ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'બે સિંહોને પકડવામાં આવ્યાં' રાજુલામાં સિંહણના હુમલામાં યુવકના મોત બાદ વન વિભાગ એક્શનમાં

એક્શન / 'બે સિંહોને પકડવામાં આવ્યાં' રાજુલામાં સિંહણના હુમલામાં યુવકના મોત બાદ વન વિભાગ એક્શનમાં

Published By: Vishal Khamar

Last Updated: 04:37 PM, 16 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમરેલીના રાજુલામાં સિંહણના હુમલામાં યુવકના મોત બાદ વન વિભાગ એક્શન મોડમાં આવી જવા પામ્યું છે. બે સિંહોને પકડી લેવામાં આવ્યા છે અને સિંહ બાળનું રેસ્ક્યું કરવામાં આવ્યું છે.

ADVERTISEMENT

અમરેલી જિલ્લાના રાજુલા વિસ્તારમાં સિંહણના હુમલામાં એક યુવકનું દુઃખદ મોત થતાં વન વિભાગ તાત્કાલિક હરકતમાં આવ્યું છે. ઘટનાના અનુસંધાને વન વિભાગે બે સિંહોને પકડી લીધા છે, જ્યારે એક સિંહબાળનું પણ સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.

આવી ઘટના ફરી ન બને તે માટે પગલાં લેવાશે

ઘટનાને લઈને રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ મહત્વપૂર્ણ નિવેદન આપતાં જણાવ્યું કે વન વિભાગ સંપૂર્ણ સાવચેતી સાથે કામગીરી કરી રહ્યું છે અને આવી ઘટના ફરી ન બને તે માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવશે.

મંત્રીએ જણાવ્યું કે રાજુલા સહિત આસપાસના વિસ્તારોમાં વન વિભાગ દ્વારા ટ્રેકરોની સંખ્યામાં વધારો કરવામાં આવશે, જેથી સિંહોની હિલચાલ પર વધુ અસરકારક રીતે નજર રાખી શકાય અને સ્થાનિક લોકોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે.

સિંહણે હુમલો કર્યો

પ્રાપ્ત માહિતી મુજબ, મૃત્યુ પામનાર યુવક રાજુલાની એક રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો. તે પોતાના વતન જવા માટે નીકળ્યો હતો ત્યારે રસ્તામાં સિંહણે તેના પર હુમલો કર્યો હતો. હુમલો એટલો ગંભીર હતો કે યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

ઘટના બાદ સ્થાનિકોમાં ચિંતાનો માહોલ

ઘટના બાદ સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. વન વિભાગ દ્વારા વિસ્તારમાં સતત પેટ્રોલિંગ, મોનિટરિંગ અને જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. અધિકારીઓએ લોકોને સાવચેતી રાખવા અને જંગલ વિસ્તાર અથવા સિંહોની અવરજવરવાળા વિસ્તારોમાં એકલા ન જવાની અપીલ કરી છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં ઘર ખરીદનારાઓને ઝટકો, 1 જુલાઈથી મકાનના ભાવમાં 10% સુધીનો વધારો

વન વિભાગે ખાતરી આપી છે કે માનવ-વન્યજીવ સંઘર્ષની આવી ઘટનાઓને રોકવા માટે આગામી સમયમાં વધુ કડક અને અસરકારક પગલાં અમલમાં મૂકવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Amreli Amreli News Rajula

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ