બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:32 PM, 14 June 2026
Cocktail 2: પુણેમાં 'કોકટેલ 2' ના કાર્યક્રમ દરમિયાન ચાહકોની ભીડ બેકાબૂ બની ગઈ, ત્યારે કૃતિ સેનનએ રશ્મિકા મંડન્નાને પોતાની પાસે રાખી હતી. ભીડમાંથી સુરક્ષિત નીકળવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
ADVERTISEMENT
બોલિવૂડ અભિનેતા શાહિદ કપૂર, કૃતિ સેનન અને રશ્મિકા મંડન્ના હાલમાં તેમની આગામી ફિલ્મ 'કોકટેલ 2' ના પ્રમોશનમાં વ્યસ્ત છે. જ્યારે આ ત્રણ સ્ટાર્સ પુણેના એક મોલમાં પહોંચ્યા, ત્યારે તેમના મનપસંદ સ્ટાર્સને જોવા માટે ચાહકોની મોટી ભીડ એકઠી થઈ ગઈ. જોત જોતામાં અહી એક મોટી ભીડ ઉમટી પડતા અફરા તફરી મચી ગઇ. ભીડ એટલી બેકાબૂ બની ગઈ કે સ્ટાર્સને સુરક્ષિત રીતે બહાર કાઢવા મુશ્કેલ બની ગયા.
ADVERTISEMENT
આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં કૃતિ સેનન તેની સહ-અભિનેત્રી રશ્મિકા મંડન્નાને ભીડથી બચાવી સુરક્ષીત બહાર કાઢતી નજર આવે છે. કૃતિનો સંભાળ રાખનાર હાવભાવ લોકોને પસંદ આવી રહ્યો છે. અને ચાહકો તેના વખાણ કરી રહ્યા છે.
ADVERTISEMENT
ચાહકોએ બેરિકેડ તોડી નાખ્યા
પુણેના એક મોલમાં પ્રમોશનલ કાર્યક્રમ ચાહકો સાથે એક સામાન્ય મુલાકાત તરીકે શરૂ થયો હતો, પરંતુ જેમ જેમ ત્રણ સ્ટાર્સ સ્ટેજ પાસે પહોંચ્યા, ભીડ બેકાબૂ બની ગઈ. અહેવાલો અનુસાર ચાહકોએ તેમના મનપસંદ કલાકારોની એક ઝલક મેળવવા અને તેમની સાથે ફોટા પાડવા માટે સુરક્ષા ઘેરો (બેરિકેડ) તોડી નાખ્યો. મોલના સુરક્ષા કર્મચારીઓને ભારે ભીડને સંભાળવી અશક્ય લાગી. પરિસ્થિતિ કાબુ બહાર જતી જોઈને આયોજકોએ ઝડપી નિર્ણય લીધો, સુરક્ષા કારણોસર કાર્યક્રમ વહેલો સમાપ્ત કર્યો અને સ્ટાર્સને બહાર નીકાળવા માટે રસ્તો કર્યો.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ મનોરંજન / 'જન નાયકન' પહેલા થલપતિ વિજયની ફેન્સને સરપ્રાઇઝ, થિયેટરમાં ધૂમ મચાવશે આ ફિલ્મ
ADVERTISEMENT
કૃતિએ રશ્મિકાને ભીડમાંથી બહાર કાઢી
ઓનલાઈન ફરતા થયેલા એક વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે મોલની અંદર પગ રાખવાની પણ જગ્યા નથી. હંગામા વચ્ચે શાહિદ કપૂર પોતે ભીડને દૂર કરવાનો અને રસ્તો બનાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો, જ્યારે કૃતિ સેનન રશ્મિકા મંડન્નાની સાથે મજબૂતીથી રહી. વીડિયોમાં, કૃતિ રશ્મિકાને નજીકથી પકડીને આગળ વધતી જોવા મળે છે, તેને ચારે બાજુથી ઘેરી લે છે. આ દરમ્યાન કૃતિએ રશ્મિકાના હાથ પકડી મોલની બહાર સુરક્ષિત રીતે બહાર નીકાળી. કૃતિના આ કદમથી મોટો અકસ્માત થતો અટક્યો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.