બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / કુમકુમ ભાગ્ય ફેમ એક્ટ્રેસે કર્યો આપઘાત, આઘાતમાં આવ્યાં ચાહકો

મનોરંજન / કુમકુમ ભાગ્ય ફેમ એક્ટ્રેસે કર્યો આપઘાત, આઘાતમાં આવ્યાં ચાહકો

Jinal Chauhan

Last Updated: 01:33 PM, 15 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈમાંથી ટીવી જગત માટે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જાણીતી અભિનેત્રી સંચિતા ઉગલેનું 14 જૂને અવસાન થયું હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે ચાહકો અને કલાકારોમાં શોકની લાગણી ફેલાઈ છે.

સંચિતા ઉગલે અનેક લોકપ્રિય ટીવી શોમાં પોતાના અભિનયથી ઓળખ બનાવી હતી. તેમણે સાજન ઘર, કુમકુમ ભાગ્ય, વાગલે કી દુનિયા અને દિલવાલી દુલ્હા લે જાયેગી જેવા શોમાં કામ કર્યું હતું. ઉપરાંત, તેઓ વિક્કી કૌશલની ફિલ્મ છાવામાં પણ જોવા મળ્યા હતા, જેમાં તેમણે તારાબાઈનું પાત્ર ભજવ્યું હતું. અહેવાલો મુજબ સંચિતાની ઉંમર લગભગ 30 વર્ષ હતી. તેમના નિધનના સમાચારથી પરિવાર અને નજીકના લોકો ખૂબ જ વ્યથિત છે. હાલ તેમણે આ પગલું શા માટે ભર્યું તે અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.

સંચિતાની છેલ્લી સોશિયલ મીડિયા પોસ્ટ ચર્ચામાં

સંચિતાના નિધન બાદ તેમની છેલ્લી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પણ ચર્ચાનો વિષય બની છે. અહેવાલ મુજબ, અવસાન પહેલાં લગભગ 19 કલાક પહેલા તેમણે એક રીલ વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં તેઓ ખુશ અને હસતાં જોવા મળતા હતા. આ કારણે ચાહકો માટે આ સમાચાર વધુ આઘાતજનક બન્યા છે, કારણ કે વીડિયોમાંથી કોઈ તણાવ કે મુશ્કેલીનો અંદાજ આવતો ન હતો.

ચાહકોમાં શોકની લાગણી

સંચિતાના અચાનક નિધનના સમાચાર સાંભળીને તેમના ચાહકો અને ટીવી ઇન્ડસ્ટ્રીના અનેક લોકો દુઃખ વ્યક્ત કરી રહ્યા છે.

vtv hiring

આ પણ વાંચોઃ રશ્મિકા મંદાના ભીડમાં બરાબરની ફસાઈ, માંડ માંડ નીકળી, જુઓ હાલત સોશિયલ મીડિયા પર લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યા છે. હાલમાં ઘટનાની વધુ વિગતોની રાહ જોવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

TV Actress Death Mumbai News Sanchita Ugale
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ