બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / RE-NEET પરીક્ષાને લઈ અમદાવાદ પોલીસ એક્શનમાં, ડ્રોન દ્વારા કેન્દ્રો પર બાજ નજર

તૈયારી / RE-NEET પરીક્ષાને લઈ અમદાવાદ પોલીસ એક્શનમાં, ડ્રોન દ્વારા કેન્દ્રો પર બાજ નજર

Ajitsinh Jadeja

Last Updated: 02:46 PM, 20 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: આવતીકાલે 21મી જૂને દેશભરમાં નીટની રી-એકઝામ લેવાઈ રહી છે. ગુજરાતના 79 હજાર વિદ્યાર્થી સહિત દેશમાં 22 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે.

Ahmedabad News: આવતીકાલે 21મી જૂને દેશભરમાં નીટની રી-એકઝામ લેવાઈ રહી છે. ગુજરાતના 79 હજાર વિદ્યાર્થી સહિત દેશમાં 22 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે.

નીટની રી-એકઝામને લઈ અમદાવાદ પોલીસ તંત્ર એક્શનમાં જોવા મળી રહ્યું છે. અમદાવાદના 23 કેન્દ્રો પર 10445 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. 23 સેન્ટર આસપાસ વિસ્તારનું પોલીસ કંટ્રોલ રૂમથી લાઈવ મોનિટરિંગ થશે.પેપરને સેન્ટર પર પહોંચાડવા એસ્કોર્ટ અને પોલીસ બંદોબસ્ત અપાશે. NTAની ગાઈડલાઈન મુજબનો બંદોબસ્ત આપવામાં આવશે. 8 ડ્રોન દ્વારા કેન્દ્રો બહાર બાજ નજર રાખવામાં આવશે.

મૂવિંગ નિર્ભયાના CCTVનો કેન્દ્ર બહાર ઉપયોગ થશે. 6 DCP, 15 PI સહિતના સ્ટાફ ખડેપગે રહેશે. અમદાવાદના 15 પોલીસ સ્ટેશન અને 14 ટ્રાફિક પોલીસ સ્ટેશનનો સ્ટાફ તૈનાત કરાયો છે.

દેશભરમાં 21 જૂન આવતીકાલે NEET-UG રી-એકઝામ યોજાવાની છે. અગાઉ પરીક્ષાનું પેપર લીક થયા બાદ પરીક્ષા રદ કરી બીજી વખત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદના 23 જેટલા સેન્ટર પર 10 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. આ વખતની પરીક્ષામાં કોઇ ગડબડ ના થાય અને વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે તે માટે તંત્ર એક્શનમાં જોવા મળી રહ્યુ છે.

VTV ADD

આ પણ વાંચોઃ સિલિન્ડરનું સત્ય / અમદાવાદમાં બેરોકટોક ચાલે છે ગેસ ચોરીનું કૌભાંડ!, બંધ દરવાજા પાછળ રમાય છે ખેલ

પોલીસ કંટ્રોલ રૂમમાંથી સેન્ટરની આસપાસના સીસીટીવીથી પર નજર રાખવામાં આવશે. અમદાવાદ શહેરની ક્રાઈમ બ્રાન્ચ ડ્રોન દ્વારા પરીક્ષા કેન્દ્રોની આસપાસ દેખરેખ રાખવામાં આવશે. તેમજ સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મોનિટરિંગ કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Exam NEET Ahmedabad Police
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ