બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / 'મારી સાથે સુઈ જા નહીંતર રિપ્લેસ કરી દઈશ' TV ઈન્ડસ્ટ્રી પર ભડકી એક્ટ્રેસ

મનોરંજન / 'મારી સાથે સુઈ જા નહીંતર રિપ્લેસ કરી દઈશ' TV ઈન્ડસ્ટ્રી પર ભડકી એક્ટ્રેસ

Nirav Kumar

Last Updated: 05:36 PM, 16 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીવી ઇન્ડસ્ટ્રીની એક્ટ્રેસ સંચિતા ઉગલેના આત્મહત્યા બાદ શોક ફરી વળ્યો હતો. એવામાં એક્ટ્રેસ આંચલ ખુરાનાએ સંચિતાના મૃત્યુ પર ચોંકાવનાર પ્રતિક્રિયા આપી છે.

22 વર્ષીય ટીવી એક્ટ્રેસ સંચિતા ઉગલેના આત્મહત્યાના કિસ્સાએ ટીવી ઇન્ડસ્ટ્રીને શોક પહોંચાડ્યો છે. હવે એક્ટ્રેસ આંચલ ખુરાનાએ સંચિતાના મૃત્યુ પર પ્રતિક્રિયા આપી છે. જેમાં તેને ખુલાસો કર્યો છે કે ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં કલાકારો કેવી રીતે સંઘર્ષ કરે છે અને તેઓ કઈ મુશ્કેલીઓનો સામનો કરે છે.

  • આંચલે સંચિતાના મોત પર વાત કરી

આંચલે તેની પોસ્ટમાં ઇન્ડસ્ટ્રી પર પ્રહારો કર્યા હતા. જેમાં તેને કહ્યું, "વધુ એક ટીવી એક્ટ્રેસ સંચિતાએ આત્મહત્યા કરી છે. ચેનલોને TRP ની જરૂર છે, મેકરને બજેટ બચાવવાની જરૂર છે, અને દર્શકોને મનોરંજનની જરૂર છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે એક એક્ટ્રેસ શેમાંથી પસાર થાય છે? નાની નાની વાત માટે રિપ્લેસમેન્ટ, કોઈની સાથે સૂવા માટે રિપ્લેસમેન્ટ, કોઈની સાથે દલીલ કરવા માટે રિપ્લેસમેન્ટ, આત્મસન્માન બચાવવા માટે રિપ્લેસમેન્ટ, કે તેમના દિવસો કાપવામાં આવે છે. શું કોઈએ ક્યારેય ખરેખર વિચાર્યું છે કે એક એક્ટ્રેસ પર શું વીતે છે?"

"દરરોજ સવારે અમે ઉઠીએ છીએ અને ઓડિશન આપીએ છીએ. પછી રાત્રે અમે એ જ રિજેક્શનનો સામનો કરીને સૂઈ જઈએ છીએ. બધા અમને મજબૂત બનવાનું કહે છે, પણ કોઈ અમને કહેતું નથી કે આમારે ક્યાં સુધી સ્ટ્રોંગ રહેવું. ચેનલો અને મેકરની વાત કરીએ તો તેઓ સૌથી ભ્રષ્ટ લોકો છે. તેઓ પોતાના નફા અને ફાયદાથી ઉપર કંઈ જોતા નથી. મારી સાથે પણ એવું જ થયું. જો તમારું પર્ફોમ્સન સારું હોય તો પણ તેઓ તમને 1000 રૂપિયા માટે રિજેક્ટ કરી દેશે. જો તમે કોઈને લાઈન આપવામાં કે કોઈ સાથે અમુક વસ્તુ કરવા તૈયાર ન હોવ તો રિપ્લેસ કરી નાખવામાં આવે છે"

hiring vtv 1

આંચલે એક્ટ્રેસને આત્મહત્યા જેવા પગલાં ન લેવાની અપીલ કરી છે. તેને કહ્યું કે, "જ્યારે કોઈ જગ્યાએ વાત ન બને, જ્યારે બધું ખતમ થઇ જાય ત્યારે ઘરે જતા રહો." તેને પણ એવું જ કર્યું છે. તે પણ હતાશ અને સ્ટ્રેસમાં હતી. ત્યારે કંઈ કામ ન આવે. આંચલે સમજાવ્યું કે જે કેમેરા પર સ્મિત કરતી એક્ટ્રેસ અંદરથી ખૂબ જ પરેશાન હોઈ શકે છે તેની લાઈફમાં ઉથલપાથલ મચેલી હોય છે.

વધુ વાંચો : સંચિતા ઉગલેના નિધન બાદ ચોંકાવનારો ખુલાસો!, કો-એક્ટર પર લાગ્યા ગંભીર

  • સંચિતા ઉગલે વિશે

14 જૂનના રોજ 22 વર્ષીય ટીવી એક્ટ્રેસ સંચિતા ઉગલેએ આત્મહત્યા કરી હતી. "કુમકુમ ભાગ્ય" સહિત અનેક શોમાં દેખાતી સંચિતાએ ટીવી ઇન્ડસ્ટ્રીને ચોંકાવી દીધો છે. તેના મૃત્યુનું કારણ જાણવા તપાસ ચાલી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Suicide Aanchal Khurana Sanchita Ugle
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ