બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:13 PM, 15 June 2026
સલમાન ખાન પર બનનાર "કાલા હિરણ" ફિલ્મ સમાચારમાં છે. તે 1998 ના ब्लैकबक બ્લેકબક શિકાર કેસ પર આધારિત હોવાનું કહેવાય છે. સલમાન ખાને અગાઉ જ ફિલ્મ મેકરને કાનૂની નોટિસ મોકલી છે. હવે ફિલ્મના એક્ટરોએ આ પ્રોજેક્ટ છોડી દેવાનું શરૂ કરી દીધું છે. પહેલા ગોવિંદ નામદેવે ફિલ્મ છોડી દીધી અને હવે મુખ્ય એક્ટર સલમાન ખાનનો રોલ કરનાર સોનુ મિશ્રાએ પણ ફિલ્મ છોડી દીધી છે.
ADVERTISEMENT
સોનુએ એક યુટ્યુબ ચેનલ સાથેની એક મુલાકાતમાં કહ્યું, "હું "કાલા હિરણ" માટે ખૂબ જ એક્સાઈટેડ હતો. મને સુપરસ્ટાર સલમાન ખાનનો રોલ ભજવવાનો મોકો મળ્યો. મેં શૂટિંગ પણ શરૂ કરી દીધું હતું. જ્યારે સ્ટોરી ડેવલોપ થવા લાગી ત્યારે હું ફિલ્મ પાછળનો હેતુ સમજી ગયો હતો. હું 15-16 વર્ષથી એક્ટિંગ કરી રહ્યો છું. હું આવી ફિલ્મનો ભાગ બનવા માંગતો નથી. તેમાં કોઈ શંકા નથી કે તેમનો ખુદનો પોઈન્ટ ઓફ વ્યુ છે, પરંતુ જો તમે સુપરસ્ટાર સલમાન ખાનને નેગેટીવ રીતે દર્શાવવા માંગતા હોવ તો હું બીજા પ્રોજેક્ટ્સને આગળ ધપાવીશ."

ADVERTISEMENT
સોનુએ કહ્યું કે, બે દિવસના શૂટિંગ બાદ સ્ક્રિપ્ટ માંગી હતી. મુખ્ય એક્ટર તરીકે મેં સ્ક્રિપ્ટ અને કોન્ટ્રાક્ટ કલમો માંગી. જેમાં મેકરોએ સમજાયું કે તેઓ મને કંટ્રોલ કરી શકતા નથી. લાંબા વિલંબ બાદ તેમને મને કોન્ટ્રાક્ટ બતાવ્યો. તેમાં કહેવામાં આવ્યું હતું કે મારે મીડિયામાં પણ સલમાન ખાન વિરુદ્ધ બોલવું પડશે. આ બાબતો મારા નૈતિકતાની વિરુદ્ધ હતી.”
ADVERTISEMENT
સોનુએ સમજાવ્યું કે મેકરોએ એમ પણ કહ્યું હતું કે ફિલ્મ સલમાન ખાન વિરુદ્ધ છે. કાનૂની નોટિસ તેમના સુધી સીધી પહોંચી પણ નથી. આ બધું હાઇપ બનાવવા માટે છે. તેનાથી મેકર્સ ફેમસ થયા છે. તેમને સમજાવ્યું કે કાનૂની નોટિસ એપ્રિલમાં મોકલવામાં આવી હતી અને જૂનમાં તેનો પ્રચાર કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
કાલા હિરણ ફિલ્મનો પહેલો લુક 11 જૂન 2026 ના રોજ રિલીઝ થયો હતો. તેમાં ગોવિંદ નામદેવ અને સોનુ હતા. ફિલ્મમાં સિંહ બિશ્નોઈનો ઉલ્લેખ છે. ફિલ્મનું ડાયરેકશન ભરત એસ. શ્રીનેટ છે. મેકર અને રાઈટર અમિત જાની છે. હવે ગોવિંદ નામદેવ પહેલાથી જ ફિલ્મમાંથી ખસી ગયા છે. તેમનો દાવો છે કે મેકર્સ તેમને છેતર્યા હતા અને તેમને ખબર નહોતી કે ફિલ્મમાં સલમાનની છબી ખરાબ થઈ રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.