બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / દુનિયાના 10 દેશોમાં 'મહાપ્રલય' શહેરો ડુબ્યા, ગાડીઓ તણાઈ

photo-story

6 ફોટો ગેલેરી

વર્લ્ડ / દુનિયાના 10 દેશોમાં 'મહાપ્રલય' શહેરો ડુબ્યા, ગાડીઓ તણાઈ

Last Updated: 07:26 AM, 17 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

દુનિયાના અનેક દેશોમાં ભારે વરસાદે ભયાનક સ્થિતિ સર્જી છે. ચીનથી અમેરિકા અને યુરોપથી બ્રાઝિલ સુધી શહેરો પાણીમાં ગરકાવ થયા છે. પૂરના તોફાની પ્રવાહમાં ગાડીઓ તણાઈ રહી છે અને અનેક વિસ્તારોમાં જનજીવન ખોરવાઈ ગયું છે. કુદરતના આ રૌદ્ર સ્વરૂપે દુનિયાભરમાં ચિંતા વધારી છે.

1/6

photoStories-logo

1. દુનિયાના 10 દેશોમાં 'મહાપ્રલય' શહેરો ડુબ્યા

ભારે વરસાદે દુનિયાના અનેક દેશોમાં હાહાકાર મચાવ્યો છે. ચીનથી અમેરિકા અને યુરોપથી બ્રાઝિલ સુધી અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. મુશળધાર વરસાદના કારણે અનેક શહેરોની સડકો પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. ક્યાંક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે તો ક્યાંક ગાડીઓ પાણીના ભારે પ્રવાહમાં તણાતી જોવા મળી રહી છે. કુદરતના આ રૌદ્ર સ્વરૂપ સામે લોકો પણ લાચાર બન્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ચીનના વુક્સીમાં રસ્તાઓ પર ફરી વળ્યું પૂર

ચીનના વુક્સીમાં ભારે વરસાદ બાદ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયું છે. અનેક વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. પૂર વચ્ચે બે લોકો ઇલેક્ટ્રિક હાઇડ્રોફોઇલ બોર્ડ પર સવાર થઈને સુરક્ષિત જગ્યાએ જતા જોવા મળ્યા. અનેક વાહનો પાણીમાં ફસાઈ ગયા હતા અને ઘરોમાં પણ પાણી ઘૂસી ગયું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. અમેરિકામાં ભારે વરસાદથી સ્થિતિ બગડી

અમેરિકાના મિડવેસ્ટ વિસ્તારમાં પણ ભારે વરસાદે મુશ્કેલી વધારી છે. ઇલિનોઇસ, આયોવા અને ઇન્ડિયાના સહિતના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. અનેક જગ્યાએ ભારે વરસાદ નોંધાયો છે અને હજુ વધુ વરસાદની આગાહીથી લોકોની ચિંતા વધી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા વધુ ગંભીર બની છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ગ્રીસમાં પાણીના પ્રવાહમાં ગાડીઓ તણાઈ

ગ્રીસના માની વિસ્તારમાં તોફાની વરસાદ બાદ અચાનક પૂર આવ્યું હતું. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણીનો જોરદાર પ્રવાહ જોવા મળ્યો. આ દરમિયાન મોટી ગાડીઓ પણ પાણીના પ્રવાહમાં રમકડાંની જેમ તણાતી જોવા મળી હતી. પૂરનું પાણી એટલું ઝડપથી વહી રહ્યું હતું કે લોકો માટે બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. બ્રાઝિલમાં કરા પડતાં રસ્તાઓ સફેદ થઈ ગયા

બ્રાઝિલના કાસ્ત્રોમાં ભારે વરસાદની સાથે મોટા કરા પડ્યા હતા. કરા પડ્યા બાદ અનેક વિસ્તારોમાં રસ્તાઓ અને ખુલ્લી જગ્યાઓ પર સફેદ ચાદર પથરાઈ ગઈ હતી. ભારે પવન અને વરસાદના કારણે લોકો ઘરની બહાર નીકળવાથી બચતા જોવા મળ્યા. ખરાબ હવામાનના કારણે સામાન્ય જનજીવનને પણ અસર થઈ હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. 10 દેશોમાં ભારે વરસાદ અને પૂરનો કહેર

ચીન, અમેરિકા, ગ્રીસ અને બ્રાઝિલ ઉપરાંત દુનિયાના અન્ય અનેક દેશોમાં પણ ભારે વરસાદ અને પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. ક્યાંક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે તો ક્યાંક ઘરો અને વાહનોને નુકસાન થયું છે. અલગ-અલગ દેશોમાં કુદરતના રૌદ્ર સ્વરૂપની તસવીરો સામે આવી રહી છે. સતત બદલાતી હવામાનની સ્થિતિએ ફરી એકવાર દુનિયા સામે મોટો પડકાર ઊભો કર્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Global Weather Flood News Heavy Rain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ