બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ચા પીધા બાદ ફેંકી દો છો તેની પત્તી? આ રીતે યુઝ કરવાથી ચમકશે ઘર

લાઈફસ્ટાઈલ / ચા પીધા બાદ ફેંકી દો છો તેની પત્તી? આ રીતે યુઝ કરવાથી ચમકશે ઘર

Nirav Kumar

Last Updated: 08:57 PM, 17 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આપણે બધા ચા પીધા બાદ ચાની પત્તીને વિચાર્યા વગર ફેંકી દઈએ છીએ. પણ શું તમે જાણો છો કે, આ વધેલી ચાની પત્તી ક્લીનીંગ એજન્ટ અને કન્ડિશનર તરીકે કામ કરી શકે છે.

સવારમાં લગભગ દરેક વ્યક્તિ ચા પીવે છે. પરંતુ ચાનો આનંદ માણ્યા બાદ સૌથી સામાન્ય કચરો બચેલ ચાની પત્તીને મોટાભાગના લોકો વિચાર્યા વગર ફેંકી દે છે. પણ આ યુઝ થયેલી ચાની પત્તીમાં ઘણા કુદરતી ગુણધર્મો અને એન્ટીઑકિસડન્ટો હોય છે જે શાનદાર ક્લીનીંગ એજન્ટ અને કન્ડિશનર તરીકે કામ કરે છે. જેમાં મોંઘા કેમિકલવાળા ક્લીનર્સ પર પૈસા ખર્ચવાને બદલે તમે તમારા કાચ, લાકડાના ફર્નિચર અને ગંદા વાસણોને નવા જેવા ચમકાવવા માટે બચેલી ચાની પત્તીનો ઉપયોગ કરી શકો છો.

  • છોડ માટે બચેલ ચાની પત્તીનો ઉપયોગ

ચાની પત્તી નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમથી ભરપૂર હોય છે, જે તેમને છોડ, ખાસ કરીને ગુલાબ, મની પ્લાન્ટ અને તુલસી માટે શાનદાર ખાતર બનાવે છે. ધોયેલા અને સૂકા ચાની પત્તી સીધા તમારા છોડની આસપાસની જમીનમાં ભેળવી દો. જેનાથી છોડ ફૂલોથી ખીલવા લાગશે.

  • અરીસા અને કાચના વાસણો ચમકાવો

બચેલા ચાની પત્તીને થોડા પાણીમાં ફરીથી ઉકાળો. આ પાણીને ગાળી લો અને તેને સ્પ્રે બોટલમાં ભરો. બારીના કાચ, ડ્રેસિંગ ટેબલના અરીસા કે ક્રોકરી સાફ કરવા માટે તેનો ઉપયોગ કરો. તેનાથી બધું કાચની જેમ ચમકશે.

hiring vtv 1
  • લાકડાના ફર્નિચરને પોલિશમાં મદદ

બાફેલી ચાની પત્તીનું પાણી હૂંફાળું રાખો અને તેમાં સ્વચ્છ સુતરાઉ કાપડ પલાળી રાખો. લાકડાના ટેબલ, સોફા અથવા કબાટ સાફ કરો. આ ઝાંખા લાકડાને ચમકદાર, ફ્રેશ લુક આપે છે.

  • સિંક અને કન્ટેનર

સિંક અને કન્ટેનરમાંથી નોનવેજ, ડુંગળી કે લસણના વાસણોમાંથી ગંધ દૂર કરવા માટે, વધેલ ચાની પત્તીને પાણીમાં ઘસો, 2 મિનિટ માટે છોડી દો, પછી ખંગાળી દો. તેનાથી ગંધ દુર થઈ જશે.

  • માખીઓ અને મચ્છરોને ભગાડો

જો તમારા ઘરમાં માખીઓ અને મચ્છરો હોય તો થોડી ધોયેલી અને સૂકવેલી ચાની પત્તીને બાળી નાખો અને ધુમાડો આખા ઘરમાં ફેલાવો. તેની ગંધ તરત જ જંતુઓ દૂર કરશે.

વધુ વાંચો : આ 5 આદતો બદલી દેશે સ્કિનનો કલર, ક્લીન અને શાનદાર ત્વચા માટે અપનાવો

ઉલ્લેખનીય છે કે, બચેલા ચાની પત્તીનો ઉપયોગ કરતા પહેલા તેને 2-3 વખત પાણીથી સારી રીતે ખંગાળી દો. જેથી દૂધ અને ખાંડનો અંશ ન રહે. જો તેમાં સુગર રહી જાય તો ખાંડના લીધે કીડીઓ આવી શકે છે.આથી તેને ધોયા બાદ સૂકવી દો પછી ઉપયોગ કરો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mosquitoes Cleaning Agent Tea Leaves
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ