બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભારત / સુરતના સમાચાર / હોર્મુઝ સ્ટ્રેટ ખુલતા 40 જહાજો ભારત તરફ રવાના, મોંઘવારીથી રાહત મળવાના સંકેત
Last Updated: 10:57 AM, 19 June 2026
Hormuz Strait LNG Tanker : પશ્ચિમ એશિયામાં લાંબા સમયથી ચાલી રહેલા તણાવ બાદ હવે સ્થિતિ સામાન્ય બનતી દેખાઈ રહી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા શાંતિપૂર્ણ સમજૂતીના પગલે આંતરરાષ્ટ્રીય વેપાર અને ઊર્જા પરિવહન માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતો હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી સંપૂર્ણપણે કાર્યરત બન્યો છે. આ ઘટનાક્રમ ભારત માટે ખાસ મહત્વનો છે, કારણ કે દેશની ઊર્જાની મોટી જરૂરિયાતો ખાડી દેશોમાંથી આયાત થતી છે.
ADVERTISEMENT
પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવમાં રાહતની સંભાવના
હોર્મુઝ સ્ટ્રેટ ફરી ખુલતાં ક્રૂડ ઓઇલ અને ગેસના જથ્થાની અવરજવર સરળ બની રહી છે. જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં સપ્લાયની ચિંતાઓ ઘટી રહી છે. ઊર્જા ક્ષેત્રના નિષ્ણાતોનું માનવું છે કે જો આ સ્થિતિ સ્થિર રહેશે તો આગામી દિવસોમાં પેટ્રોલ, ડીઝલ અને ઘરેલુ ગેસના ભાવ પર સકારાત્મક અસર જોવા મળી શકે છે. સામાન્ય નાગરિકો માટે આ મોંઘવારીના સમયમાં મોટી રાહત બની શકે છે.
ADVERTISEMENT
પેટ્રોલ-ડીઝલ-ગેસના ભાવ ઘટશે !
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 19, 2026
મોંઘવારીથી રાહત મળવાના સંકેત
હોર્મુઝ ખુલતા 40 જહાજો ભારત તરફ રવાના
કાલે દહેજ પહોંચશે ‘LNG જહાજ’#PetrolPrice #DieselPrice #GasPrice #LNG #Business #India #VTVDigital pic.twitter.com/puPF8J1AHS
ગુજરાતના દહેજ બંદરે LNG દિશા જહાજનું આગમન
ADVERTISEMENT
ગુજરાતના દહેજ બંદરે LNG (લિક્વિફાઈડ નેચરલ ગેસ)થી ભરેલા ‘LNG દિશા’ જહાજનું સફળ આગમન થયું છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થઈ ભારત પહોંચેલું આ જહાજ અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી સમજૂતી બાદ દેશ પહોંચનારું પ્રથમ LNG જહાજ માનવામાં આવી રહ્યું છે. દહેજ બંદર ભારતના મુખ્ય LNG આયાત કેન્દ્રોમાંનું એક હોવાથી આ જહાજનું આગમન દેશના ઊર્જા પુરવઠા અને સમુદ્રી વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાઈ રહ્યું છે. LNGના વધતા પુરવઠાથી ઊર્જા ક્ષેત્રને મજબૂતી મળશે તેમજ દેશની વધતી ઊર્જા જરૂરિયાતોને પૂર્ણ કરવામાં પણ મહત્વપૂર્ણ સહાય મળશે.
ભારત તરફ રવાના થયા ગેસથી ભરેલા જહાજો
ADVERTISEMENT
સ્ટ્રેટ ખુલતાની સાથે જ અનેક ગેસ અને ઊર્જા વહન કરતા જહાજોએ ભારત તરફની મુસાફરી શરૂ કરી દીધી છે. માહિતી મુજબ આશરે 40 જેટલા જહાજો ભારત તરફ આગળ વધી રહ્યા છે, જેમાં એલએનજી (LNG) અને એલપીજી (LPG)નો મોટો જથ્થો સામેલ છે. આ પુરવઠો શરૂ થતાં ગેસની ઉપલબ્ધતા વધશે અને બજારમાં સ્થિરતા આવવાની શક્યતા છે.
LPG પુરવઠામાં સુધારો થવાની આશા
ADVERTISEMENT
તાજેતરના તણાવ દરમિયાન ભારત માટે એલપીજીની આયાતમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો, જેના કારણે સપ્લાય ચેઇન પર દબાણ વધ્યું હતું. હવે દરિયાઈ માર્ગ ખુલતાં રાંધણ ગેસની આયાત ફરી ગતિ પકડી રહી છે. આવનારા દિવસોમાં એલપીજીની ઉપલબ્ધતા વધવાથી પુરવઠાની ચિંતા ઘટશે અને ગ્રાહકોને પણ રાહત મળી શકે છે.
આ પણ વાંચો : પાવાગઢમાં પથ્થર ધરાશાઇ થતાં 2 લોકોના મો*ત, અનેક યાત્રાળુઓ ઈજાગ્રસ્ત
ADVERTISEMENT
ખેડૂતો માટે પણ સારા સમાચાર
હોર્મુઝ સ્ટ્રેટ ફરી કાર્યરત બનતાં ખાતરથી ભરેલા અનેક જહાજો પણ ભારત તરફ આગળ વધી રહ્યા છે. આ જહાજોમાં યુરિયા, ડીએપી, એમોનિયા અને સલ્ફર જેવા કૃષિ માટે જરૂરી કાચા માલનો જથ્થો સામેલ છે. ખરીફ સીઝન પહેલા આ પુરવઠો પહોંચવાથી ખેડૂતોને ખાતરની ઉપલબ્ધતા અંગે ચિંતા કરવાની જરૂર રહેશે નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.