બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / VIDEO : 'જો ખેલેગા, વો ખીલેગા' PM મોદી કોમનવેલ્થ ગેમ્સના મેડલવીરોને મળ્યાં, 32 સેકન્ડની રીલ બનાવી
Last Updated: 07:40 PM, 9 August 2026
પીએમ નરેન્દ્ર મોદીએ 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારત માટે 39 મેડલ જીતનારા ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી. મુલાકાત બાદ પ્રધાનમંત્રી મોદીએ ભારતીય ખેલાડીઓ સાથે એક ખાસ રીલ શેર કરી. તેમણે દેશના યુવાનોને રમતગમતમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરતા કહ્યું, "જેઓ રમે છે તેઓ ખીલે છે એવો મેસેજ આપ્યો હતો.
ADVERTISEMENT
કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતી ભારતનું ગર્વ વધારનારા તમામ ખેલાડીઓને મળ્યા PM મોદી#PMModi #CommonwealthGames #IndianAthletes #TeamIndia #SportsNews #IndiaPride #VTVDigital pic.twitter.com/t1VUeIbz7a
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 9, 2026
હંમેશા ભારત માટે ઉત્સાહિત રહો
ADVERTISEMENT
પીએમ મોદીએ તેમને કહ્યું કે હંમેશા ભારત માટે ઉત્સાહિત રહો. પીએમ મોદીનો આ સંદેશ સોશિયલ મીડિયા પર લોકપ્રિય થઈ રહ્યો છે અને ખેલાડીઓને પણ પ્રોત્સાહિત કરી રહ્યો છે.
વધુ વાંચો : લાખો રૂપિયા ખેતરમાં દાટીને ભૂલી ગયો ખેડૂત, વર્ષ પછી કાઢ્યાં તો...બનાવ જાણીને દંગ થઈ જશો
ADVERTISEMENT
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું પ્રદર્શન અસાધારણ
ટૂર્નામેન્ટમાં ભારતનું પ્રદર્શન અસાધારણ હતું. ગ્લાસગો ઇવેન્ટમાં ભારતે અનેક ઐતિહાસિક મેડલ જીત્યા, જેમાં ખાસ કરીને જુડોમાં પોતાનો પહેલો ગોલ્ડ મેડલ જીત્યો. અસ્મિતા ડેએ આ રમતમાં દેશનો પહેલો ગોલ્ડ મેડલ જીત્યો, જ્યારે હર્ષ સિંહે પણ દેશ માટે ગોલ્ડ મેડલ જીત્યો. ભારતે જુડોમાં કુલ ચાર મેડલ જીત્યા. વધુમાં, ભારતે બોક્સિંગમાં સૌથી વધુ મેડલ જીત્યા, જેમાં સાત ગોલ્ડ મેડલ સહિત 10 મેડલ જીત્યા. આ રીતે ભારતે કુલ 39 મળ્યાં હતા.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.