બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરામાં 45 વર્ષ બાદ બસ લૂંટ કેસમાં મોટી સફળતા, 1981ની લૂંટનો ફરાર આરોપી ઉત્તર પ્રદેશમાંથી ઝડપાયો

ગુજરાત / વડોદરામાં 45 વર્ષ બાદ બસ લૂંટ કેસમાં મોટી સફળતા, 1981ની લૂંટનો ફરાર આરોપી ઉત્તર પ્રદેશમાંથી ઝડપાયો

Published By: Nidhi Panchal

Last Updated: 09:20 AM, 18 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરા ગ્રામ્ય પોલીસે 1981ની બસ લૂંટના કેસમાં 45 વર્ષથી ફરાર રહેલા આરોપીને ઉત્તર પ્રદેશમાંથી ઝડપી પાડ્યો છે. ઓપરેશન પરાક્રમ હેઠળ થયેલી આ કાર્યવાહી રાજ્યના સૌથી જૂના પેન્ડિંગ કેસોમાંની એક મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવી રહી છે.

"કાનૂન કે હાથ બહુત લંબે હોતે હૈં." આ તમે ફિલ્મો સાંભળ્યું હશે પરંતુ હકિકતમાં પણ આવું હોય છે. 1981માં કરજણ નજીક પેસેન્જર બસમાં થયેલી લૂંટના કેસમાં આરોપી અબ્દુલ શકુર પઠાણ લગભગ 45 વર્ષ સુધી પોલીસથી બચ્યા બાદ આખરે વડોદરા ગ્રામ્ય પોલીસની સ્થાનિક ગુના શાખા (LCB)એ તેને ઉત્તર પ્રદેશના કાસગંજ જિલ્લામાં આવેલા તેના વતન ગામમાંથી ઝડપી પાડ્યો છે. આ ધરપકડ લાંબા સમયથી પડી રહેલા કેસોમાંથી એક મહત્વપૂર્ણ કાર્યવાહી કહી શક્યા છે

robbery

પોલીસની માહિતી

પોલીસના જણાવ્યા મુજબ હબીબ અહેમદ અબ્દુલ શકુર પઠાણ છેલ્લા લગભગ સાડા ચાર દાયકાથી ફરાર હતો. આ દરમિયાન તે અલગ-અલગ રાજ્યો અને સ્થળોએ રહેતો રહ્યો અને અંતે પોતાના વતન ઉત્તર પ્રદેશમાં સ્થાયી થયો હતો. કરજણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા FIR નં. 224/1981માં તે ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 395, 397 તથા આર્મ્સ એક્ટની કલમ 25(C) હેઠળ વોન્ટેડ હતો.

પોલીસ રેકોર્ડ અનુસાર....

પોલીસ રેકોર્ડ મુજબ, 27 જુલાઈ 1981ના રોજ રાજકોટથી મુંબઈ જતી એક લકઝરી પેસેન્જર બસને કરજણ તાલુકાના લાકોદ્રા ગામ નજીક રોકવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર 6 સભ્યોની ગેંગ મુસાફરોના વેશમાં બસમાં ચઢી હતી. થોડું અંતર કાપ્યા બાદ આરોપીઓએ રિવોલ્વર બતાવી ડ્રાઇવરને હાઇવે પર આવેલા એક વળાંક પાસે બસ રોકવા માટે મજબૂર કર્યો હતો. ત્યારબાદ આરોપીઓએ મુસાફરો અને કંડક્ટર પાસેથી કુલ ₹32,795ની રોકડ, સોનાના દાગીના, ઘડિયાળો અને અન્ય કિંમતી વસ્તુઓ લૂંટી લીધી હતી. તે સમયગાળામાં આ રકમ ખૂબ મોટી માનવામાં આવતી હતી.

Crime-simple

કુલ 6 આરોપીઓ

આ કેસમાં કુલ 6 આરોપીઓ હતા. જેમાંથી ઝુલ્ફીકાર ચાંદમિયા પઠાણ, મૈસુરઅલી મકબુલ અલી શેખ અને મોહમ્મદ આબિદ નબિયાલમ પઠાણની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી. અન્ય એક આરોપી નબીશરાજ સુલેમાન પઠાણનું મૃત્યુ થઈ ચૂક્યું છે, જ્યારે રઈશ આલમ નાસિર આલમ પઠાણ હજુ પણ પોલીસને વોન્ટેડ છે.

સ્થાનિક કોર્ટ દ્વારા કલમ 70 હેઠળનું વોરંટ હજુ પણ પેન્ડિંગ

વડોદરા ગ્રામ્ય SP સુશીલ અગ્રવાલે જણાવ્યું હતું કે હબીબ પઠાણ સામે સ્થાનિક કોર્ટ દ્વારા કલમ 70 હેઠળનું વોરંટ હજુ પણ પેન્ડિંગ હતું. તેમણે જણાવ્યું કે, "1981 જેવા જૂના કેસમાં કોઈ વ્યક્તિને શોધી કાઢવી ખૂબ પડકારજનક કામગીરી હતી. તે સમયે મોબાઇલ ફોન કે આધુનિક ડિજિટલ રેકોર્ડ ઉપલબ્ધ નહોતા. અમારી ટીમે ગુપ્ત માહિતી અને તકનીકી મદદના આધારે માહિતી એકત્ર કરી, તેની ચકાસણી કરી અને અંતે તે પોતાના વતન ગામમાં રહેતો હોવાનું સ્થાપિત કર્યું."

હર્ષકુમાર સનાતનભાઈની મહત્વપૂર્ણ ભૂમિકા

આ સફળતામાં હેડ કોન્સ્ટેબલ ખોડાભાઈ રાણાભાઈ અને હર્ષકુમાર સનાતનભાઈની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. બંનેએ આરોપીના ઠેકાણા અંગે મહત્વપૂર્ણ માહિતી મેળવી હતી. ત્યારબાદ LCBની ટીમ ઉત્તર પ્રદેશ પહોંચી, ત્યાં દેખરેખ રાખી, આરોપીની ઓળખ અને હાજરીની પુષ્ટિ કરી અને તેના નિવાસસ્થાનેથી તેની ધરપકડ કરી હતી. આ કાર્યવાહી લાંબા સમયથી ફરાર આરોપીઓને શોધવા માટે શરૂ કરાયેલા ઓપરેશન પરાક્રમ હેઠળ કરવામાં આવી હતી. ધરપકડ બાદ હબીબ અહેમદ અબ્દુલ શકુર પઠાણને વધુ કાનૂની કાર્યવાહી માટે કરજણ પોલીસને સોંપવામાં આવ્યો છે.

આ પણ વાંચો : અમદાવાદમાં આજે અને કાલે પાણીકાપ! સાબરમતી-નવરંગપુરા સહિત 7 વોર્ડમાં પાણી પુરવઠો અસરગ્રસ્ત

પોલીસે જણાવ્યું છે કે આરોપીની હજુ સુધી વિગતવાર પૂછપરછ કરવામાં આવી નથી. અધિકારીઓના જણાવ્યા મુજબ લગભગ 45 વર્ષ સુધી પોલીસની પકડથી દૂર રહેલા આરોપીની ધરપકડ તપાસ એજન્સીઓ માટે મોટી સફળતા છે અને કેસમાં હવે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vadodara Police Operation Parakram Bus Robbery

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ