બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ટીમ ઈન્ડિયાને લાગ્યો ઝટકો, વધુ એક ભારતીય ખેલાડી ઘાયલ

ક્રિકેટ / ટીમ ઈન્ડિયાને લાગ્યો ઝટકો, વધુ એક ભારતીય ખેલાડી ઘાયલ

Published By: Pravin Joshi

Last Updated: 07:34 PM, 11 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ક્રિકેટ માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. ઈંગ્લેન્ડની વનડે કપ ટુર્નામેન્ટમાં હેમ્પશાયર તરફથી રમી રહેલો ભારતીય ઓલરાઉન્ડર આશુતોષ શર્મા ઈજાગ્રસ્ત થયો છે, જેથી તે આગામી મેચમાંથી બહાર થઈ ગયો છે.

BCCI હાલમાં પોતાના ખેલાડીઓની ઈજાની સમસ્યાથી ભારે પરેશાન છે. અંદાજે એક ડઝન જેટલા ભારતીય ખેલાડીઓ ઈજાના કારણે બેંગલુરુ સ્થિત સેન્ટર ઓફ એક્સેલન્સમાં સારવાર અને રિહેબ હેઠળ છે. આ દરમિયાન ક્રિકેટ પ્રેમીઓ માટે વધુ એક માઠા સમાચાર આવ્યા છે કે વધુ એક ભારતીય ખેલાડી ઈજાગ્રસ્ત થયો છે.

Ashutosh Sharma

IPL માં દિલ્હી કેપિટલ્સ તરફથી રમનારો આક્રમક ખેલાડી આશુતોષ શર્મા ઈંગ્લેન્ડમાં હેમ્પશાયર ટીમ માટે વનડે કપ (કાઉન્ટી ક્રિકેટ) રમી રહ્યો છે. પરંતુ ઈજાના કારણે તે સસેક્સ સામેની આગામી મહત્વપૂર્ણ મેચમાં રમી શકશે નહીં.

Ashutosh Sharma

હેમ્પશાયરની ટીમને આશુતોષ શર્માની ખોટ સાલશે, કારણ કે તેણે અત્યાર સુધી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. આશુતોષે આ ટુર્નામેન્ટમાં પોતાની બેટિંગથી નહીં પરંતુ બોલિંગથી તરખાટ મચાવ્યો છે. વનડે કપમાં હેમ્પશાયર તરફથી રમતા આશુતોષ શર્માએ 7 ઇનિંગ્સમાં બેટિંગમાં માત્ર 56 રન બનાવ્યા છે, પરંતુ બોલિંગમાં અદ્ભુત પ્રદર્શન કરીને 14 વિકેટ ઝડપી છે. તેણે એક મેચમાં 5 વિકેટ અને અન્ય એક મુકાબલામાં 2 વિકેટ લેવાની પણ સિદ્ધિ મેળવી છે.

આ પણ વાંચોઃ અમદાવાદ સહિત ગુજરાતમાં સોનાના ભાવમાં ફેરફાર! જાણો આજે શું છે 22K-24K ગોલ્ડનો ભાવ ?

ઉલ્લેખનીય છે કે IPL માં આશુતોષ શર્માને બોલિંગ કરવાની તક પણ મળતી નથી, પરંતુ હેમ્પશાયર માટે તેણે એક સફળ બોલર તરીકે પોતાને સાબિત કરી બતાવ્યો છે. હવે તે ઈજાગ્રસ્ત થતાં ચાહકો અને ટીમ મેનેજમેન્ટ તેની ઝડપી વાપસીની રાહ જોઈ રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IndianCricket CricketNews AshutoshSharma

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ