બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / 'જન નાયકન' પહેલા થલપતિ વિજયની ફેન્સને સરપ્રાઇઝ, થિયેટરમાં ધૂમ મચાવશે આ ફિલ્મ
Last Updated: 12:05 PM, 14 June 2026
થલાપતિ વિજય 22 જૂને 52 વર્ષના થવા જઇ રહ્યા છે. જોકે તેમનો જન્મદિવસમાં હજુ થોડા દિવસો બાકી છે, તેમના ચાહકો માટે એક સરપ્રાઈઝ પહેલેથી જ તૈયાર છે. થલાપતિ વિજયના 52મા જન્મદિવસ માટે એક મોટા ધમાકાનું આયોજન કરવામાં આવ્યું છે. 'જન નાયકન'ની રિલીઝ પહેલા તેમની એક હિટ ફિલ્મો ફરીથી મોટા પડદા પર આવવાની તૈયારીમાં છે.
ADVERTISEMENT
થલાપતિ વિજયની ફિલ્મ 'જન નાયકન' સેન્સર બોર્ડના સર્ટિફિકેટ ના મળવાના કારણે અભાવે અટકી પડી છે, જેના કારણે તેની રિલીઝ તારીખ અટકી ગઈ છે. 'જન નાયકન' રિલીઝની રાહ જોઈ રહી છે, ત્યારે તેમની હિટ ફિલ્મ 'મેર્સલ' તેમના જન્મદિવસ પહેલા સિનેમાઘરોમાં ફરીથી રિલીઝ થવાની તૈયારીમાં છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એટલીના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મ 'મેર્સલ' થલાપતિ વિજયના 52મા જન્મદિવસ પહેલા ફરીથી રિલીઝ થશે. થલાપતિ વિજયનો જન્મદિવસ સોમવાર (22 જૂન) ના રોજ હોવાથી, 'મેર્સલ' 19 જૂનના રોજ મોટા પડદા પર રિલીઝ થશે, જે તેમના ઉત્સાહી ચાહકો માટે આ ઉજવણીને એક શાનદાર વિકેન્ડ ટ્રીટ બની જશે.
ADVERTISEMENT

થલાપથી વિજયની ફિલ્મ 'મેર્સલ' 19 જૂનના રોજ ચેન્નાઈ, ચેંગલપટ્ટુ, કાંચીપુરમ અને તિરુવલ્લુર જેવા જિલ્લાઓમાં લગભગ 100 થીયેટર સ્ક્રીન પર પ્રદર્શિત કરવામાં આવશે. 18 ઑક્ટોબર, 2017ના રોજ રીલિઝ થયેલી આ એક્શન-થ્રિલર ફિલ્મમાં થલાપતિ વિજય, સમાંથા રુથ પ્રભુ, કાજલ અગ્રવાલ, નિત્યા મેનન, યોગી બાબૂ, યાદિવેલૂ અને કોવઇ સરલા જેવા કલાકારો સામેલ છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ હું ગે નથી', પતિથી અલગ થયા બાદ ભડકી મૌની રોય, ટ્રોલર્સને આપ્યો જવાબ
એટલીના ડાયરેક્શનમાં બનેલી 'મેર્સલ' 130 કરોડ રુપિયાના ભારે બજેટમાં બનાવવામાં આવી હતી અને તેણે વિશ્વભરમાં 253 કરોડ રુપિયાની કમાણી કરી હતી. IMDb પર તેનું રેટિંગ 7.5 મળ્યું હતું, અને તમે તેને તમારા ઘરના આરામથી ZEE5 અથવા પ્રાઇમ વિડિયો પર જોઈ શકો છો. થલાપતિ વિજયે આ ફિલ્મમાં ટ્રિપલ રોલ ભજવ્યો હતો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.