બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / રેખા ઝુનઝુનવાલાના રોકાણવાળો આ સ્ટોક 52 વીક હાઈ પર પહોંચ્યો, શેરમાં 7 ટકાની તેજી

બિઝનેસ / રેખા ઝુનઝુનવાલાના રોકાણવાળો આ સ્ટોક 52 વીક હાઈ પર પહોંચ્યો, શેરમાં 7 ટકાની તેજી

Nirav Kumar

Last Updated: 04:39 PM, 16 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

VA Tech Wabag Ltdના શેરમાં આજે મોટો ઉછાળો આવ્યો છે. રેખા ઝુનઝુનવાલા દ્વારા રોકાણ ધરાવતી આ કંપનીએ વિદેશમાં એક નવો પ્રોજેક્ટ સિક્યોર કર્યો છે.

રેખા ઝુનઝુનવાલાના રોકાણ હેઠળની કંપની VA Tech Wabag Ltdના શેરમાં આજે ઉછાળો જોવા મળ્યો છે. આ કંપનીના શેરના ભાવમાં 7 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે. જેમાં કંપનીએ વિદેશમાં એક નવો પ્રોજેક્ટ સિક્યોર કર્યો છે, જેના કારણે શેરના ભાવમાં તેજી આવી છે.

  • 52 અઠવાડિયાના હાઈ લેવલે

મંગળવારે BSE પર VA Tech Wabag Ltdના શેર 1648.60 રૂપિયા પર ખુલ્યા હતા. દિવસ દરમિયાન કંપનીના શેરનો ભાવ 7 ટકાથી વધુ વધીને 1754.10 રૂપિયા પર પહોંચ્યો હતો. આ કંપનીનો 52 અઠવાડિયાનો ઉચ્ચતમ સ્તર છે. તેનો 52 અઠવાડિયાનો લો રેટ 1033.95 રૂપિયા છે.

  • શું કરે છે કંપની ?

આ કંપની પીવાના પાણીનું પ્યોરિફિકેશન, ગંદા પાણીની પ્યોરિફિકેશન, રિસાયક્લિંગ અને રિયુઝ અને ઇન્ડસ્ટ્રીયલ વૉટર પ્યોરિફિકેશનમાં એક્સપર્ટ છે. કંપનીએ આ ક્ષેત્રમાં 1500 થી વધુ પ્રોજેક્ટ પૂરા કર્યા છે. VA Tech Wabag Ltd છેલ્લા 25 વર્ષથી આ ક્ષેત્રમાં કાર્યરત છે. કંપની હાલમાં 25 થી વધુ દેશોમાં પણ હાજરી ધરાવે છે.

vtv hiring

VA Tech Wabag Ltdએ 9 જૂન 2026 ના રોજ જાહેરાત કરી કે તેને UAE માં અજમાન સીવેજ બાયોરિફાઇનરી પ્લાન્ટના ફેઝ 3 ની ડિઝાઇન અને બાંધકામ સુરક્ષિત કરી લીધું છે. આ પ્રોજેક્ટ એક કન્સોર્ટિયમ દ્વારા સિક્યોર કરવામાં આવ્યો હતો. કંપનીએ તેને 250 કરોડ રૂપિયાથી 600 કરોડ રૂપિયાના ઓર્ડર વેલ્યુ તરીકે ક્લાસિફાઇ કર્યું હતું. જેમાં 25 મે 2026 ના રોજ કંપની પાસે 17,200 કરોડ રૂપિયાનું ઓર્ડર બુક હતું.

  • રેખા ઝુનઝુનવાલા પાસે 8% હિસ્સો

ટ્રેન્ડલાઇનના ડેટા અનુસાર રેખા ઝુનઝુનવાલા આ કંપનીમાં 8% હિસ્સો ધરાવે છે. તે 5 મિલિયન શેર ધરાવે છે. મોતીલાલ ઓસ્વાલ સ્મોલ કેપ ફંડ કંપનીમાં 2.6% હિસ્સો ધરાવે છે. જેમાં પ્રમોટર્સ હાલમાં 19.1% ધરાવે છે.

વધી વાંચો : અચાનક કેમ આવ્યો સોના-ચાંદીમાં ઘટાડો? આટલું સસ્તું થયું સોનું, જાણો લેટેસ્ટ ભાવ

  • શેરનું પર્ફોમન્સ કેવું?

છેલ્લા મહિનામાં શેરના ભાવમાં આશરે 26% નો વધારો થયો છે. આ શેરે એક વર્ષમાં 12.09 % વળતર આપ્યું છે. આ દરમિયાન સેન્સેક્સ 6.26% ઘટ્યો હતો. તો બે વર્ષમાં તેમાં 55%નો વધારો થયો છે. ત્રણ વર્ષમાં તેમાં 278%નો વધારો થયો છે. તો 5 વર્ષમાં તેમાં 375%નો વધારો થયો છે.

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

VA Tech Wabag Ltd Water Purification Rekha Jhunjhunwala
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ