બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / મિથુન ચક્રવર્તીની દીકરી દિશાનીને મળ્યો જીવનસાથી, સોશિયલ મીડિયા ફોટો કર્યા શેર
Last Updated: 05:16 PM, 15 June 2026
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીની પુત્રી દિશાની ચક્રવર્તી હાલ ચર્ચામાં છે. તેણે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે જેમાં તેણીની સગાઈની જાહેરાત કરવામાં આવી છે. ત્યારબાદ ચાહકો તેને અભિનંદન આપી રહ્યા છે, અને આ પોસ્ટ વાયરલ થઈ ગઈ છે.
ADVERTISEMENT
બોયફ્રેન્ડ સાથે દિશાની કરી સગાઇ
તાજેતરમાં દિશાનીએ ઇન્સ્ટાગ્રામ પર સગાઈના ઘણા ફોટા શેર કર્યા છે, જેમાં તે તેના બોયફ્રેન્ડ માઇલ્સ મેન્ટજારિસ સાથે રોમેન્ટિક પોઝમાં જોવા મળી હતી. ફોટા સાથે, તેણે લખ્યું, "06.12.2026... મારા જીવનનો સૌથી સરળ અને સૌથી સુંદર નિર્ણય." આ કપલ 6 ડિસેમ્બરે લગ્ન કરવા જઈ રહ્યું છે.
ADVERTISEMENT
Mithun Chakraborty’s daughter Dishani Chakraborty is officially engaged to longtime beau Myles Mantzaris. Sharing glimpses from the dreamy proposal, Dishani penned, “The easiest forever I’ve ever known.” ❤️#DishaniChakraborty #MylesMantzaris #mamaraazzi #mithunchakraborty pic.twitter.com/G07mR1JpGW
— Mamaraazzi (@mamaraazzi) June 15, 2026
પહેલા ફોટામાં આ કપલ રોમેન્ટિક જગ્યા પરછે, માઇલ્સ એક ઘૂંટણિયે છે, અને દિશાની તેને પ્રેમથી જોઈ રહી છે. બીજા ફોટામાં, તેઓ પ્રેમથી સાથે બેઠેલા જોવા મળે છે. બીજા ફોટામાં દિશાની તેની રિંગ ફ્લોન્ટ કરી છે જ્યારે માઇલ્સ તેને કિસ કરે છે. પર્વતો અને સમુદ્ર બંને દર્શાવતો ખૂબ જ સુંદર અને યાદગાર છે. આ ખાસ પ્રસંગ માટે, દિશાનીએ સફેદ મીડી ડ્રેસ પહેર્યો છે, જ્યારે માઇલ્સે કાળો શર્ટ અને હળવા રંગનો ટ્રાઉઝરમાં છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ કુમકુમ ભાગ્ય ફેમ એક્ટ્રેસે કર્યો આપઘાત, આઘાતમાં આવ્યાં ચાહકો
મિથુનની પર્સનલ લાઇફ
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, દિશાની મિથુન અને અભિનેત્રી યોગિતા બાલીની એડોપ્ટ કરેલી દીકરી છે. યોગિતા અને મિથુનના લગ્ન 1979માં થયા હતા અને દિશાની ઉપરાંત તેમને ત્રણ બાળકો છે: મિમોહ ચક્રવર્તી, ઉષ્મી ચક્રવર્તી અને નમાશી ચક્રવર્તી. આ પહેલા મિથુને 1979 માં અભિનેત્રી હેલેના લ્યુક સાથે લગ્ન કર્યા હતા, પરંતુ માત્ર ચાર મહિના પછી જ તેમના છૂટાછેડા થઈ ગયા હતા.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.