બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:20 PM, 16 June 2026
પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં ભૂંડી હાર બાદ મમતા બેનરજીએ ભાજપ પર ચૂંટણી પ્રક્રિયામાં અનૈતિકતા આચરી હોવાનો આરોપ લગાવ્યો હતો. હવે મમતા બેનર્જીએ ભવાનીપુરની હારને કોલકાતા હાીકોર્ટમાં પડકારી છે. આજે બપોરે મમતા દીદી ઓચિંતાં કોલકાતા હાઈકોર્ટ પહોંચી ગયાં અને ભવાનીપુર વિધાનસભા પરિણામને પડકાર ફેંક્યો. સાંસદ ડેરેક ઓ બ્રાયન, ડોલા સેના અને કલ્યાણ બેનર્જી આ સમયે મમતા બેનરજી સાથે હાજર હતા.
ADVERTISEMENT
ઉલ્લેખનીય ચે કે સુવેન્દુ અધિકારી અને મમતા બેનર્જી વચ્ચે ભવાનીપુર સીટ પર સીધી ટક્કર હતી. આ સીટથી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ જીત હાંસલ કરી છે. શુભેન્દુ અધિકારી સામે મમતા બેનર્જીએ હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો. શુભેન્દુ અધિકારીએ મમતા બેનરજીને 15104 વોટથી મમતા દીદીને હરાવ્યાં હતાં.
મમતા બેનર્જી માટે આ હાર શર્મનાક એટલા માટે પણ ગણી શકાય કેમ કે તેઓ માત્ર ભવાનીપુર જ નથી હાર્યાં, મમતા બેનર્જીએ પોતે રહે છે તે વોર્ટમાં પણ બહુમતી મેળવવી સપનું બની ગયું હતું.
ADVERTISEMENT
આ પણ વાંચો- ભારતમાં ટેલિગ્રામ પર અસ્થાયી રૂપે પ્રતિબંધ, NEET પુનઃપરીક્ષા પહેલાં કેન્દ્ર સરકારનું મોટું પગલું
ચૂંટણી કમિશનના બૂથ-વાઈઝ ડેટા મુજબ સુવેન્દુ અધિકારીએ ભવાનીપુર સીટ પર બહુમતી મેળવી લીધી હતી, જ્યાં સુવેન્દુ અધિકારીને આ વિધાનસભા સીટના 267 બૂથમાંથી 207 બૂથ પર બહુમતી મળી હતી અને એટલું જ નહીં, મમતા બેનર્જીના ખુદના બૂથ નંબર 73 પર પણ સુવેન્દુ અધિકારીએ 8932 મત મેળવ્યા હતા, જ્યારે મમતા બેનર્જીએ માત્ર 4284 મતથી જ સંતોષ માનવો પડ્યો હતો.
ADVERTISEMENT
તૃણમૂલ કોંગ્રેસની ચૂંટણીમાં થયેલી નિષ્ફળતા બાદ મમતા બેનર્જી બીજી વખત હાઈકોર્ટ પહોંચ્યા છે. આ પહેલાં, 14 મેના રોજ તેઓ ચૂંટણી પછીની હિંસા સંબંધિત કેસમાં પોતાની દલીલો રજૂ કરવા હાઈકોર્ટ ગયા હતા. તે સમયે વકીલોના એક વર્ગ દ્વારા તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો અને મમતા "ચોર" છે ના નારા પણ લગાવવામાં આવ્યા હતા, જે બાદ મમતા બેનર્જી કોર્ટરૂમથી બહાર નીકળી ગયાં હતાં.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.