ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / શ્વાનનો શિકાર કરવા સિંહણ કુવામાં ખાબકી, પૂર્વ સરપંચની વાડીમાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા, જુઓ Video

અમરેલી / શ્વાનનો શિકાર કરવા સિંહણ કુવામાં ખાબકી, પૂર્વ સરપંચની વાડીમાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા, જુઓ Video

Published By: Priykant Shrimali

Last Updated: 10:10 AM, 16 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Amreli Lion Viral Video : શિકારની દોડમાં સિંહણ કૂવામાં ખાબકી, 5 કલાક સુધી શ્વાન સાથે સામસામે ફસાઈ રહી, અહીં જુઓ વાયરલ વીડિયો

ADVERTISEMENT

Amreli Lion Viral Video : તમે પેલું ગીત તો સાંભળ્યું જ હશે "શિકારી ખુદ યહાં શિકાર હો ગયા..." અમરેલીમાં આવો જ કઈક ઘાટ ઘડાયો સિંહણ જોડે. વાસ્તવમાં અમરેલી જિલ્લાના ખાંભલીયા ગામમાં એક અનોખી અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. શિકારની શોધમાં નીકળેલી એક સિંહણ પોતે જ મુશ્કેલીમાં ફસાઈ ગઈ હતી. શ્વાનનો પીછો કરતી વખતે સિંહણ અને શ્વાન બંને એક ખુલ્લા કૂવામાં પડી જતા કલાકો સુધી જીવ બચાવવાની જંગ જેવી સ્થિતિ સર્જાઈ હતી.

શું છે સમગ્ર મામલો ?

વિગતો મુજબ ખાંભલીયા ગામમાં આવેલ એક વાડી વિસ્તારમાં રાત્રિના સમયે સિંહણ શ્વાનનો શિકાર કરવા માટે તેની પાછળ દોડી હતી. ભાગતા ભાગતા શ્વાન અચાનક કૂવામાં ખાબક્યો અને તેની પાછળ દોડતી સિંહણ પણ સંતુલન ગુમાવતા સીધી કૂવામાં જઈ પડી. પળવારમાં જ શિકારી અને શિકાર બંને એક જ જગ્યાએ ફસાઈ ગયા.

આશ્ચર્યજનક બાબત એ રહી કે, કૂવામાં સામસામે હોવા છતાં બંનેએ એકબીજા પર હુમલો કર્યો નહીં. જીવ બચાવવાની સ્થિતિમાં બંને લગભગ પાંચ કલાકથી વધુ સમય સુધી શાંતિપૂર્વક કૂવામાં જ રહ્યા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળે એકત્રિત થયા હતા.

આ પણ વાંચો : ગુજરાતમાં ચોમાસાનું આગમન હજુ બાકી, 21થી 25 જૂન દરમિયાન એન્ટ્રીની શક્યતા

સૂચના મળતાં રાજુલા રેન્જના વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. બચાવ કામગીરી દરમિયાન વિશેષ સાવચેતી રાખીને પહેલા પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું અને ત્યારબાદ સિંહણ તેમજ શ્વાનને સુરક્ષિત રીતે કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યા. રેસ્ક્યૂ બાદ સિંહણને તબીબી તપાસ અને જરૂરી સારવાર માટે એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવી હતી, જ્યારે શ્વાન પણ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Amreli Lion Viral Video Lioness Rescue Operation

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ