બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / EV ખરીદશો તો RTO ટેક્સ નહીંઃ ગુજરાતની નવી EV પોલિસીમાં ડબલ સબસિડી

ગાંધીનગર / EV ખરીદશો તો RTO ટેક્સ નહીંઃ ગુજરાતની નવી EV પોલિસીમાં ડબલ સબસિડી

Priykant Shrimali

Last Updated: 02:03 PM, 20 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat EV Policy : નવી પોલિસી હેઠળ ઇલેક્ટ્રિક વાહનો ખરીદનારા ગ્રાહકોને વધુ આકર્ષક લાભો આપવાની યોજના

Gujarat EV Policy : પશ્ચિમ એશિયાના સંકટ બાદ ઇંધણ પરની નિર્ભરતા અંગે વધેલી ચિંતાઓ વચ્ચે ગુજરાત સરકાર રાજ્યમાં સ્વચ્છ પરિવહનને વેગ આપવા નવી અને વ્યાપક ઇલેક્ટ્રિક વ્હીકલ (ઈવી) પોલિસી લાવવાની તૈયારીમાં છે. સરકાર દ્વારા વિવિધ હિતધારકો સાથે ચર્ચા શરૂ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં નવી પોલિસીનો ડ્રાફ્ટ તૈયાર થવાની શક્યતા છે.

સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ નવી પોલિસીનું મુખ્ય ફોકસ ત્રણ મુદ્દાઓ પર રહેશે-ઈવી વેચાણમાં વધારો, ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું વિસ્તરણ અને ઈવી તેમજ બેટરી ઉત્પાદનને પ્રોત્સાહન. નવી પોલિસી હેઠળ ઇલેક્ટ્રિક વાહનો ખરીદનારા ગ્રાહકોને વધુ આકર્ષક લાભો આપવાની યોજના છે. હાલમાં પેટ્રોલ-ડીઝલ વાહનો પર છ ટકા આરટીઓ ટેક્સ વસૂલાય છે, જ્યારે ઈવી પર માત્ર એક ટકા ટેક્સ છે. સરકાર ઈ‍વી પરનો આરટીઓ ટેક્સ સંપૂર્ણપણે શૂન્ય કરવાની વિચારણા કરી રહી છે. ઉપરાંત ઈવી ખરીદી પર મળતી સબસિડી બમણી કરવાની અને હાલ મર્યાદિત કેટેગરીના બદલે તમામ પ્રકારનાં વાહનો માટે તેનો લાભ વિસ્તૃત કરવાની દરખાસ્ત છે.

ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (પીપીપી) મોડલ અપનાવવાની યોજના છે. ચાર્જિંગ સ્ટેશન સંચાલકોને વીજળી સબસિડી સહિતનાં પ્રોત્સાહનો આપવામાં આવી શકે છે, સાથે જ જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સ (જીડીસીઆર)માં ફેરફાર કરીને તમામ ઇમારતોમાં ઈવી ચાર્જિંગ સુવિધા ફરજિયાત બનાવવાનો પણ વિચાર ચાલી રહ્યો છે.

પોલિસીમાં ઈવી અને બેટરી મેન્યુફેક્ચરિંગ માટે વિશેષ પ્રોત્સાહનોનો પણ સમાવેશ થવાની શક્યતા છે. રોકાણ આકર્ષવા માટે સરકાર ઉદ્યોગજગત સાથે ચર્ચા કરી રહી છે. નવી ઔદ્યોગિક નીતિમાં ઈવી અને બેટરી ઉત્પાદનને ‘થ્રસ્ટ સેક્ટર’નો દરજ્જો આપવામાં આવ્યો હોવાથી આ ક્ષેત્રને વધારાના લાભો મળવાની સંભાવના છે.

આ પણ વાંચો : સંરક્ષણ ક્ષેત્રમાં નવીનતા અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા સરકારની ઉચ્ચ સ્તરીય પરિષદ

સૂત્રોના જણાવ્યા મુજબ દિલ્હી સરકારની તર્જ પર 2028 પછી પેટ્રોલ અને ડીઝલ વાહનોના વેચાણ પર નિયંત્રણ લાદવા જેવા નિયમનકારી વિકલ્પો પર પણ વિચારણા થઈ રહી છે. સરકાર પોતાના વાહન કાફલાનું પણ તબક્કાવાર વીજળીકરણ કરશે. જાહેર પરિવહન અને સરકારી માલિકીનાં વાહનોને ધીમે ધીમે ઈવીમાં રૂપાંતરિત કરવામાં આવશે, જ્યારે સરકારી વિભાગો દ્વારા ભવિષ્યમાં ખરીદવામાં આવતાં નવાં વાહનો ઇલેક્ટ્રિક જ હશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat EV Policy EV Subsidy Electric Vehicle
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ