બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:12 PM, 16 June 2026
અમેરિકા-ઈરાન ડીલ બાદ ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થયો છે. જેના કારણે શેર માર્કેટમાં પણ તેજી જોવા મળી છે. જોકે કોમોડિટી માર્કેટ અને બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. જેમાં મલ્ટિ-કોમોડિટી માર્કેટમાં 5 ઓગસ્ટના વાયદાના ભાવ લગભગ 200 રૂપિયા ઘટીને 1,52,740 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યા છે. 3 જુલાઈના વાયદાના ચાંદીના ભાવ 2200 રૂપિયા ઘટીને 2,49,330 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહ્યા છે.
ADVERTISEMENT
બુલિયન માર્કેટમાં પણ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. જેમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 550 રૂપિયા ઘટીને 1.50 લાખ રૂપિયા થયો છે. 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 500 રૂપિયા ઘટીને 1.37 લાખ રૂપિયા થયો છે. જેમાં 18 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 400 રૂપિયા ઘટીને 1.12 લાખ રૂપિયા થયો છે. તો ચાંદી પ્રતિ કિલો 4400 રૂપિયા ઘટીને 2.47 લાખ રૂપિયા થઈ ગયું. સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નીચે મુજબના કારણોસર થયો છે.

ADVERTISEMENT
યુએસ અને ઈરાન વચ્ચે શાંતિ કરાર બાદ રોકાણકારો સેફ હેવન ગણાતા સોના અને ચાંદીમાંથી પૈસા પાછા ખેંચી રહ્યા છે અને શેર માર્કેટ અને બીજા માર્કેટમાં રોકાણ કરી રહ્યા છે. આનાથી પ્રોફિટ બુકિંગ થઈ રહ્યું છે.
ADVERTISEMENT
માર્કેટ યુએસ સેન્ટ્રલ બેંકની નાણાકીય નીતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે. જો ફેડ જણાવે કે તે લાંબા સમય સુધી વ્યાજ દર ઊંચા રાખશે, તો સોના અને ચાંદી પર દબાણ વધી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
જ્યારે યુએસ ડોલર મજબૂત થાય છે અને બોન્ડ યીલ્ડ વધે છે ત્યારે સોના અને ચાંદી જેવા વ્યાજ વગરના રોકાણો ઓછા આકર્ષક બને છે. તેનાથી તેમના ભાવ પર દબાણ આવે છે.
ADVERTISEMENT
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.