બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સાગબારા આંદોલનની વચ્ચે મોટા સમાચાર, સાંસદ મનસુખ વસાવા ગાંધીનગરમાં મુખ્યમંત્રીને મળ્યાં
Last Updated: 10:18 PM, 9 August 2026
સાગબારા તાલુકામાં જંગલની જમીન પર થઈ રહેલા આંદોલનની વચ્ચે ભરૂચના સાંસદ મનસુખ વસાવા ગાંધીનગર પહોંચીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યાં હતા. તેમની વચ્ચે નિરાકારણ બાબતે ચર્ચા થઈ હોવાનું જણાવાઈ રહ્યું છે. 10 ઓગસ્ટ સુધીમાં આ આંદોલનનું નિરાકરણ આવી શકે છે.
ADVERTISEMENT
શું છે વિવાદ
હકીકતમાં સાગબારા તાલુકાના ખોપી સહિત 12 ગામોના આદિવાસી ખેડૂતો આંદોલન પર છે. તેમનો આરોપ છે કે તેમને જંગલ જમીન પર ખેતી કરતા અટકાવાયા હતા. આથી તેઓ ખેતરમાં ધરણા પર બેસી ગયા હતા. ગઈકાલે સવારથી જ ખેડૂતો પોતાની જમીન પર ખેડાણ કરવા પહોંચ્યા હતા. જોકે, વનવિભાગના કર્મચારીઓએ તેમને અટકાવ્યા હતા. આના વિરોધમાં 12 ગામોના આદિવાસી ખેડૂતોએ ખેતરોમાં જ ધરણા શરૂ કર્યા હતા અને આખી રાત પણ ધરણા ચાલુ રાખ્યા હતા.
ADVERTISEMENT
9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ હતો. આ દિવસે પણ આદિવાસીઓના ધરણા ચાલુ રહ્યાં હતા. આદિવાસી ખેડૂતોએ અન્ય આદિવાસી સમાજના લોકોને પણ આ આંદોલનમાં જોડાવા આહવાન કર્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.