બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / જાન્યુઆરી 2025થી ઓગસ્ટ 2026 દરમિયાન 98 આત્મહત્યાના કેસ નોંધાયા,એકલતા મુખ્ય કારણ
Last Updated: 09:56 AM, 18 August 2026
જાન્યુઆરી 2025થી ઓગસ્ટ 2026 દરમિયાન અમદાવાદ શહેરમાં 46 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોના આત્મહત્યાના ઓછામાં ઓછા 98 કેસ નોંધાયા છે. શહેર પોલીસ દ્વારા નોંધાયેલા કુલ 731 આત્મહત્યા અને અકસ્માત મૃત્યુના કેસોના આ આંકડો સામે આવ્યો છે. આ માહિતીના કારણે અવું અનુમાન લગાવી શક્યા કે , લોકોને માનસિક સંઘર્ષ અને જીવનની વિવિધ મુશ્કેલીઓ વધી રહી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
પોલીસના રિપોર્ટ અનુસાર આ 98 કેસોમાંથી 73 પીડિતોની ઉંમર 46થી 60 વર્ષની વચ્ચે હતી, જ્યારે 25 લોકો 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો હતા. આંકડાઓ દર્શાવે છે કે અંદાજે દર 4 દિવસે આ એક આત્મહત્યાનો કેસ નોંધાયો હતો. જોકે સમગ્ર 731 કેસોના ડેટામાં સરેરાશ ઉંમર 32.7 વર્ષ છે અને તેમાં યુવા વર્ગનું પ્રમાણ વધુ છે, તેમ છતાં મધ્યમ વયના અને વૃદ્ધ લોકોમાં સતત નોંધાતા કેસો એ દર્શાવે છે કે આ ઉંમરના લોકો માનસિક, શારીરિક અને સામાજિક પડકારોનો સામનો કરી રહ્યા હોઈ શકે છે. આ ઉપરાંત, ઘણા વૃદ્ધો પોતાની પીડા કે મનની વ્યથા કોની સાથે શેર કરવી તે અંગે મૂંઝવણ અનુભવતા હોય છે. પોતાની લાગણીઓ વ્યક્ત ન કરી શકવી અથવા સમયસર સહારો ન મળવો પણ તેમના માટે મોટી સમસ્યા બની શકે છે. આવા સંજોગોમાં કેટલાક લોકો નિરાશામાં આવીને અંતિમ પગલું ભરી બેસતા હોય છે.
ADVERTISEMENT
પોલીસના પ્રાથમિક વર્ણનોમાં વૃદ્ધ અને મધ્યમ વયના લોકોના કેસો વારંવાર જોવા મળે છે – "બિમારીથી કંટાળી" અને "અગમ્ય કારણ". પોલીસના જણાવ્યા મુજબ "અગમ્ય કારણ" પાછળ નાણાકીય મુશ્કેલીઓથી લઈને વ્યક્તિગત સંબંધો અથવા અન્ય સંજોગો જવાબદાર હોઈ શકે છે. ઘણા કિસ્સાઓમાં ચોક્કસ કારણ સ્પષ્ટ રીતે સામે આવતું નથી.
ADVERTISEMENT
પોલીસ રેકોર્ડ મુજબ લાંબી સ્વાસ્થ્ય સમસ્યાઓ, ઉંમર સંબંધિત નબળાઈ, અચાનક આર્થિક મુશ્કેલીઓ અને ઘરેલુ પરિવર્તનોનો સામનો કરતા લોકો ઘણી વખત મૌન રીતે સંઘર્ષ કરતા હોય છે. પોલીસ દસ્તાવેજો દર્શાવે છે કે આવા ઘણા કિસ્સાઓમાં ઘટના તેમના પોતાના નિવાસસ્થાનમાં બની હતી. વિશ્લેષણમાં એ પણ સામે આવ્યું છે કે યુવાનોમાં આત્મહત્યાના બનાવો ઘણી વખત સ્ટ્રેસના કારણે હોય શકે છે. જ્યારે વૃદ્ધોમાં તે લાંબા સમયથી ચાલતી એકલતા, ગંભીર શારીરિક પીડા અથવા સતત ચાલતી બીમારીઓ સાથે વધુ સંબંધિત જોવા મળે છે.

ADVERTISEMENT
પોલીસના લોગ મુજબ 46થી 60 વર્ષની વયના લોકોમાં સંયુક્ત નાણાકીય જવાબદારીઓ, સ્વાસ્થ્યમાં બગાડ અને પરિવારની જવાબદારીઓનો ભાર મુખ્ય પડકાર તરીકે સામે આવે છે. જ્યારે 60 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં લાંબા સમયથી ચાલતી બીમારીઓ, શારીરિક નબળાઈ, સ્વતંત્રતા ગુમાવવાનો અનુભવ અને પરિવારના સહયોગમાં ઘટાડો મહત્વના પરિબળ તરીકે નોંધાયા છે.
ADVERTISEMENT
તબીબી નિષ્ણાતોનું માનવું છે કે ગંભીર શારીરિક પીડા અને લાંબા ગાળાની બીમારીઓ વૃદ્ધોમાં માનસિક તણાવ વધારી શકે છે. તેઓ એ પણ જણાવે છે કે વૃદ્ધાવસ્થાની નિયમિત સારવારમાં માનસિક આરોગ્ય પર પૂરતું ધ્યાન ન અપાતા કેટલીક વખત સામાજિક રીતે દૂર રહેવું, ભૂખમાં ઘટાડો અથવા નિરાશાના સંકેતોને સામાન્ય વૃદ્ધત્વનો ભાગ માની લેવામાં આવે છે. પોલીસે નોંધ્યું છે કે આવા સંજોગોમાં પરિવારજનો અને નજીકના લોકો દ્વારા સમયસર ધ્યાન આપવું અને જરૂરી હોય ત્યારે તબીબી અથવા માનસિક આરોગ્ય નિષ્ણાતોની મદદ લેવી મહત્વપૂર્ણ બની શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.