બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / એર ઇન્ડિયાએ કાઢ્યો સસ્તી ટિકિટનો ફોર્મ્યુલા, પેસેન્જરને મળશે નવો ઓપ્શન

બિઝનેસ / એર ઇન્ડિયાએ કાઢ્યો સસ્તી ટિકિટનો ફોર્મ્યુલા, પેસેન્જરને મળશે નવો ઓપ્શન

Nirav Kumar

Last Updated: 10:59 PM, 16 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવે એર ઇન્ડિયાએ સસ્તી મુસાફરી આપવા માટે બેઝિક ફેર શરુ કર્યું છે. જેમાં તે તે પસંદગીના ડોમેસ્ટિક રૂટ પર પાયલોટ પ્રોજેક્ટ રીતે શરૂ કરવામાં આવ્યો છે. ચાલો તેના વિષે જાણીએ.

એર ઇન્ડિયાએ મુસાફરોને વધુ પસંદગી અને સસ્તી મુસાફરી આપવા માટે એક નવું "બેઝિક ફેર" શરૂ કર્યું છે. આ ભાડું એવા મુસાફરો માટે છે જેઓ ઓછા ખર્ચે મુસાફરી કરવા માંગે છે અને વધારાની સુવિધાઓ માટે પેમેન્ટ કરવા માંગતા નથી. એર ઇન્ડિયાએ 2024 માં તેની વેલ્યુ, ક્લાસિક અને ફ્લેક્સ ફેર કેટેગરી શરૂ કરી હતી. જેમાં હવે બેઝિક ફેર ઉમેરવામાં આવ્યો છે. તે પસંદગીના ડોમેસ્ટિક રૂટ પર પાયલોટ પ્રોજેક્ટ રીતે શરૂ કરવામાં આવ્યો છે.

  • કઈ સુવિધાઓ ઉપલબ્ધ મળશે?

આ નવી સુવિધામાં કંપનીએ મુસાફરોને વધુ સસ્તો ઓપ્શન આપ્યો છે. આ ભાડું માત્ર ઇકોનોમી ક્લાસ માટે ઉપલબ્ધ રહેશે અને મુસાફરોને 15 કિલો ચેક-ઇન સામાન અને 7 કિલો કેબિન સામાનની પરમીશન મળશે. મુસાફરી દરમિયાન ચા અને કોફી જેવા ડ્રીંક ફ્રીમાં રહેશે પરંતુ તેમાં ભોજનનો સમાવેશ કરવામાં આવશે નહીં. આ બેઝિક ભાડું સંપૂર્ણપણે ઓપ્શનલ છે.

  • 24-કલાક મળશે સુવિધા

જે મુસાફરો ભોજન અને બીજી સુવિધાઓ સાથે મુસાફરી કરવા માંગે છે તેઓ પહેલાની જેમ વેલ્યુ, ક્લાસિક કે ફ્લેક્સ ફેર પસંદ કરી શકે છે. આ કેટેગરીમાં ફ્રી ભોજન અને બીજી વધારાની સુવિધાઓ ઉપલબ્ધ થશે. પણ બેઝીક ફેર પર મુસાફરી કરતા મુસાફરોને ડિપાર્ચરના 24 કલાક પહેલા સુધી ખોરાક ખરીદવાનો ઓપ્શન મળશે. જેમાં શાકાહારી, માંસાહારી, જૈન અને ડાયાબિટીસ ભોજનના ઓપ્શનનો સમાવેશ થશે.

vtv hiring 2

જો સમયપત્રકમાં ફેરફાર થાય છે કે બીજી ફ્લાઇટમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવે તો પહેલાથી ખરીદેલ ભોજન ઓટોમેટીક રીતે નવી ફ્લાઇટમાં ટ્રાન્સફર થઈ જશે. જો કોઈ કારણોસર ઉપલબ્ધ ન હોય તો સંપૂર્ણ રિફંડ આપવામાં આવશે. હાલમાં આ નવું ભાડું માત્ર એર ઇન્ડિયાની વેબસાઇટ, મોબાઇલ એપ્લિકેશન, કોલ સેન્ટર અને એરપોર્ટ ટિકિટિંગ ઓફિસ દ્વારા જ બુક કરી શકાય છે. જેમાં કંપની પાયલોટ પ્રોજેક્ટ દરમિયાન મુસાફરોના ફીડબેકની સ્ટડી કરશે અને તેના આધારે ભવિષ્યમાં બીજા રૂટ પર તેને લાગુ કરવાનો નિર્ણય લેશે.

  • હબ-એન્ડ-સ્પોક મોડેલની શરૂઆત

તાજેતરમાં એર ઇન્ડિયાએ કેન્દ્ર સરકારના 'હબ-એન્ડ-સ્પોક' મોડેલ હેઠળ તેની ફ્લાઇટ્સ માટે બુકિંગ શરૂ કર્યું હતું. આ મોડેલમાં પ્રથમ ફ્લાઇટ સર્વિસ 25 જૂને વારાણસીથી શરૂ થશે. હબ-એન્ડ-સ્પોક મોડેલમાં વારાણસી જેવા મીડીયમ સાઈઝના "સ્પોક" શહેરો દિલ્હી જેવા મોટા "હબ" એરપોર્ટ સાથે જોડાયેલા છે જેનાથી મુસાફરો એર ઇન્ડિયાના મોટા ગ્લોબલ નેટવર્કને ઍક્સેસ કરી શકે છે.

વધુ વાંચો : લોનની લોભામણી ઓફરોમાં ફસાઈ ગયા છો? ચિંતા ન કરતા, જાણો RBIનો નવો નિયમ

એર ઇન્ડિયાના જણાવ્યા મુજબ, "ઇઝી કનેક્ટ" ફ્લાઇટ્સ તરીકે શરૂ કરાયેલી આ સર્વિસ મુસાફરોને મુખ્ય હબથી દૂર નાના શહેરોમાંથી પણ મૂળ એરપોર્ટ પર તેમનો સામાન ભેગો કરવા અને ઇમિગ્રેશન પૂરૂ કરવાની પરમિશન આપે છે જેનાથી તેઓ વિશ્વભરમાં સરળતાથી મુસાફરી કરી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Flex Fare Categories Basic Fare Air India
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ