બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / 22 ઓગસ્ટે બનશે બુધાદિત્ય રાજયોગ, આ 4 રાશિઓનું ચમકશે નસીબ, મળશે સફળતા અને ધનલાભ

photo-story

7 ફોટો ગેલેરી

જ્યોતિષ શાસ્ત્ર / 22 ઓગસ્ટે બનશે બુધાદિત્ય રાજયોગ, આ 4 રાશિઓનું ચમકશે નસીબ, મળશે સફળતા અને ધનલાભ

Last Updated: 07:57 AM, 17 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Budhaditya Yog 2026: 'પંચાંગ' અનુસાર, 22 ઓગસ્ટ, 2026ના રોજ ગ્રહોની ચાલમાં એક મહત્વપૂર્ણ પરિવર્તન થવા જઈ રહ્યું છે. આ દિવસે બુધ ગ્રહ કર્ક રાશિમાંથી નીકળીને સિંહ રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય પહેલેથી જ સિંહ રાશિમાં બિરાજમાન હોવાથી, સૂર્ય અને બુધની યુતિથી 'બુધાદિત્ય યોગ'નું નિર્માણ થશે.

1/7

photoStories-logo

1. 'બુધાદિત્ય યોગ'ની રચના

જ્યોતિષશાસ્ત્રમાં આ 'યોગ' અત્યંત શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે, 'બુધાદિત્ય યોગ'ની રચના અમુક ચોક્કસ રાશિના જાતકો માટે કારકિર્દી, વ્યવસાય, ધન-સંપત્તિ અને સામાજિક પ્રતિષ્ઠાની દ્રષ્ટિએ શુભ પરિણામો લાવી શકે છે. આવો જાણીએ કે આ યોગ ક્યારે બનશે અને કઈ ચાર રાશિઓને તેનો લાભ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. 22 ઓગષ્ટના રોજ બનશે બુધાદિત્ય યોગ

દ્રિક પંચાગ અનુસાર, 22 ઓગસ્ટ, 2026ના રોજ સાંજે 7:33 વાગ્યે, બુધ ગ્રહ કર્ક રાશિમાંથી નીકળીને સિંહ રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય પહેલેથી જ સિંહ રાશિમાં બિરાજમાન હોવાથી, બુધના આ રાશિમાં પ્રવેશને કારણે સૂર્ય અને બુધની યુતિ રચાશે. જ્યોતિષશાસ્ત્રમાં સૂર્ય આત્મવિશ્વાસ, નેતૃત્વ, સન્માન અને સરકારી ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે બુધ બુદ્ધિ, વાણી, તર્ક, વેપાર અને સંચાર સાથે સંબંધિત છે. જ્યારે આ બંને ગ્રહો એક જ રાશિમાં સાથે આવે છે, ત્યારે 'બુધાદિત્ય યોગ' રચાય છે. આ કારણોસર, 22 ઓગસ્ટના રોજ થનારી આ ગ્રહોની સ્થિતિ જ્યોતિષીય દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. શું હોય છે બુધાદિત્ય યોગ ?

જ્યારે જન્મકુંડળીમાં સૂર્ય અને બુધ એક જ રાશિમાં સાથે બિરાજમાન હોય, ત્યારે 'બુધાદિત્ય યોગ' રચાય છે તેમ માનવામાં આવે છે. સૂર્ય અને બુધની આ યુતિ વ્યક્તિની બુદ્ધિ, નિર્ણય લેવાની ક્ષમતા અને સંવાદ કૌશલ્યને મજબૂત બનાવે છે તેમ મનાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે 'બુધાદિત્ય યોગ' અનેક બાબતોમાં સકારાત્મક પરિણામો લાવી શકે છે. નોકરી અને કારકિર્દીમાં પ્રગતિ માટે નવી તકો ઊભી થઈ શકે છે. અમુક કાર્યોમાં લાંબા સમયથી ચાલી આવતા અવરોધો દૂર થવાની શક્યતા છે. નોકરી કરતા લોકોને તેમની મહેનતનું સારું ફળ મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. કર્ક રાશિ

કર્ક રાશિના જાતકો માટે બુધનું ગોચર આર્થિક બાબતોમાં લાભદાયી સાબિત થઈ શકે છે. આવક વધારવાની નવી તકો ખુલી શકે છે અને અટકેલા નાણાં પાછા મળવાની શક્યતાઓ છે. પારિવારિક બાબતોમાં પણ સ્થિતિ સુધરી શકે છે. જેઓ નોકરીમાં ફેરફાર અથવા નવી જવાબદારીઓની રાહ જોઈ રહ્યા છે, તેમને સારા સમાચાર મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. સિંહ રાશિ

સિંહ રાશિમાં 'બુધાદિત્ય યોગ' રચાઈ રહ્યો છે, તેથી આ રાશિના જાતકો માટે આ સમયગાળો વિશેષ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સૂર્ય પહેલેથી જ સિંહ રાશિમાં બિરાજમાન છે અને 22 ઓગસ્ટે બુધના પ્રવેશ સાથે આ બંને ગ્રહોની યુતિ રચાશે. ગ્રહોની આ સ્થિતિ તમારા આત્મવિશ્વાસ અને વ્યક્તિત્વને પ્રભાવિત કરી શકે છે. તમને કાર્યસ્થળ પર માન-સન્માન મળી શકે છે અને નવી જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. ધનુ રાશિ

ધનુ રાશિના જાતકો માટે 'બુધાદિત્ય યોગ' ભાગ્યનો સાથ મળનારો સાબિત થઇ શકે છે. કારકિર્દીમાં પ્રગતિની તકો મળી શકે છે અને લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થવાની પણ શક્યતા છે. આ સમયગાળો વિદ્યાર્થીઓ માટે પણ અનુકૂળ રહેવાની સંભાવના છે; સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને તેમની મહેનતનું સારું પરિણામ મળી શકે છે. (DISCLAIMER ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

lucky zodiac signs sun mercury conjunction leo Budhaditya Yog 2026
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ