ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ડૉ. હર્ષ પંડ્યાના પિતાએ પોલીસ પર લગાવ્યા ગંભીર આક્ષેપ, કહ્યું ''તપાસ કરો''

સુરત / ડૉ. હર્ષ પંડ્યાના પિતાએ પોલીસ પર લગાવ્યા ગંભીર આક્ષેપ, કહ્યું ''તપાસ કરો''

Published By: Jinal Chauhan

Last Updated: 02:52 PM, 15 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં રેસિડેન્ટ ડૉક્ટર હર્ષ પંડ્યાના આપઘાત કેસમાં હવે તેમના પિતા ડૉ. સુભાષ પંડ્યાએ પોલીસ સમક્ષ ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે રેગિંગ અને પોલીસની કાર્યવાહી સામે સવાલ ઉઠાવી સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ કરી છે.

ADVERTISEMENT

સુરતની નવી સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડૉક્ટર હર્ષ પંડ્યાના આપઘાત કેસમાં હવે તેમના પિતા ડૉ. સુભાષ પંડ્યા પોલીસ સમક્ષ પહોંચ્યા છે. તેમણે સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસની માંગ સાથે પોલીસ અને રેગિંગ કમિટીની કાર્યવાહી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.ડૉ. હર્ષ પંડ્યા માઇક્રોબાયોલોજી વિભાગમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા હતા. 9 ઓગસ્ટે તેઓ હોસ્ટેલના રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. ત્યારબાદ સિનિયર ડૉક્ટરો દ્વારા રેગિંગ અને માનસિક ત્રાસના આક્ષેપો સામે આવ્યા હતા. તપાસ બાદ ચાર સિનિયર રેસિડેન્ટ ડૉક્ટરોને છ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેમની સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે.

પિતા ડૉ. સુભાષ પંડ્યા ખટોદરા પોલીસ સ્ટેશન પહોંચ્યા

ડૉ. હર્ષ પંડ્યાના પિતા ડૉ. સુભાષ પંડ્યા ખટોદરા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તેમણે પોતાના પુત્રના મોતના મામલે પોલીસ સમક્ષ અનેક ગંભીર સવાલો ઉઠાવ્યા હોવાનું સામે આવ્યું છે. તેમનો આક્ષેપ છે કે હર્ષે ઘટનાના થોડા સમય પહેલા જ રેગિંગ અંગે વિભાગના HODને લેખિત ફરિયાદ કરી હતી. પરિવાર હવે આ ફરિયાદ સહિત તમામ પુરાવાની ઊંડાણપૂર્વક તપાસની માંગ કરી રહ્યો છે.

ડૉ. સુભાષ પંડ્યાએ રેગિંગ અંગેની તપાસ સામે પણ સવાલો ઉઠાવ્યા છે. તેમના જણાવ્યા મુજબ એન્ટી રેગિંગ કમિટીની તપાસમાં માત્ર કેટલાક વિદ્યાર્થીઓ સાથે રેગિંગ થયાનું સામે આવ્યું છે પરંતુ તેમના પુત્ર હર્ષને તેમાંથી અલગ રાખવામાં આવ્યો હોવાનો તેમને વાંધો છે. બીજી તરફ અગાઉ સામે આવેલી માહિતીમાં એન્ટી રેગિંગ કમિટીના રિપોર્ટમાં હર્ષ પંડ્યા સહિત અન્ય રેસિડેન્ટ ડૉક્ટરો સાથે રેગિંગ થયાનો ઉલ્લેખ હોવાનું પણ સામે આવ્યું હતું.

ચાર સિનિયર ડૉક્ટરો સામે કાર્યવાહી થઈ ચૂકી છે

હર્ષ પંડ્યાના મોત બાદ તપાસમાં ચાર સિનિયર રેસિડેન્ટ ડૉક્ટરોના નામ સામે આવ્યા હતા. નિરાલી વસાવે, અનુજ મહેશ્વરી, દિક્ષિત ઘેવરિયા અને હિના ભુતને છ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમને હોસ્પિટલ, હોસ્ટેલ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓથી દૂર રાખવામાં આવ્યા છે. કોલેજના માઇક્રોબાયોલોજી વિભાગના HOD સહિત કેટલાક ફેકલ્ટી સભ્યોને પણ કારણદર્શક નોટિસ આપવામાં આવી છે.

vtv app promotion

આ પણ વાંચોઃ શિક્ષણ વિભાગે જાહેર કર્યા શ્રેષ્ઠ શિક્ષકોના નામ! રાજ્યના 40 પ્રાથમિક-માધ્યમિક શિક્ષકોનું સન્માન

પોલીસ ફરિયાદમાં ગંભીર કલમોનો મુદ્દો

આ કેસમાં ખટોદરા પોલીસે ચાર રેસિડેન્ટ ડૉક્ટરો સામે ફરિયાદ નોંધી છે. ઉપલબ્ધ અહેવાલો મુજબ શરૂઆતમાં ફરિયાદમાં ખોટી રીતે અટકાયત અથવા બળજબરીથી રોકી રાખવા સંબંધિત કલમનો ઉલ્લેખ થયો હતો. હવે આ કેસમાં રેગિંગ અને હર્ષના મોત વચ્ચેના સંબંધની તપાસ મહત્વની બની છે. પોલીસ દ્વારા આરોપી ડૉક્ટરોના નિવેદન પણ લેવામાં આવી રહ્યા છે અને એક આરોપીએ રેગિંગના આક્ષેપોને નકારી કાઢ્યા છે.

''હત્યા છે કે આત્મહત્યા પહેલા તેની તપાસ કરો''

ડૉ. સુભાષ પંડ્યાની સૌથી મોટી માંગ એ છે કે તેમના પુત્રના મોતની તમામ શક્ય દિશામાં તપાસ કરવામાં આવે. તેઓ જાણવા માંગે છે કે હર્ષે ખરેખર આત્મહત્યા કરી કે તેને આ પગલું ભરવા માટે કોઈ રીતે મજબૂર કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું છે કે પોતે પુત્ર ગુમાવી ચૂક્યા છે પરંતુ ભવિષ્યમાં બીજા કોઈ પરિવારને આવી સ્થિતિનો સામનો ન કરવો પડે તે માટે જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. બીજી તરફ કોલેજ તંત્રે રેગિંગ થયાની પુષ્ટિ કરી હોવા છતાં રેગિંગને હર્ષના મોત સાથે સીધી રીતે જોડવા અંગે હજુ તપાસનો મુદ્દો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Harsh Pandya Ragging Case Surat Resident Doctor

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ