બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ઈડરમાં પ્રેમી યુગલનું પહેલાં કર્યું અપહરણ, પછી આપી તાલીબાની સજા

સાબરકાંઠા / ઈડરમાં પ્રેમી યુગલનું પહેલાં કર્યું અપહરણ, પછી આપી તાલીબાની સજા

Kalpesh Kandoria

Last Updated: 03:08 PM, 20 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાબરકાંઠાના ઈડરમાં પ્રેમ સંબંધને લઈને ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રેમી યુગલનું અપહરણ કરી તેને તાલીબાની સજા આપવામાં આવી હતી.

સાબરકાંઠાના ઈડર તાલુકામાં પ્રેમ સંબંધને લઈને એક ગંભીર ઘટનાઆવી છે. પ્રેમી યુગલનું અપહરણ કરીને તેમને કથિત રીતે તાલીબાની સજા આપવામાં આવી હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

મળતી માહિતી મુજબ, ઈડરની એક ખાનગી હોસ્પિટલમાંથી આશરે સાત જેટલા લોકો દ્વારા પ્રેમી યુગલનું અપહરણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ચપ્પુની અણીએ બંનેને વડગામ વિસ્તાર તરફ લઈ જવાયા હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે.

આરોપ મુજબ, વડગામ વિસ્તારમાં લઈ જઈ યુવકને દોરડાથી બાંધીને ઢોર માર મારવામાં આવ્યો હતો. એટલું જ નહીં, યુવકના માથાના વાળ ઉતારી તેને ટાલ કરવામાં આવી હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. ઉપરાંત, કેળના મૂળનો રસ પીવડાવી યુવકને બળજબરીપૂર્વક પીવડાવવામાં આવ્યો હતો. આ કૃત્ય દ્વારા યુવકને નપુંસક બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો- અમદાવાદમાં બેરોકટોક ચાલે છે ગેસ ચોરીનું કૌભાંડ!, બંધ દરવાજા પાછળ રમાય છે ખેલ

પ્રાથમિક વિગતો અનુસાર, યુવકે પોતાના જ સમાજની યુવતી સાથે મૈત્રી કરાર કર્યા બાદ આશરે નવ લોકો દ્વારા તેને અને યુવતીને ત્રાસ આપવામાં આવ્યો હોવાના આક્ષેપ છે. સમગ્ર ઘટનાને લઈને પીડિત યુવકે સાબરકાંઠાના પોલીસ અધિક્ષક (એસપી) તેમજ ઈડર પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી કાર્યવાહી કરવાની માંગ કરી છે.

બીજી તરફ, ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મામલો વધુ ચર્ચામાં આવ્યો છે. જોકે, આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Idar Kidnapping Case Love Couple Assault Case Sabarkantha News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ