બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:00 PM, 16 June 2026
ગુજરાતના ગીર પંથકમાં માનવ-વન્યજીવ સંઘર્ષની વધુ એક દુઃખદ ઘટના સામે આવી છે. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક સિંહના હુમલામાં એક પરપ્રાંતીય યુવકે જીવ ગુમાવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે શોકની લાગણી વ્યાપી ગઈ છે.
ADVERTISEMENT
મળતી માહિતી અનુસાર, મૃતક યુવકની ઓળખ પ્રકાશ ચંદ્ર તરીકે થઈ છે. તેઓ મૂળ ઉત્તરાખંડના પિથૌરાગઢ જિલ્લાના રહેવાસી હતા અને સ્થાનિક હોટલ-રેસ્ટોરન્ટમાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. જણાવવામાં આવે છે કે મોડી રાત્રે તેઓ પોતાના વતન જવાની તૈયારીમાં હોટલેથી નીકળ્યા હતા. એ દરમિયાન કોવાયા ગામ નજીક અંધકાર વચ્ચે સિંહે તેમના પર અચાનક હુમલો કર્યો હતો.
હુમલો એટલો ભયાનક હતો કે યુવકને બચવાની કોઈ તક મળી નહોતી. ઘટનાસ્થળેથી માનવ શરીરના અવશેષો મળતાં સમગ્ર પંથકમાં કંપારી ફેલાઈ ગઈ હતી. આ કરુણ ઘટનાએ સ્થાનિક લોકોમાં ભય અને ચિંતા વધારી દીધી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો- શ્વાનનો શિકાર કરવા સિંહણ કુવામાં ખાબકી, પૂર્વ સરપંચની વાડીમાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા, જુઓ Video
ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસ બાદ શંકાસ્પદ સિંહને પાંજરે પૂરી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સાથે જ આસપાસના વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ અને લોકોમાં સાવચેતી રાખવા માટે સૂચનાઓ આપવામાં આવી રહી છે.
ADVERTISEMENT
રોજગારની શોધમાં પોતાના ઘરથી દૂર આવેલા પ્રકાશ ચંદ્ર માટે વતન પરત ફરવાની સફર અંતિમ સફર બની ગઈ. તેમના અકાળ નિધનથી પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. આ હૃદયદ્રાવક ઘટનાએ ફરી એકવાર માનવ વસાહતોની નજીક વધતી સિંહોની અવરજવર અને માનવ-વન્યજીવ સંઘર્ષના મુદ્દાને કેન્દ્રસ્થાને લાવી દીધો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.