બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / Asian Games: ક્રિકેટ મેચનું શિડ્યૂલ જાહેર, આ તારીખે ભારત-પાકિસ્તાન વચ્ચે ખેલાશે મેદાન-એ-જંગ
Last Updated: 07:35 PM, 13 August 2026
એશિયન ગેમ્સ 2026 માં ક્રિકેટ રમતની ધમાકેદાર વાપસી થઈ રહી છે. જાપાનમાં આયોજિત થનારી આ ગેમ્સમાં ક્રિકેટ ચોથી વખત એશિયન ગેમ્સનો ભાગ બનશે. આ ટૂર્નામેન્ટમાં પુરૂષ અને મહિલા બંને વર્ગની મેચો T20 ફોર્મેટમાં રમાડવામાં આવશે. જેમાં મહિલા ક્રિકેટ ટૂર્નામેન્ટ 17 થી 22 સપ્ટેમ્બર સુધી અને પુરૂષ ક્રિકેટ ટૂર્નામેન્ટ 24 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી યોજાશે. એશિયન ગેમ્સ 2026 ની તમામ ક્રિકેટ મેચો જાપાનના આઈચી પ્રાંતમાં આવેલા 'કોરોગી એથલેટિક પાર્ક' માં રમાશે. ઉલ્લેખનીય છે કે ભારત 2023 માં હાંગઝોઉ એશિયન ગેમ્સમાં પુરૂષ અને મહિલા બંને વર્ગમાં ગોલ્ડ મેડલ જીતીને ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે મેદાને ઉતરશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
મહિલા ક્રિકેટમાં કુલ 8 ટીમો ભાગ લેશે અને તમામ ટીમો સીધી ક્વાર્ટર ફાઈનલથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ ટીમોમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, જાપાન, ચીન, મલેશિયા અને થાઈલેન્ડનો સમાવેશ થાય છે.

ADVERTISEMENT
ADVERTISEMENT
ભારતીય મહિલા ટીમ ક્વાર્ટર ફાઈનલમાં જાપાન સામે ટકરાશે. આ મેચ જીતનારી ટીમ સેમિફાઈનલમાં બાંગ્લાદેશ અને ચીન વચ્ચેના મુકાબલાની વિજેતા સાથે રમશે. જ્યારે પાકિસ્તાનની ટીમ ક્વાર્ટર ફાઈનલમાં થાઈલેન્ડ સામે રમશે.
ADVERTISEMENT
પુરૂષ વર્ગમાં કુલ 10 ટીમો ભાગ લેશે. જેમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, જાપાન, નેપાળ, હોંગકોંગ ચીન, મલેશિયા અને ઓમાન સામેલ છે. ભારત, પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશને સીધી ક્વાર્ટર ફાઈનલમાં એન્ટ્રી મળી છે. બીજી તરફ, અફઘાનિસ્તાન, જાપાન અને નેપાળ ગ્રુપ A માં છે, જ્યારે હોંગકોંગ ચીન, મલેશિયા અને ઓમાન ગ્રુપ B માં છે. બંને ગ્રુપની ટોપ 2 ટીમો ક્વાર્ટર ફાઈનલ માટે ક્વોલિફાય કરશે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ હવે રેલવે યાત્રા પણ સુરક્ષિત નથી! મુસાફરો સાથે થઇ રહી છે છેતરપિંડી
ડ્રો અનુસાર, ભારતીય ટીમ ક્વાર્ટર ફાઈનલમાં ગ્રુપ B ની બીજા નંબરની ટીમ સામે અને પાકિસ્તાન ગ્રુપ A ની બીજા નંબરની ટીમ સામે રમશે. આ ડ્રોના કારણે ભારત અને પાકિસ્તાનની ક્વાર્ટર ફાઈનલમાં ટક્કર થઈ શકે તેમ નથી. જો બંને ટીમો જીતતી રહેશે તો ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટક્કર માત્ર ગોલ્ડ મેડલ અથવા બ્રોન્ઝ મેડલ મેચમાં જ શક્ય બનશે, જે 3 October ના રોજ રમાશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.