતી. આ ભયાનક આગ હોટલના બેઝમેન્ટમાં કાર્યરત એક રેસ્ટોરન્ટમાંથી શરૂ થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. એક વિદેશી મહિલાએ આગની જ્વાળાઓથી બચવા માટે રૂમમાં રહેલા કપડાંનો સહારો લીધો હતો અને નીચે ફેંકવામાં આવેલા ગાદલા પર કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો.

મોતનો આંકડો વધવાનું પ્રાથમિક કારણ

ફાયર બ્રિગેડનું મોડું આગમન

ઘટનાની માહિતી મળ્યાના આશરે 10 મિનિટ બાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ભારે જહેમત બાદ ફાયર ફાઈટર્સે હોટલના કાચ તોડીને અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવાનું ઓપરેશન શરૂ કર્યું હતું.

ધુમાડાને કારણે બેહોશ થઈ ગયેલા લોકોને રેસ્ક્યુ ટીમે ઓક્સિજન આપીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા હતા. પરંતુ 21 લોકોના મોતના પગલે સમગ્ર દિલ્હી સહિત દેશમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

Lucknow fire

ઘટના 2

સ્થળઃ લખનઉ, ઉત્તર પ્રદેશ

તારીખઃ 22 જુન 2026

સોમવારે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના અલીગંજના પુરાનિયા વિસ્તારમાં એક ઇમારતમાં ભીષણ આગ લાગતા શહેર હચમચી ગયું છે. આ દુ:ખદ અકસ્માતમાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયાની પુષ્ટિ થઈ છે, જેમાં ત્રણ મહિલાઓનો પણ સમાવેશ થાય છે. તમામ મૃતકોની ઉંમર 20 થી 24 વર્ષની વચ્ચે હોવાનું કહેવાય છે. આગ લાગતાની સાથે જ આખી ઇમારત થોડીવારમાં ધુમાડા અને આગની લપેટમાં આવી ગઈ હતી. આ દુ:ખદ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં લોકો દોરડા અને વાયરની મદદથી પોતાનો જીવ બચાવવા માટે બારીઓમાંથી નીચે ઉતરતા જોવા મળી રહ્યા છે. ધુમાડા વચ્ચે ચીસો અને રડવાનો માહોલ પણ જોવા મળ્યો હતો.

ગીચ વિસ્તાર, રેસ્ક્યુ ટીમ પાસે પુરતી સુવિધાનો અભાવ

ઉપરની આગની બંને ઘટનાઓ ચાલુ મહિનો એટલે કે જુન 2026ની છે. આગની બંને ઘટનામાં મૃત્યુઆંક વધવાનું પ્રાથમિક કારણ જોઇએ તો આગ ઓલવવા માટે ફાયર ટીમનું મોડુ પહોચવું અને ગીચ વિસ્તારને કારણે રેસ્ક્યુ ઓપરેશનમાં વધુ સમય લાગવો માની શકાય. બંને ઘટનાઓમાં ઇમારતોમાં આગ ઉપરના માળ સુધી પ્રસરી ગઇ હતી જેમાં ફસાયેલા લોકો જીવ બચાવવા જીવ જોખમમાં મુકી ઉપરથી કુદી પડતા હતા જેના પરથી લાગે છે કે રેસ્ક્યુ ટીમ પહોચી તો ગઇ પરંતુ તેમની પાસે ફસાયેલ લોકોને બચાવ માટે પુરતી સુવિધાનો અભાવ હશે.

આગ લાગે તો શું કરવું? કેવી રીતે બચવું

આગ લાગવાની ઘટના ઓચિંતી બનતી હોય છે તમે પણ આવી પરિસ્થિતિમાં ફસાઓ તો ગભરાવાને બદલે તમારે સુરક્ષિત રીતે બહાર નીકળવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

ઉપરની તરફ દોડવું નહીં

બિલ્ડિંગમાં આગ લાગી હોય તો ઉપરની માળ કે છત તરફ જવું નહીં. આગ અને ધુમાડો હંમેશા ઉપરની તરફ ફેલાય છે. જેના કારણે ઉપરના માળે શ્વાસ રૂંધાવાનો ખતરો વધે છે. શક્ય તેટલી ઝડપથી નીચેની તરફ આવીને બિલ્ડિંગની બહાર નીકળવા પ્રયાસ કરવો જોઇએ.

બારીઓ ખોલવી નહીં

ઘણા લોકો ધુમાડો બહાર કાઢવા માટે બારી ખોલે છે. પરંતુ બહારથી આવતી હવામાં ઓક્સિજનનું પ્રમાણ વધુ હોય છે. જે આગને વધુ ઝડપથી ફેલાવી શકે છે. બહાર નીકળવા માટે બારી કે દરવાજાનો ઉપયોગ કરી શકાય પરંતુ અનાવશ્યક રીતે બારીઓ ખોલવી નહીં.

શોર્ટ સર્કિટથી લાગેલી આગ પર પાણી ન નાખો

ઇલેક્ટ્રોનિક ઉપકરણ અથવા શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય તો તેને બુઝાવવા માટે પાણીનો ઉપયોગ કરવો નહીં. તેનાથી કરંટ લાગવાનો ખતરો વધી શકે છે. સૂકી માટીનો ઉપયોગ કરવો.

લિફ્ટનો ઉપયોગ ના કરશો

આગની સ્થિતિમાં ક્યારેય લિફ્ટનો ઉપયોગ કરવો નહીં. આગના કારણે વીજ પુરવઠો બંધ થઈ શકે છે અને તમે લિફ્ટમાં ફસાઈ શકો છો. બચવા માટે હંમેશા સીડીઓનો જ ઉપયોગ કરવો જોઈએ.

didha_-_2026-06-03T165510.690.width-800

ફાયર બ્રિગેડને જાણ કરો

ફાયર બ્રિગેડને જાણ કરો અને પરિવારના સભ્યોને સુરક્ષિત બહાર કાઢવાનો પ્રયાસ કરો. આગ બુઝાવવા માટે આગમાં અન્ય કોઈ વસ્તુ ન ફેંકો કારણ કે તે આગને તીવ્ર બનાવી શકે છે.

VTV ADD 02

ઘૂંટણીએ ચાલીને બહાર નીકળવું

ધુમાડો ભરાઈ ગયો હોય તો ઊભા રહીને ચાલવાની જગ્યાએ ઝૂકીને અથવા ઘૂંટણીએ ચાલીને બહાર નીકળવું. બહાર નીકળતી વખતે મોઢું અને નાક ભીના કપડાથી ઢાંકી લેવાં.

ધુમાડાથી બચો

ધુમાડાથી ઘેરાયેલા હોય ત્યારે તમારા નાક અને મોંને ભીના કપડાથી ઢાંકો.

કપડામાં આગ લાગે તો ભાગશો નહિં

જો તમારા કપડામાં આગ લાગે તો ગભરાઇને ભાગશો નહિ, તેનાથી આગ વધુ ભભુકી ઉઠશે. જમીન પર સુઇ જાઓ અને રોલ કરો આગને ધાબળો, કોટ અથવા ભારે કપડાથી ઢાંકીને તેને બુઝાઓ.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે vtvgujarati.com આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Accidents Lucknow fire incident Fire Safety
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ