બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરતના માંગરોળના કોસાડી ગામમાં સાત વર્ષની બાળકી પર સાત શ્વાનોનો હુમલો, ગંભીર ઇજાઓ

ગુજરાત / સુરતના માંગરોળના કોસાડી ગામમાં સાત વર્ષની બાળકી પર સાત શ્વાનોનો હુમલો, ગંભીર ઇજાઓ

Published By: Nidhi Panchal
Reported By: Nirmal Patel

Last Updated: 09:28 AM, 17 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત જિલ્લાના માંગરોળના કોસાડી ગામમાં સાત વર્ષની બાળકી પર સાત શ્વાનોએ હુમલો કરતાં ગંભીર ઇજાઓ પહોંચી છે. સ્થાનિક લોકોએ બાળકીને બચાવી હોસ્પિટલ ખસેડી હતી. એક વર્ષ અગાઉ પણ આ જ ગામમાં શ્વાનોના હુમલામાં એક બાળાનું મોત થયું હતું.

હાલ અવારનવાર શ્વાનના હુમલાની ઘટના સામે આવતી હોય છે . ત્યારે ફરી સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોસાડી ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગામમાં સાત વર્ષની એક બાળકી પર શ્વાનોના ટોળાએ હુમલો કરતાં સમગ્ર વિસ્તારમાં ભય અને ચિંતાનો માહોલ સર્જાયો છે. આ ઘટનાએ ફરી એકવાર રખડતા શ્વાનોના વધતા ત્રાસ સામે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

balaki-surat

મળતી માહિતી મુજબ, ગામના ચોરા નજીક સાત જેટલા કૂતરાઓએ બાળકીને ઘેરી લીધી હતી. અચાનક થયેલા હુમલામાં શ્વાનોએ બાળકીના શરીર પર બચકાં ભરવાનું શરૂ કર્યું હતું. હુમલો એટલો ગંભીર હતો કે બાળકીને શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તે લોહીલુહાણ હાલતમાં આવી ગઈ હતી.

બૂમાબૂમ સાંભળીને નજીકના લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા

હુમલા દરમિયાન બાળકીની બૂમાબૂમ સાંભળીને નજીકના લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ હિંમત બતાવી શ્વાનોને ત્યાંથી દૂર હાંકી કાઢ્યા અને બાળકીને તેમના ચંગુલમાંથી છોડાવી હતી. ત્યારબાદ ગંભીર રીતે ઘાયલ થયેલી બાળકીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

બાળકી હોસ્પિટલમાં સારવાર હેઠળ

હાલ બાળકી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ડોક્ટરો દ્વારા તેની સારવાર કરવામાં આવી રહી છે અને તેની તબિયત પર સતત નજર રાખવામાં આવી રહી છે. આ ઘટના બાદ ગામમાં ફરી એકવાર ભયનો માહોલ સર્જાયો છે. કારણ કે એક વર્ષ અગાઉ પણ આ જ કોસાડી ગામમાં શાળાના કમ્પાઉન્ડમાં કૂતરાઓએ એક બાળા પર હુમલો કર્યો હતો અને તે બાળાને મોતના મુખમાં ધકેલી હતી. અગાઉ બનેલી આ દુઃખદ ઘટનાની યાદ હજુ લોકોના મનમાંથી ભૂંસાઈ નથી, ત્યાં ફરી આવી જ ઘટના બનતા ગામલોકોમાં ભારે ચિંતા ફેલાઈ છે.

આવી ઘટનાઓને લઈને સ્થાનિકોમાં ભારે રોષ

વારંવાર બની રહેલી આવી ઘટનાઓને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગામલોકોનું કહેવું છે કે રખડતા શ્વાનોની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની જરૂર છે, જેથી નિર્દોષ બાળકો અને અન્ય લોકોનું જીવન જોખમમાં ન મુકાય. આ પ્રકારની ઘટનાઓને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : જૂનાગઢના ખડીયા ગામે કેમિકલયુક્ત નકલી દૂધ બનાવવાનું રેકેટ ઝડપાયું, 50 લીટર નકલી દૂધ સહિત સામગ્રી જપ્ત

લોકોમાં બાળકોની સુરક્ષાને લઈને ચિંતા વધી છે અને સંબંધિત તંત્ર દ્વારા તાત્કાલિક અસરકારક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. હાલ સમગ્ર ઘટના ચર્ચાનો વિષય બની છે અને લોકો આગામી દિવસોમાં તંત્ર દ્વારા લેવામાં આવનારી કાર્યવાહી પર નજર રાખી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dog Attack Surat Kosadi Village

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ