બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / વૈભવ સૂર્યવંશી પર મોટો દંડ, તિલક વર્મા પર લાગી શકે છે પ્રતિબંધ- BCCI ના નિર્ણયની રાહ
Last Updated: 10:25 PM, 17 June 2026
શ્રીલંકાના પ્લેયર વિશેનને ધક્કો મારવા બદલ વૈભવ સૂર્યવંશીને ભારે દંડ થઈ શકે છે. તેને તેની મેચ ફીના 50 ટકા દંડ થઈ શકે છે. અહેવાલ મુજબ આ અંગે કેપ્ટન તિલક વર્માને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે, જેમાં તેની પ્રતિબંધ પણ લગાવવામાં આવી શકે છે.
ADVERTISEMENT
સોમવારે દામ્બુલામાં ભારત A અને શ્રીલંકા Aની મેચ દરમિયાન બનેલી ઘટનાઓ બાદ વૈભવ સૂર્યવંશી અને વિશેન હલામ્બેજને તેમની મેચ ફીના 50% દંડ ફટકારવાનું કહેવામાં આવ્યું છે. જ્યારે વર્માને 30% દંડ ફટકારવાનો સામનો કરવો પડશે. મેચ રેફરી પ્રદીપ જયપ્રગાશે શ્રીલંકા A વિકેટકીપર-બેટ્સમેન નિરોશન ડિકવેલા માટે 20% દંડ ફટકારવાનું કહેવામાં આવ્યું છે.
🚨 BIG TROUBLE FOR VAIBHAV & TILAK 😭
— Jara (@JARA_Memer) June 15, 2026
Vaibhav Sooryavanshi and Tilak Varma could face a 1-2 match ban after their heated argument with the umpires 😳
- Suryavanshi's physical altercation with Sri Lanka A players after the match might cost him dearly 😥 pic.twitter.com/Fc5zLXYL91
ADVERTISEMENT
મેચ બાદ સૂર્યવંશીને વિશેન હલામ્બેજે અને બીજા અનેક શ્રીલંકન ક્રિકેટરો સાથે ઉગ્ર બોલાચાલી કરતા જોવામાં આવેલી ઘટના બાદ આ તમામ દંડ ફટકારવામાં આવ્યા હતા. સુપર ઓવરમાં ગયેલી આ મેચ બબાલથી સમાપ્ત થઈ હતી. જેમાં વૈભવ સૂર્યવંશી હલામ્બેજને ધક્કો મારતો જોવા મળ્યો હતો.

ADVERTISEMENT
અમુક એહવાલમાં કહેવામાં આવ્યું છે કે, વૈભવ સૂર્યવંશીએ ગુસ્સામાં આવીને આ પગલું ભર્યું ન હતું પરંતુ ઉશ્કેરાઈને આ પગલું ભર્યું હતું. આ ટુર્નામેન્ટની શરૂઆતથી જ શ્રીલંકાના અમુક ક્રિકેટરોએ તેની સાથે ગાળો બોલી હતી અને IPLમાં તેના પ્રદર્શનના આધારે કોમેન્ટ કરી હતી. અમુક અહેવાલો એવું પણ જણાવે છે કે વિશેને વૈભવને કહ્યું હતું કે મેચ પૂરી થઈ ગઈ છે અને તેને ઘરે જવું જોઈએ. આ ઉગ્ર બોલાચાલીથી પરિસ્થિતિ વધુ વણસી હતી.
સિનિયર ઇન્ટરનેશનલ ક્રિકેટમાં શિસ્તભંગની કાર્યવાહી ICCના નિયમો અનુસાર કરવામાં આવે છે પણ A-ટીમ મેચો પર આ લાગુ નથી પડતું. ICC નિયમો આ મેચો પર લાગુ પડતા નથી. જેમાં મેચ રેફરીની ભલામણો BCCI અને શ્રીલંકા ક્રિકેટને મોકલવામાં આવે છે, ત્યારબાદ પ્લેયર્સને દંડ કરવામાં આવશે. વૈભવ સૂર્યવંશી અને વિશેન સાથે પણ આવું જ થશે.
ADVERTISEMENT
વધુ વાંચો :
જોકે આ અંગે કોઈ ઔપચારિક સુનાવણી થઈ નથી, મેચ રેફરીએ મેદાન પરના અમ્પાયરો દ્વારા રજૂ કરાયેલા અહેવાલોના આધારે આ પ્રતિબંધોની ભલામણ કરી છે. જેમાં ભારત અને શ્રીલંકા ક્રિકેટ બોર્ડ નિર્ણયની રાહ જોઈ રહ્યું છે. તે મેચમાં સુપર ઓવરમાં જીતવા માટે 17 રનની જરૂર હતી પરંતુ ભારત માત્ર નવ રન જ બનાવી શક્યું અને સતત બીજી મેચ હારી ગયું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.