બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમદાવાદ સહિત 12 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રાજ્યમાં પાંચ સિસ્ટમ સક્રિય

photo-story

6 ફોટો ગેલેરી

ગુજરાત / અમદાવાદ સહિત 12 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રાજ્યમાં પાંચ સિસ્ટમ સક્રિય

Last Updated: 06:43 AM, 18 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે પાંચ હવામાન સિસ્ટમ સક્રિય હોવાનું જણાવતાં અમદાવાદ સહિત 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.

1/6

photoStories-logo

1. 17થી 23 ઓગસ્ટ દરમિયાન સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી

ગુજરાતમાં 17થી 23 ઓગસ્ટ દરમિયાન સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં હાલમાં કુલ પાંચ હવામાન સિસ્ટમ સક્રિય છે, જેના કારણે આગામી દિવસોમાં અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે. અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે છૂટાછવાયા તેમજ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ મધ્યમ વરસાદ રહેવાનો અંદાજ છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, દમણ, વલસાડ, નર્મદા અને ડાંગ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. હાલમાં રાજ્ય પર મોન્સૂન ટ્રફ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં રાજ્ય પર મોન્સૂન ટ્રફ, શિયર ઝોન, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ડિપ્રેશન સહિત કુલ પાંચ હવામાન સિસ્ટમ સક્રિય છે. આ તમામ સિસ્ટમની અસરને કારણે આગામી સાત દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. છેલ્લા 24 કલાક દરમિયાન 131 તાલુકામાં વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 131 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ તાપીના ડોલવાણ અને નવસારીના ખેરગામમાં પોણા બે ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 56 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. આ સમયગાળા દરમિયાન સૌથી વધુ સુરતના બારડોલીમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ગુજરાત પ્રદેશમાં અત્યાર સુધી સામાન્ય કરતાં 19 ટકા વધુ વરસાદ

સિઝનના કુલ વરસાદની સ્થિતિ પર નજર કરીએ તો ગુજરાત પ્રદેશમાં અત્યાર સુધી સામાન્ય કરતાં 19 ટકા વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં સામાન્ય કરતાં 25 ટકા ઓછો વરસાદ થયો છે. સમગ્ર રાજ્યમાં અત્યાર સુધી સામાન્ય 505.7 મિમી સામે કુલ 506.5 મિમી વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. સાંજે 4 વાગ્યા સુધી અમદાવાદ

હવામાન વિભાગે આજે સાંજે 4 વાગ્યા સુધી અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદર હવેલીમાં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે રાજ્યના બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. હવામાન વિભાગે મહત્વની ચેતવણી જાહેર

દરિયાકાંઠાના વિસ્તારો માટે પણ હવામાન વિભાગે મહત્વની ચેતવણી જાહેર કરી છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે પવનની ઝડપ 45થી 55 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. કેટલાક સમયે પવનના ઝાટકા 30 નોટ્સ સુધી પહોંચી શકે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવા માટે કડક સૂચના આપવામાં આવી છે. દરિયામાં જવા પર જોખમ વધી શકે હોવાથી તમામ માછીમારોને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Orange Alert Gujarat Rain Weather Forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ