ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / સર્જરી દરમિયાન દર્દમાં પણ સોનું નિગમે ગીત ગાયું! ડૉક્ટર અને ટીમ માટે આપી અનોખી ‘મ્યુઝિકલ ગિફ્ટ’
Last Updated: 04:28 PM, 9 August 2026
ADVERTISEMENT
સોનું નિગમ હાલમાં સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે. સર્જરી દરમિયાન પણ તેમણે હિંમત જાળવી રાખી અને ડૉક્ટર તથા તેમની ટીમ માટે ખાસ ગીત ગાયું. આ વીડિયો સામે આવ્યા બાદ ફેન્સ સિંગરના જુસ્સાની પ્રશંસા કરી રહ્યા છે અને તેમના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.
ADVERTISEMENT
સોનું નિગમે પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા વીડિયોમાં ઓપરેશન થિયેટરનો નજારો બતાવ્યો છે. વીડિયોમાં તેઓ હોસ્પિટલના બેડ પર જોવા મળે છે અને આસપાસ મેડિકલ સ્ટાફ હાજર છે. આ દરમિયાન સિંગરે મોહમ્મદ રફીનું લોકપ્રિય ગીત ‘સુહાની રાત ઢલ ચૂકી, ન જાને તુમ કબ આઓગે’ ગાયું હતું. આ ગીત 1949માં આવેલી ફિલ્મ ‘દુલારી’નું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
સોનું નિગમે જણાવ્યું કે તેમણે પોતાના ડૉક્ટર નિલેશ સતભાઈ અને તેમની ટીમ માટે અચાનક આ નાનકડી પરફોર્મન્સ આપી હતી. તેમણે દર્દ વચ્ચે પણ સંગીત સાથે જોડાયેલા રહેવાની પોતાની લાગણી વ્યક્ત કરી. સિંગરનો આ અંદાજ જોઈને હોસ્પિટલમાં હાજર મેડિકલ સ્ટાફ પણ આ ખાસ ક્ષણનો ભાગ બન્યો.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ ''કપડાં ઉતારો, જોવું છે કે...'', ક્રિકેટરનો શોકિંગ દાવો, ઘટનાક્રમ હડકંપ મચાવતો
ADVERTISEMENT
સોનું નિગમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ ફેન્સ તેમની હિંમતના વખાણ કરી રહ્યા છે. ઘણા ચાહકોએ કોમેન્ટ કરીને સિંગરના ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી છે. મુશ્કેલીના સમયમાં પણ સોનું નિગમે સંગીત પ્રત્યેનો પોતાનો પ્રેમ જાળવી રાખ્યો છે. તેમના આ અંદાજે ફેન્સને પણ ભાવુક કરી દીધા છે.
ADVERTISEMENT
સોનું નિગમે આ વીડિયોમાં પોતાની સર્જરી કઈ સમસ્યાને કારણે થઈ તે અંગે કોઈ માહિતી આપી નથી. તેથી ફેન્સમાં તેમની તબિયતને લઈને સવાલો છે. જોકે હાલ સિંગરે પોતાની હાલની બીમારી વિશે કોઈ સ્પષ્ટ માહિતી જાહેર કરી નથી.
આ પહેલા જૂનમાં સોનું નિગમે પોતાની તબિયત અંગે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તેઓ નસો સાથે જોડાયેલી એક ગંભીર અને પીડાદાયક સમસ્યાથી પરેશાન હતા. આ દરમિયાન તેમણે MRI અને CT સ્કેન સહિત અનેક તપાસ કરાવી હતી.
સિંગરે તે સમયે જણાવ્યું હતું કે તેમની નસો પર દબાણ આવી રહ્યું હતું જેના કારણે તેમને ભારે તકલીફ થઈ રહી હતી. ફિઝિયોથેરપી દરમિયાન પણ તેમને ઘણો દુખાવો થતો હતો અને રાહત માટે પેનકિલર દવાઓ લેવી પડી હતી. જોકે હાલની સર્જરી આ જ સમસ્યા સાથે સંબંધિત છે કે નહીં તે અંગે સોનું નિગમે કોઈ માહિતી આપી નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT