બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / 1071 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ, ગુજરાત સાયબર ક્રાઈમે આરોપીને દબોચ્યો, ચીન અને કંબોડિયા સાથે હતું કનેક્શન

ગુજરાત / 1071 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ, ગુજરાત સાયબર ક્રાઈમે આરોપીને દબોચ્યો, ચીન અને કંબોડિયા સાથે હતું કનેક્શન

Published By: Nirav Kumar
Reported By: Mehul Desai

Last Updated: 11:47 PM, 17 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત સાયબર ક્રાઈમે આસામથી એક મોટી સાયબર ફ્રોડ ગેંગના આરોપીને પકડીને 1,071 કરોડના ફ્રોડનું નેટવર્ક ખુલ્લું પાડ્યું છે. આ ગેંગ ‘ડિજિટલ અરેસ્ટ’ કરીને લોકોને લૂંટતી હતી, તેનું કનેક્શન ચીન-કંબોડિયા સુધી પહોંચી રહ્યું છે.

ગુજરાત સાયબર ક્રાઈમે એક મોટી સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ કરીને આસામના બારપેટામાંથી એક આરોપીને ઝડપી પાડ્યો છે. આ ગેંગ સુપ્રીમ કોર્ટના નકલી સમન્સ અને પોલીસ અધિકારી બનીને વીડિયો કોલ મારફતે લોકોને ‘ડિજિટલ અરેસ્ટ’ કરીને કરોડો રૂપિયા હડપ કરતી હતી. જેની તપાસમાં આ ગેંગનું ચીન અને કંબોડિયા સાથેનું કનેક્શન પણ સામે આવ્યું છે. સમગ્ર દેશમાં આચરાયેલા 1,071 કરોડના સાયબર ફ્રોડ અને 1,754 બેંક એકાઉન્ટ્સનું વિશાળ નેટવર્ક ખુલ્લું પડ્યું છે.

આ કેસના આરોપીઓ અમદાવાદ, સુરત અને જામનગરમાં પણ આ ગેંગે લોકોને નિશાન બનાવ્યા હતા. જેમાં નાસિક પોલીસ કે બીજી એજન્સીના નામે પીડિતોને ફોન કરતા અને સુપ્રીમ કોર્ટનું બનાવટી સમન્સ બતાવીને ડરાવતા. જેમાં પીડિતનું બેંક એકાઉન્ટ આતંકવાદી ફંડિંગ, ચાઇલ્ડ પોર્નોગ્રાફી કે ડ્રગ્સ ટ્રાફિકિંગમાં વપરાયું હોવાનો ખોટો આક્ષેપ કરીને વીડિયો કોલ પર સતત નજર રાખીને તેમને ઘરમાં જ ડિજિટલ અરેસ્ટ કરી લેવામાં આવતા. બાદમાં કેસમાંથી બહાર કાઢવાના બહાને તેમની પાસેથી લાખો રૂપિયા બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવતા.

જેમાં આ આરોપીઓને પકડવા ગુજરાત સાયબર ક્રાઈમની ટીમે વેશપલટો કરીને આસામમાં ગુપ્ત ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં ઝડપાયેલો આરોપી આસામથી બેસીને પશ્ચિમ બંગાળના બેંક એકાઉન્ટ અને નાગાલેન્ડના સિમકાર્ડનો ઉપયોગ કરી આખી સિન્ડિકેટ ચલાવતો હતો.

આ કેસની તપાસમાં 1,090 જેટલી સાયબર ફરિયાદો અને દેશભરમાં નોંધાયેલી 25 જેટલી FIR સાથે આ નેટવર્કની કડીઓ જોડાઈ છે. જેમાં તાજેતરમાં જ એક એકાઉન્ટમાંથી 50 લાખ રૂપિયા ટ્રાન્સફર થયા હત જેને સાયબર ક્રાઈમે સમયસર કાઉન્સેલિંગ કરીને મુંબઈ, ઝારખંડ સહિતના પીડિતોના પૈસા બ્લોક કરાવી બચાવી લીધા હતા.

વધુ વાંચો : VIDEO : ચાંદખેડાની હોસ્પિટલમાં થયું ધીંગાણું! દર્દીના સગા અને સિક્યુરીટી ગાર્ડ વચ્ચે જુઓ શું થયું

આ કેસની તપાસ દરમિયાન આરોપીઓના 23 જેટલા ક્રિપ્ટો વોલેટ મળી આવ્યા છે જેમાં 16 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા હોવાનું ખૂલ્યું છે. જેમાં આરોપીઓ પોતાનું લોકેશન કંબોડિયાનું દર્શાવતા હતા પરંતુ આ નેટવર્કની કડીઓ ચીન સાથે જોડાયેલ હોવાનું ખુલ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat cyber fraud Cyber Crime

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ