બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પશુપાલકો આનંદો, આ ડેરીએ કરી મોટી જાહેરાત, મળશે 10% ડિવિડન્ડ

મહેસાણા / પશુપાલકો આનંદો, આ ડેરીએ કરી મોટી જાહેરાત, મળશે 10% ડિવિડન્ડ

Published By: Vishal Khamar
Reported By: Sudhir Parekh

Last Updated: 04:09 PM, 15 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હેસાણા દૂધસાગર ડેરીની 66મી વાર્ષિક સાધારણ સભામાં પશુપાલકોને 10% શેર ડિવિડન્ડની જાહેરાત. ડેરીને ₹455 કરોડનો નફો અને 5 વર્ષમાં ₹20,000 કરોડ ટર્નઓવરનો લક્ષ્યાંક.

મહેસાણાની દૂધસાગર ડેરીની 66મી વાર્ષિક સાધારણ સભામાં પશુપાલકો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ડેરી દ્વારા પશુપાલકોને 10 ટકા શેર ડિવિડન્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતથી પશુપાલકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.

ડેરીને રૂ. 455 કરોડનો નફો થયો હોવાનું ડેરી દ્વારા જણાવાયું

ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન દૂધસાગર ડેરીને રૂ. 455 કરોડનો નફો થયો હોવાનું ડેરી દ્વારા જણાવાયું છે. સાથે જ દૂધ ઉત્પાદકોને ભાવ વધારા પેટે પણ રૂ. 455 કરોડની રકમ ચૂકવવામાં આવી છે.

પશુપાલકોને વિવિધ રીતે મળીને રૂ. 5,200 કરોડનો વધારાનો લાભ થયો

ડેરીના જણાવ્યા મુજબ, ચાલુ વર્ષે પશુપાલકોને વિવિધ રીતે મળીને રૂ. 5,200 કરોડનો વધારાનો લાભ થયો છે. આ સાથે દૂધસાગર ડેરીના કારોબારમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. ડેરીનું ટર્નઓવર અગાઉ રૂ. 4,031 કરોડ હતું, જે વધીને હવે રૂ. 9,043 કરોડ થયું છે. ડેરીના વિકાસને વધુ વેગ આપવા માટે આગામી પાંચ વર્ષમાં ટર્નઓવર રૂ. 20 હજાર કરોડ સુધી પહોંચાડવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ અમદાવાદના કાંકરિયાને મળ્યું નવું આકર્ષણ! 4.5 કિ.મી. વિસ્તારમાં ઝળહળશે લાઇટિંગ, પ્રોજેક્શન મેપિંગ-મલ્ટીમીડિયા ઇફેક્ટ્સથી બનશે ખાસ નજારો

મોટા પાયે નવા પ્રોજેક્ટ્સ અને પ્લાન્ટ્સ સ્થાપવામાં આવશે

આ લક્ષ્યાંકને હાંસલ કરવા માટે દૂધસાગર ડેરીમાં આગામી સમયમાં મોટા પાયે નવા પ્રોજેક્ટ્સ અને પ્લાન્ટ્સ સ્થાપવામાં આવશે. તેના માટે અંદાજે રૂ. 700 કરોડનો ખર્ચ કરવામાં આવનાર હોવાનું જણાવાયું છે. ડેરીની આ જાહેરાતોથી પશુપાલકોને આર્થિક લાભ મળવાની સાથે દૂધસાગર ડેરીના વિસ્તરણ અને આધુનિકીકરણને પણ નવી દિશા મળવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dudh Sagar Dairy Dudh Sagar Dairy 10% dividend Mehsana Dudh Sagar Dairy

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ