બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / સમુદ્રમાં વાવાઝોડું મચાવશે તબાહી, બંગાળથી બિહાર સુધી ભારે વરસાદનો કહેર, દિલ્હી પણ નહીં બચે

photo-story

6 ફોટો ગેલેરી

નેશનલ / સમુદ્રમાં વાવાઝોડું મચાવશે તબાહી, બંગાળથી બિહાર સુધી ભારે વરસાદનો કહેર, દિલ્હી પણ નહીં બચે

Last Updated: 07:54 AM, 17 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

બંગાળની ખાડીમાં બનેલું લો પ્રેશર સક્રિય થતાં દેશના અનેક રાજ્યોમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે. હવામાન વિભાગે બંગાળથી લઈને બિહાર અને દિલ્હી-NCR સુધી ભારે વરસાદની આગાહી કરી છે.

1/6

photoStories-logo

1. સમુદ્રમાં વાવાઝોડું મચાવશે તબાહી

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી કેટલાક દિવસો દરમિયાન દેશના અનેક વિસ્તારોમાં ચોમાસું સક્રિય રહેશે. પશ્ચિમ બંગાળ અને ઓડિશા સહિત કેટલાક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. દિલ્હી, હરિયાણા, પંજાબ અને ઉત્તર પ્રદેશમાં પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. બીજી તરફ દરિયાકાંઠાના વિસ્તારોમાં તેજ પવન અને ખરાબ સમુદ્રી સ્થિતિને લઈને માછીમારોને સાવચેત રહેવાની સલાહ અપાઈ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય

બંગાળની ખાડીના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં અને પશ્ચિમ બંગાળ તથા ઉત્તર ઓડિશાના દરિયાકાંઠા નજીક લો પ્રેશર સિસ્ટમ બની છે. તેની અસરથી આગામી બે દિવસ દરમિયાન પશ્ચિમ બંગાળ, ઓડિશા, છત્તીસગઢ અને ઝારખંડમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. 17 ઓગસ્ટે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની ચેતવણી છે. આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં પણ વરસાદ

દિલ્હી-NCR માટે પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. હરિયાણા, ચંડીગઢ, દિલ્હી અને પંજાબમાં 17 અને 18 ઓગસ્ટે ભારે વરસાદ પડી શકે છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 18 ઓગસ્ટ અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં 19 ઓગસ્ટે ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર પ્રદેશમાં આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ તથા વીજળી પડવાની શક્યતા પણ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. બિહાર, ઝારખંડ અને ઓડિશામાં વરસાદનું જોર

પૂર્વ ભારતમાં પણ આગામી દિવસોમાં હવામાન સક્રિય રહેશે. પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 22 ઓગસ્ટ સુધી અનેક વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. બિહાર અને ઝારખંડમાં 17થી 19 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદ પડી શકે છે. ઝારખંડમાં 17 અને 18 ઓગસ્ટે અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ઓડિશામાં 17 ઓગસ્ટે કેટલાક સ્થળોએ અત્યંત ભારે વરસાદનું જોખમ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. મધ્ય ભારત અને ગુજરાતમાં પણ બદલાશે હવામાન

મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં પણ વરસાદનો દોર ચાલુ રહેવાની શક્યતા છે. પશ્ચિમ મધ્ય પ્રદેશમાં 19થી 21 ઓગસ્ટ દરમિયાન વ્યાપક વરસાદ પડી શકે છે. 20 અને 21 ઓગસ્ટે કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા છે. છત્તીસગઢ અને પૂર્વી મધ્ય પ્રદેશમાં 17 ઓગસ્ટે કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. ગુજરાતમાં 17થી 22 ઓગસ્ટ દરમિયાન છૂટાછવાયા વરસાદની શક્યતા છે. કોકણ અને ગોવામાં પણ 22 ઓગસ્ટ સુધી વરસાદ ચાલુ રહી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. દરિયામાં ન જવા માછીમારોને સૂચના

હવામાન વિભાગે દરિયાઈ વિસ્તારો માટે પણ ખાસ ચેતવણી જાહેર કરી છે. ગુજરાતના દરિયાકાંઠા નજીક 18 ઓગસ્ટ સુધી સમુદ્રની સ્થિતિ ખરાબ રહી શકે છે. પશ્ચિમ બંગાળ, ઓડિશા અને બાંગ્લાદેશના દરિયાકાંઠા નજીક 19 ઓગસ્ટ સુધી દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. ઉત્તર આંધ્ર પ્રદેશના દરિયાકાંઠા નજીક 18 ઓગસ્ટ સુધી સાવચેતી રાખવાની સૂચના છે. દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને ઝાપટા દરમિયાન તેની ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

IMD Weather Alert Monsoon 2026 Heavy Rain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ