બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:03 PM, 15 August 2026
Bullet Train : ભારતની પહેલી બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો પહેલો ભાગ 15 ઓગસ્ટ 2027 સુધીમાં સુરત અને બિલીમોરા વચ્ચે શરૂ થશે, જ્યારે સમગ્ર મુંબઈ-અમદાવાદ કોરિડોર 2029 સુધીમાં ચાલુ થવાની ધારણા છે.
ADVERTISEMENT
ભારત હવે હાઇ-સ્પીડ રેલના નવા યુગમાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યું છે. દેશનો પહેલો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, મુંબઈ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ કોરિડોરનો પહેલો ભાગ 2027 માં શરૂ કરવાનું લક્ષ્ય છે.
કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર 15 ઓગસ્ટ, 2027 સુધીમાં સુરત અને બિલીમોરા વચ્ચેના આશરે 50 કિલોમીટરના સેક્શન પર ટ્રેન સંચાલન શરૂ કરવાની યોજના છે. સમગ્ર 508 કિલોમીટરનો મુંબઈ-અમદાવાદ કોરિડોર 2029 સુધીમાં ચાલુ કરવાનું લક્ષ્ય છે.
ADVERTISEMENT
ગતિ કેટલી હશે?
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ દેશના પરિવહન ક્ષેત્રમાં પરિવર્તન લાવી શકે છે. આ કોરિડોર પર ટ્રેનોની મહત્તમ ઓપરેટિંગ સ્પીડ 320 કિલોમીટર પ્રતિ કલાક હશે. જાપાની હાઇ-સ્પીડ રેલ ટેકનોલોજી પર આધારિત આ પ્રોજેક્ટ અત્યાધુનિક એન્જિનિયરિંગનો ઉપયોગ કરાયો છે. આનાથી હાલની રેલ સેવાઓની તુલનામાં મુંબઈ અને અમદાવાદ વચ્ચે મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઓછો થશે.
ADVERTISEMENT
પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં ગુજરાતમાં સુરત અને બિલીમોરા વચ્ચે આશરે 50 કિલોમીટરના ભાગને તૈયાર કરાઇ રહ્યો છે. આ સેક્શન પર પ્રારંભિક ટ્રાયલ અને કામગીરી શરૂ થશે. આ સમગ્ર કોરિડોર માટે એક મહત્વપૂર્ણ તબક્કો માનવામાં આવે છે.
એકવાર આ વિભાગ કાર્યરત થઈ જાય પછી ગુજરાત હાઇ-સ્પીડ રેલ સેવાનો અનુભવ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બનશે. પ્રોજેક્ટની સૌથી મહત્વપૂર્ણ એન્જિનિયરિંગ વિશેષતાઓમાંની એક મુંબઈ નજીક સમુદ્રની નીચે રેલ ટનલ છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ બિઝનેસ / 1 શેર પર 2 શેર ફ્રી આપી રહી છે આ કંપની, બીજીવાર બોનસની કરી ઘોષણા
ADVERTISEMENT
સમુદ્રની નીચેથી પસાર થશે ટર્નલ
આ ટનલ આશરે 7 કિલોમીટર લાંબી હશે અને સમુદ્રની નીચેથી પસાર થશે. હાઇ-સ્પીડ રેલ કામગીરી માટે અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરતી ભારતની પ્રથમ રેલ ટનલ હશે.
ADVERTISEMENT
મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોરનો મોટો ભાગ એલિવેટેડ બનાવવામાં આવી રહ્યો છે. એલિવેટેડ થાંભલાઓ પર ટ્રેક બનાવવાથી જમીન સંપાદનની જરૂરિયાત ઓછી થાય છે અને ટ્રેનો વધુ ઝડપે દોડી શકે છે, જેનાથી લેવલ ક્રોસિંગ અને અન્ય અવરોધો ટાળી શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.