બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:37 AM, 17 August 2026
બિહારના લખીસરાય સ્થિત પ્રસિદ્ધ અશોકધામ મંદિરમાં શ્રાવણના સોમવારે મોટી દુર્ઘટના સર્જાઈ છે. જળાભિષેક માટે ઉમટેલી ભીડ વચ્ચે ભાગદોડ મચતાં 7 શ્રદ્ધાળુઓના મોત થયા છે.મંદિરમાં વહેલી સવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન શિવના દર્શન અને જળાભિષેક માટે પહોંચ્યા હતા. આ દરમિયાન વીજળીનો તાર પડ્યો અને બેરિકેડિંગ તૂટતાં અચાનક અફરાતફરી સર્જાઈ હતી. લોકો ગભરાઈને દોડવા લાગતાં ભીડમાં અનેક લોકો નીચે પટકાયા હતા. આ દુર્ઘટનામાં 12થી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT
ઘટના સમયે અશોકધામ મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર હતા. લોકો જળાભિષેક માટે લાંબી લાઈનમાં ઉભા હતા. અચાનક વીજળીનો તાર પડતાં લોકોમાં ભય ફેલાયો હતો. ત્યારબાદ બેરિકેડિંગ તૂટતાં ભીડ બેકાબૂ બની અને ભાગદોડની સ્થિતિ સર્જાઈ હતી.
ADVERTISEMENT
#BREAKING: At least 7 devotees killed in stampede at Ashok Dham temple in #Lakhisarai; several injured
— Karan Singh / करन सिंह (@Journo_Karan) August 17, 2026
📍BIHAR pic.twitter.com/MSOSSVR1nW
ADVERTISEMENT
લખીસરાયના ડીએમ શૈલેન્દ્ર કુમારે જણાવ્યું કે સવારે આશરે 6:40થી 6:45 વાગ્યાની વચ્ચે ભીડ વધવાને કારણે મંદિરની એક તરફની બેરિકેડિંગ તૂટી ગઈ હતી. આ તરફ ખેતર આવેલું છે. બેરિકેડિંગ તૂટતાં અનેક લોકો એકબીજા પર પડ્યા હતા અને ગંભીર સ્થિતિ સર્જાઈ હતી.
#लखीसराय: अशोक धाम मंदिर में बड़ा हादसा*#अशोक धाम मंदिर में मची भगदड़, 7 की मौत*
— Ram Babu Journalist (@rambabu935gmai1) August 17, 2026
*भगदड़ में 12 श्रद्धालु घायल*सभी घायलों को भेजा गया सदर अस्पताल*भीड़ अधिक होने और बैरिकेडिंग टूटने से भगदड़ प्रशासन के अधिकारी और पुलिस जवान मौजूद, तीसरी सोमवारी को लेकर उमड़ी है भीड़ pic.twitter.com/BXWfX9V7JT
ADVERTISEMENT
પ્રશાસન તરફથી મંદિર પરિસરમાં ભીડને નિયંત્રિત કરવા માટે વહેલી સવારે 3:30 વાગ્યાથી વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે બે ટ્રેન રોકાતા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિર તરફ પહોંચ્યા હતા. મંદિર પરિસરમાં પહેલાથી જ ભીડ હોવાથી અચાનક સ્થિતિ કાબૂ બહાર ગઈ હતી.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ રાંચીમાં JPSC-JSSC વિરુદ્ધ વિદ્યાર્થીઓના આંદોલન 23મો દિવસ, રાહુલ-તેજસ્વી પણ નિશાને
ADVERTISEMENT
ભાગદોડમાં 7 શ્રદ્ધાળુઓના મોત થયા છે. મૃતકોમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે. જ્યારે 12થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે લખીસરાય સદર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. કેટલાક ઘાયલોની સ્થિતિ ગંભીર હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે.
દુર્ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અને વહીવટી અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. મેડિકલ ટીમો પણ તાત્કાલિક કામે લાગી ગઈ હતી. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ પ્રશાસન દ્વારા રાહત અને બચાવ કામગીરી કરવામાં આવી રહી છે અને મંદિર પરિસ્થિતિને નિયંત્રણમાં લેવાના પ્રયાસો ચાલુ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.