બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / દેશનો પ્રથમ સિંહ અંડરપાસ તૈયાર, રાજુલા-પીપાવાવ રેલમાર્ગ પર સિંહોની સુરક્ષા માટે વિશેષ પહેલ
Last Updated: 03:57 PM, 20 June 2026
અમરેલી જિલ્લામાં ગીર અને તેની આસપાસના વિસ્તારોમાં વસવાટ કરતા એશિયાટિક સિંહોની સુરક્ષા માટે રેલવે વિભાગ દ્વારા એક ઐતિહાસિક પગલું ભરવામાં આવ્યું છે. અગાઉ રાજુલા, કુંડલા, પીપાવાવ સહિતના વિસ્તારોમાં ટ્રેન નીચે કપાઈ જવાથી અનેક સિંહોના મોતની ઘટનાઓ સામે આવી હતી. આ દુઃખદ ઘટનાઓ બાદ વન વિભાગ અને રેલવે તંત્ર દ્વારા ગંભીરતાથી વિચારણા હાથ ધરાઈ હતી, જેના પરિણામે દેશનો પ્રથમ વિશેષ "સિંહ અંડરપાસ" તૈયાર કરવામાં આવ્યા છે પીપાવાવથી લઇ ઢસા સુધી કુલ પાંચ અંડર પાસ હાલ ત્યાર છે
ADVERTISEMENT
હર્ષ રાઠોડ, વાઈલ્ડ લાઈફ એક્ટિવસ્ટ, અમરેલી
રેલવે ટ્રેક પર સિંહોની કપાવાની જે ઘટના બનતી હતી તેના માટે સરકાર જાગી તો જાગી પણ થોડી મોડી જાગી. સરકારે જે પાંચ સિંહ અંડરપાસો મંજૂર કરીને બનાવ્યા તે ખૂબ પ્રશંસનીય બાબત છે.
ADVERTISEMENT
ગીર અને બૃહદ ગીર વિસ્તાર વિશ્વમાં એશિયાટિક સિંહોનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન માનવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સિંહોની સંખ્યામાં વધારો થવા સાથે તેઓ જંગલની બહારના વિસ્તારોમાં પણ સતત અવરજવર કરતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને રાજુલા, સાવરકુંડલા વીજપડી લીલીયા અને પીપાવાવ વિસ્તાર સિંહોના મહત્વપૂર્ણ વસવાટ વિસ્તાર તરીકે ઉભરી આવ્યા છે.
પીપાવાવ પોર્ટથી ચેક ઢસા સુધીના રેલવે ટ્રેક નજીક સિંહોની અવરજવર વધુ રહેતી હોવાથી ટ્રેન અકસ્માતનું જોખમ સતત રહેતું હતું. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળે રાજ્ય સરકાર અને વન વિભાગના સંકલનથી ઢસા-રાજુલા અને રાજુલા-પીપાવાવ રેલખંડના સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ અંડરપાસ બનાવવાની યોજના શરૂ કરી હતી.
ADVERTISEMENT
કુલ પાંચ સંવેદનશીલ સ્થળોની ઓળખ કરવામાં આવી હતી, જેમાંથી બે સ્થળોએ અંડરપાસનું નિર્માણ પૂર્ણ થઈ ચૂક્યું છે જ્યારે બાકીના ત્રણ સ્થળોએ કામગીરી પ્રગતિ હેઠળ પૂર્ણ થવામાં છે લગભગ રૂ. 9.42 કરોડના ખર્ચે અમલમાં મુકાયેલા આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ સિંહો સહિત અન્ય વન્યજીવોને સુરક્ષિત રીતે અવરજવર માટે માર્ગ પૂરો પાડવાનો છે. આ અંડરપાસ દ્વારા સિંહ, દીપડો, નીલગાય, ચીતલ અને અન્ય જંગલી પ્રાણીઓ રેલવે ટ્રેકની નીચેથી પસાર થઈ શકશે, જેથી ટ્રેક પર આવવાની સંભાવનાઓમાં ઘટાડો થશે.
પ્રિયંક પાંધી, સ્થાનિક રહેવાસી
ADVERTISEMENT
બોરાળા, જીરા, મેરિયાણા, પીપાવાવમાં અનેક વખત સિંહ કપાયા હોવાની અને અકસ્માત થયો હોવાની ઘટના બની છે. તેના કારણે સિંહનો સ્વભાવ પણ બદલાય છે અને સિંહ ઉગ્ર બનવાની શક્યતા વધી જતી હોય છે. પર્યાવરણ પ્રેમી તરીકે અમે લોકોએ સરકારને ઘણી વખત રજૂઆત કરેલી હતી, માંડ માંડ સરકાર અત્યારે જાગી અને વન વિભાગ અને રેલવે વિભાગ બંને મળીને અત્યારે પીપાવાવથી લઈ ઢસા સુધીમાં પાંચ અંડરપાસ બનાવ્યા છે જેના કારણે અકસ્માત થવાની ઘટના ઘટશે અને સિંહોને જંગલમાં અવર-જવર કરવું સરળ રહેશે.
વન્યજીવ નિષ્ણાતોના મતે આ પહેલ માત્ર સિંહોની સુરક્ષા પૂરતી મર્યાદિત નથી, પરંતુ પર્યાવરણ સંરક્ષણ અને વિકાસ વચ્ચે સંતુલન જાળવવાનો પણ એક મહત્વપૂર્ણ પ્રયાસ છે. ગીર વિસ્તારમાં વધતા વન્યજીવ સંચરણને ધ્યાનમાં રાખીને હાથ ધરાયેલી આ યોજના આગામી સમયમાં દેશના અન્ય વન્યજીવ વિસ્તારો માટે પણ પ્રેરણારૂપ બની શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.