ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 03:55 PM, 15 August 2026
ADVERTISEMENT
વૈશ્વિક ઊર્જા બજારોમાં અસ્થિરતા યથાવત છે. આ સ્થિતિ વચ્ચે, ભારત સરકારે ઈંધણની નિકાસના સંદર્ભમાં નોંધપાત્ર રાહત આપી છે. સરકારે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) અને વાહનોના ઈંધણ (પેટ્રોલ અને ડીઝલ) પરના વિન્ડફોલ ટેક્સમાં ઘટાડો કર્યો છે.
ADVERTISEMENT
જોકે, સ્થાનિક વપરાશ માટે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. નાણાં મંત્રાલય દ્વારા શુક્રવારે મોડી રાત્રે બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ, સુધારેલા દરો શનિવારથી અમલમાં આવ્યા છે.
વિંડફોલ ટેક્સમાં કેટલો થશે ઘટાડો?
ADVERTISEMENT
આ ફેરફારો હેઠળ, ATF ની નિકાસ પરના 'વિન્ડફોલ ગેઇન્સ ટેક્સ'માં પ્રતિ લિટર 2.5 રુપિયાનો ઘટાડો કરીને તેને 19.5 રુપિયા પ્રતિ લિટર કરવામાં આવ્યો છે. સરકારે ડીઝલની નિકાસ પરની વિશેષ વધારાની એક્સાઇઝ ડ્યુટી 24 રુપિયા પ્રતિ લિટર યથાવત રાખી છે, જ્યારે રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસને પ્રતિ લિટર 1.5 રુપિયાથી ઘટાડીને શૂન્ય કરી દેવામાં આવ્યો છે. પેટ્રોલની નિકાસ પરનો ટેક્સ પણ ઘટાડીને શૂન્ય કરી દેવામાં આવ્યો છે.
ઘરેલૂ વપરાશ પર કોઇ બદલાવ નહીં
ADVERTISEMENT
સરકારે જણાવ્યું છે કે, ઘરેલુ વપરાશ માટેના પેટ્રોલ અને ડીઝલ પરની વર્તમાન એક્સાઇઝ ડ્યુટીના દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સરકારે સ્પષ્ટતા કરી છે કે ક્રૂડ ઓઈલ, પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ પરના ટેક્સના દરોની સમીક્ષા આંતરરાષ્ટ્રીય ભાવોના આધારે દર 15 દિવસે કરવામાં આવે છે.
આજે પેટ્રોલ અને ડીઝલની કિંમત
ADVERTISEMENT
15 ઓગસ્ટ સુધીમાં, વૈશ્વિક ઊર્જા બજારોમાં અસ્થિરતા હોવા છતાં સમગ્ર ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યા હતા. દિલ્હીમાં પેટ્રોલ 102.12 રુપિયા પ્રતિ લિટર અને મુંબઈમાં 111.2 રુપિયા પ્રતિ લિટરના ભાવે વેચાયું હતું, જ્યારે મોટાભાગના મુખ્ય શહેરોમાં ડીઝલના ભાવ 100 રુપિયા પ્રતિ લિટરથી નીચે રહ્યા હતા.
આ પણ વાંચોઃ દરરોજ ગગડી રહ્યો છે HDFC બેંકનો શેર, રોકાણકારો થયા પાયમાન, 5 વર્ષમાં રિટર્ન ઝીરો
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ એશિયામાં ઊર્જા સંકટ બાદ 'વિન્ડફોલ ટેક્સ' વધારવામાં આવ્યો હતો, પરંતુ ઊર્જાની સ્થિતિમાં સુધારો થતાં હવે તેમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ સપ્તાહની શરૂઆતમાં કેન્દ્ર સરકારે પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) પરની નિકાસ જકાતમાં વધારો કર્યો હતો. અગાઉ પણ રિફાઇનિંગ માર્જિન અને આંતરરાષ્ટ્રીય ભાવોમાં થયેલા ફેરફારોને ધ્યાનમાં રાખીને આ જકાતમાં ફેરફાર કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT